રાહતના સમાચાર, કોંગ્રેસના MLA ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) અને શૈલેષ પરમાર સાથે એક જ ગાડીમાં સવાર થઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રીમાં મળવા જનાર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (gyasuddin shaikh) મામલે રાહતનો સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. AMCના કમિશનર વિજય નહેરાએ આ માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને કોર્પોરેટર બહરુદ્દીન શેખની તબિયત હાલ સ્થિર છે. 

રાહતના સમાચાર, કોંગ્રેસના MLA ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) અને શૈલેષ પરમાર સાથે એક જ ગાડીમાં સવાર થઈને ગાંધીનગરમાં મુખ્યમંત્રીમાં મળવા જનાર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (gyasuddin shaikh) મામલે રાહતનો સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. AMCના કમિશનર વિજય નહેરાએ આ માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને કોર્પોરેટર બહરુદ્દીન શેખની તબિયત હાલ સ્થિર છે. દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાત દિવસ પછી ફરીથી તેમનો રિપોર્ટ કઢાવવામાં આવશે. અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો રિપોર્ટ પેન્ડીગ છે. 

શૈલેષ પરમારના નામના રિપોર્ટમાં ગૂંચવાડો
વિજય નહેરાએ સ્પષ્ટ કર્યું કે, આજે પોઝિટિવ રિપોર્ટમાં જે શૈલેષ પરમાર નામની વ્યક્તિ છે, તે બીજી વ્યક્તિ છે. તે ધારાસભ્ય શૈલેષ પરમાર નથી. જમાલપુરમાં ઈમરાન ખેડાવાલાની આસપાસ બીજા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. એલજી હોસ્પિટલના એક આસિસ્ટન્ટ પ્રોફેસર, 2 રેસિડન્ટ ડોક્ટર અને એક સ્ટાફ નર્સ મળીને કુલ 4 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ ટેસ્ટમાં વાયરસનો ચેપ વધી રહ્યો છે તે સ્પષ્ટ દેખાય છે. જે લોકોમાં લક્ષણો દેખાતા નથી તેમના કેસ પણ પોઝિટિવ આવી રહ્યાં છે. 

Big Breaking: ગુજરાતમાં નવા 105 કેસ સાથે આંકડો 871 પર પહોંચ્યો, સુરતમાં એકસાથે 35 નવા કેસ

કરફ્યૂની છૂટછાટમાં વધુ લોકો બહાર ન નીકળવાની અપીલ
તેમણે જણાવ્યું કે, 1 લાખથી વધુ ઘરોમાં સ્ક્રીનિંગ કરાયું છે. સામેથી કેસો શોધી કાઢવાની સ્ટ્રેટેજીમાં સતત વધારો કર્યો છે. 50 જેટલી ટીમ ફિલ્ડમાંથી સેમ્પલ લેવાની કામગીરી કરે છે.  ત્રણદિવસ પહેલા 700 સેમ્પલ લેવાતા હતા, ત્યારે ગઈકાલે 1200 સેમ્પલ લેવાયા છે. આ રીતે કેસોની સંખ્યામાં પણ વધી રહ્યા છે. વધુ 100 કેસ આવે તેવી શક્યા છે. આ માટે તંત્ર દ્વારા તમામ કામગીરી કરાઈ છે. કોટ વિસ્તારમાં કરફ્યુ હોવા છતા 21400 જેટલા લોકોની અવરજવર થઈ છે. જેમાંથી 21 શંકાસ્પદ કેસ મળ્યા છે. પોલીસ કર્મચારીઓ આ ચેપી વિસ્તારમાં મહેનત કરીને કરફ્યુનો અમલ કરી રહ્યાં છે. 1 થી 4 દરમિયાન કરફ્યુની છૂટછાટમાં બહેનો મોટી સંખ્યામાં રોડ પર આવીને ખરીદી કરી રહ્યાં છે, જે ચિંતાજનક બાબત છે. મારી અપીલ છે કે, જરૂર હોય તો જ બહાર નીકળો. રોજ તાજી શાકભાજી ખાવાનો આગ્રહ ન રાખો. લોકો આ બાબતને ગંભીરતા નહિ રાખે તો સમસ્યા વધશે. 2857 લોકો ક્વોરેન્ટાઈન કરાયા છે. 2474 હોમ ક્વોરેન્ટાઈનમાં છે. 

ઉલ્લેખનીય છે કે, આજે બોપલમાં રહેતા AMCના આસિસ્ટન્ટ કમિશનર, AMCના એપેડેમિક સેલના એક ઓપરેટર અને વધુ એક પોલીસ કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લૉકડાઉન થયું ત્યારથી ગ્યાસુદ્દીન શેખ, શૈલેશ પરમાર તેમના વિસ્તારમાં લોકોને સમજાવવા માટે ફર્યા હતા. સીએમ બંગલે યોજાયેલી બેઠકમાં પણ તેઓ ઈમરાન ખેડાવાલા સાથે કારમાં ગયા હતા. બંનેને સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ આજે ગુરુવારે આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news