Big Breaking: ગુજરાતમાં નવા 105 કેસ સાથે આંકડો 871 પર પહોંચ્યો, સુરતમાં એકસાથે 35 નવા કેસ
ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં 42 નવા કેસ તો સુરતમાં એકસાથે 35 નવા કેસ ઉમેરાયા છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, સાથે જ નવા વિસ્તારોમાં પણ કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. લેટેસ્ટ આંકડા મુજબ, આજે ગુજરાતમાં એકસાથે કુલ 105 નવા કેસ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 871 પર પહોંચી ગયો છે. નવા કેસોમાં અમદાવાદ બાદ સુરતનો આંકડો મોટો છે. અમદાવાદમાં 42 નવા કેસ તો સુરતમાં એકસાથે 35 નવા કેસ ઉમેરાયા છે.
લોકડાઉનમાં પિતા વ્હાલસોયીનો ચહેરો ન જોઈ શક્યા, વીડિયો કોલિંગથી કર્યા અંતિમ દર્શન
આરોગ્ય સચિવે મોટી માહિતી આપતા જણાવ્યું કે, કોરોના વાયરસના બદલાતા લક્ષણો અંગે મોટો ખુલાસો કરતા તેમણે જણાવ્યું કે, ચીનના વુહનમા જે કોરોના વાયરસ હતો, તેનું ગુજરાતમાં રિસર્ચ કરાયું છે. તેમાં 3 નવા બદલાવ જોવા મળ્યા છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાંથી સારા સમાચાર મળ્યા છે. who એ 11 માર્ચ પેડેમિકની જાહેરાત કરી હતી. સૌથી પહેલું વાયરસ જીનોમ બીજિંગમાં કર્યું હતું. ત્યારબાદ ગ્લોબલી 8169 જીનોમમા થયું. જીનોમ સિક્વન્સ થયું હતું. પુણેની લેબે વાયરસનું એનેલિસીસ કર્યું છે. જીનોમ કોવિડ 19 સ્ટડી થયું છે. જીનોમ રિસર્ચના કારણે વાયરસને સમજવા મદદરૂપ થશે, તેનુ ઓરિજિન ખબર પડશે.
વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં આજે કુલ 3 મૃત્યુ નોંધાયા છે. 62 વર્ષના ભૂજના પુરુષ, બોટાદમાં 80 વર્ષના પુરુષ અને અમદાવાદમાં 60 વર્ષની મહિલાનું મોત નિપજ્યું છે. કોરોનાના વધતી જતી ચિંતા સામે ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધી કુલ 20 હજાર 204 ટેસ્ટ થયા છે. ગત 24 કલાકમાં 2971 કેસ ટેસ્ટ કર્યા હતા. જેમાં 177 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ એક મિલિયન પર 267 થાય છે, જે ભારતમાં આંકડો 177 છે. 24 કલાકમાં 2794 નેગેટિવ કેસ થયા છે.
નવા કેસ કયા વિસ્તારના
નવા પોઝિટિવ કેસ અમદાવાદના જુહાપુરા, જમાલપુર, દણીલીમડા, બેહરામપુર, બોડકદેવ, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુર વિસ્તારના છે. તો 35 કેસમાં સુરતના મન દરવાજા, કતારગામ અને રુસ્તમપુરા વિસ્તારો આવે છે. રાજકોટના નવા કેસ જંગલેશ્વર વિસ્તારના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે