મહાભારત માટે બોલિવુડના અનેક સ્ટાર્સના થયા હતા ઓડિશન, એક ફેમસ એક્ટ્રેસ બનવાની હતી દ્રૌપદી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસના કારણે લોકડાઉનનો સિલસિલો ચાલી રહ્યો છે. સરકારે તેને 19 દિવસ માટે વધારવું પડ્યું. આ સ્થિતિમાં ફરીએકવાર જૂના કાળમાં ટીવી પર વર્ષોવર્ષ રાજ કરનાર સીરિયલો ફરીથી જોવા મળી રહી છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. મહાભારત (Mahabharat) સીરિયલના સમયમાં ‘મેં સમય હું’નો અવાજ આવતો અને રસ્તાઓ સૂમસામ બની જતા હતા. જેટલુ રોમાંચક સીરિયલના પાત્રોનો અભિનય હતો, તેનાથી અનેગણુ વધુ રોમાંચક તેના પાત્રોનું સિલેક્શન હતું. તેના પડદા પાછળની વાત પણ રોમાંચક છે.
ગૂફી પેન્ટલ પાસે હતી મોટી જવાબદારી
સીરિયલમાં શકુનીનુ પાત્ર ભજવનાર ગુફી પેન્ટલ સમગ્ર મહાભારતનો જીવ હતા. તેમનુ પાત્રે સૌથી અમર રહ્યું અને ભાંજે બોલવાની સ્ટાઈલ ઘર-ઘરમાં ફેમસ થઈ ગઈ. ગુફી પેન્ટલે માત્ર શકુનીની જ નહિ, પરંતુ પડદા પાછળ પણ અનેક જવાબદારીઓ ભજવી હતી. તેઓ સીરિયલના એસોસિયેડ ડાયરેક્ટર પણ હતા.
આ ઉપરાંત કાસ્ટિંગનું કામ પણ તેઓ જોતા હતા. પ્રોડક્શન ડિઝાઈનરનું કામ પણ જોતા હતા. તેઓએ અનેક એપિસોડ ડાયરેક્ટર કર્યા હતા. મહાભારત સીરિયલ બનાવવા માટે તેઓએ કાસ્ટના સિલેક્શન માટે લગભગ 5000 લોકોના ઓડિશન લીધા હતા. અનેક મોટા પાત્રો માટે વારંવાર ઓડિશન લીધા. આ સિલેક્શન જ મીલનો પત્થર સાબિત થયો હતો.
ગોવિંદા અને જુહી ચાવલા પણ જોવા મળત
મહાભારતના જે પાત્રોએ સૌથી વધુ જાદુ વિખેર્યો તે માટે પાત્રોના સિલેક્શનની પાછળ પણ રસપ્રદ કહાની છે. આ લિસ્ટમાં આવે છે અભિમન્યુનું નામ. અભિમન્યુનો રોલ ભલે એક કે બે એપિસોડ પૂરતો મર્યાદિત હતો, પરંતુ તે કહાની બદલી દે તેવુ પાત્ર છે. આ પાત્ર માટે ગોવિંદાએ પણ ઓડિશન આપ્યું હુતં. કહેવાય છે કે, તેમની કાસ્ટિંગ અભિમન્યુના રોલ માટે થઈ રહી હતી. પરંતુ તેઓને મોટા બેનરની ફિલ્મો મળી અને તેમને નાના પડદા પર આવવાની ના પાડી. આ રીતે જ જુહી ચાવલાનું પણ ઓડિશન થયું હતું.
જુહી ચાવલાને દ્રોપદીના પ્રમખુ પાત્ર માટે લેવાની વાત ચાલી રહી હતી. બાદમાં આ રોલ રૂપા ગાંગુલીના હિસ્સામાં આવ્યો હતો. જુહી પણ કોઈ ફિલ્મમાં જતી રહી હતી. સીરિયલમાં ચંકી પાંડેનું ઓડિશન પણ થયું હતું.
આવી રીતે મળ્યા હતા શ્રીકૃષ્ણ
સીરિયલમાં યુધિષ્ઠરનુ પાત્ર ભજવનાર ગજેન્દ્ર ચૌહાણને સીધેસીધુ યુધિષ્ઠિરનું પાત્ર મળ્યું ન હતું. તેમના પહેલા કૃષ્ણનો રોલ મળ્યો હતો. આ રીતે નીતિશ ભારદ્વાજ પહેલા વિદુરના પાત્રમાં જોવા મળવાના હતા. પરંતુ કૃષ્ણ તરીકે ગજેન્દ્ર ચૌહાણમાં સરળતા દેખાઈ રહી હતી, પરંતુ ચપળતા નહિ. તો વિદુર તરીકે નીતિન ભારદ્વાજનો અવાજ સરળ હતો, પરંતુ ઉપદેશક નહિ. 24 વર્ષના યુવકમાં વિદુર જેવી ગંભીરતા દેખાઈ રહી ન હતી. એક દિવસે રવિ ચોપડાએ સેટ પર નીતિશ ભારદ્વાજને હસતા જોયા. તેના બાદ તેઓને લાગ્યું કે, 24 વર્ષનો યુવક વિદુરનુ પાત્ર નહિ ભજવી શકે. ત્યારે તેમની કાસ્ટ ચેન્જ થઈ. કૃષ્ણ બન્યા નીતિશ, યુધિષ્ઠર બન્યા ગજેન્દ્ર ચૌહાણ ને પછી વિદુરની પસંદગી વિરેન્દ્ર રાજદાન પર અટકી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે