16 એપ્રિલના સમાચાર News

માનવામાં ન આવે તેવુ કોરોના વાયરસનું કનેક્શન ચામાચીડિયા બાદ કૂતરા સાથે નીકળ્યું
Apr 16,2020, 15:49 PM IST
20મી એપ્રિલ બાદ ગુજરાતમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ મળી, પણ આ શરતો સાથે...
20 એપ્રિલ બાદ મળનારી છૂટછાટો અંગે રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમાર દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલ પછી કઈ કઈ બાબતોને છૂટછાટ મળશે. તેમજ સરકાર દ્વારા મળનારી આ છૂટછાટોમાં કેવા પ્રકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામા આવશે. 20મી એપ્રિલ બાદ ઉદ્યોગો અને કંપનીઓને છૂટછાટ મામલે કહ્યું કે, ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અધ્યક્ષ તરીકે કલેકટર જીઆઇડીસીના વડા વિભાગના અધિકારી આરોગ્યમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંબંધિત જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે રહેશે. ઉદ્યોગો શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. ઉદ્યોગો ઉત્પાદન શરૂ કરે તેને કમિટી નક્કી કરશે. પરંતુ કેટલીક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. ઉદ્યોગોને મળતી છૂટ સાથે કેટલીક બાબતો એવી પણ જાહેર કરાઈ કે, 20મી એપ્રિલે ઉદ્યોગો શરૂ કરવા માટે અમુક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. 
Apr 16,2020, 14:52 PM IST
મોટી સફળતા : ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધી નાંખ્યું કોરોનાનું જીનોમ, સરકારે કરી જાહેરાત
Apr 16,2020, 11:57 AM IST
વડોદરાની પોળોમાં કોરોના પહોંચ્યો, મંત્રી યોગેશ પટેલના ભાભીને લાગ્યો ચેપ
અમદાવાદ બાદ વડોદરામાં કોરોના (corona virus) કહેર વધી રહ્યો છે. આજે વડોદરામાં વધુ 8 કેસ પોઝિટિવ આવ્યા છે. 7 શહેર માં અને એક ડભોઈ તાલુકાનો તેમાં સમાવેશ થાય છે. આ સાથે જ વડોદરા (vadodara) મા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 133 થઈ ગઈ છે. આ સાથે જ નવાપુરા અને વાડી વિસ્તારમાં પહેલીવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. 4 નાગરવાડા, 1 વાડી, 1 સલાવાડા, 1 નવાપુરા અને 1 ડભોઇ નો કેસ છે. તો બીજી તરફ, વડોદરાના પોળ વિસ્તારમાં પણ કોરોના પહોંચી ગયો છે. અમદાવાદી પોળની લેઉઆ શેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલની ભાભીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ જ અમદાવાદી પોળમાં યોગેશ પટેલ પણ રહે છે. અમદાવાદી પોળને તંત્રએ પતરા લગાવી સીલ કરી દીધી છે. 
Apr 16,2020, 9:34 AM IST

Trending news