17 june news

50 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં મેળા નહિ યોજાય : સૂત્ર

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન 100 જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના 100 જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં 5 દિવસીય આ લોક મેળામાં કુલ 10 લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

Jun 17, 2020, 03:32 PM IST

વડોદરામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન આક્રમક બન્યું, હાઈવે પર ચક્કાજામ કરીને ટાયર સળગાવ્યા

સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે ગુજરાત કોંગ્રેસ જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આજે અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. તો અનેક જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોએ દુમાડ ચોકડી પાસે હાઇવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાએ હાઇવે પર ટાયર સળગાવ્યા હતા. પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટની આ માટે અટકાયત કરી છે. વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસ કાર્યકરો ટ્રક પર ચડ્યા હતા અને હાઇવેના વાહનોને રોક્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.

Jun 17, 2020, 02:51 PM IST

અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવાયો નથી : ગૃહરાજ્યમંત્રી

આ વર્ષે ભગવાન જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળશે કે નહિ તે અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 20મી જૂનના રોજ નીકળનારી રથયાત્રા પરંપરાગત રીતે અમદાવાદ સહિત અનેક સ્થાનો ઉપર નીકળતી હોય છે. અમદાવાદ શહેર અને રથયાત્રાનો રૂટ ઉપર વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ હતા, પણ રાજ્ય સરકારની સત્તાને કારણે તેમાં ઘટાડો કરવાની સફળતા મળી છે. જો રથયાત્રા કાઢવામાં આવે તો સોશિયલ જાળવવું અઘરું બને. તેમજ સૌથી વધારે અમદાવાદના કેસ છે. રથાયત્રાના રુટ પર કોરોનાના 1600 જેટલા કેસ હતા.  રથયાત્રાના માર્ગ ઉપર 25 જેટલા કન્ટેનમેન્ટ આવેલા છે. જો ધ્યાન રાખવામાં ન આવે તો ફરી પાછો કોરોના પોઝિટિવનો વધારો થવાની શક્યતા છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિના અભ્યાસ કર્યા બાદ હાલના તબક્કે રથયાત્રાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આ અંગે રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય કરશે.અમદાવાદ શહેરની અંદર કોરોના ઘટાડવાની અંદર જે સફળતા મળી છે, આપણે જીવ બચાવવા સફળ રહ્યા છે, તો હવે ફરી રોગનું સંક્રમણનો વ્યાપ ન થાય તે આધાર ઉપર જ નિર્ણય કરાશે. 

Jun 17, 2020, 02:03 PM IST

રાજ્યસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસ-ભાજપે પોતાના ધારાસભ્યોને તાત્કાલિક બોલાવી લીધા

ત્રણ મહિના સુધી ચાલેલા રાજ્યસભા ચૂંટણીના રસાકસીભર્યાં રાજકારણનો 19 જૂનના રોજ અંત આવશે. શુક્રવાર 19 જૂનના રોજ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે બે દિવસ પહેલા જ બંને પક્ષો સક્રિય થઈ ગયા છે. બંને પક્ષોએ પોતાપોતાની રણનીતિ નક્કી કરવાનુ શરૂ કર્યું છે. તો બીજી તરફ ગાંધીનગર અને અમદાવાદમાં મોટાપાયે હલચલ જોવા મળી રહી છે.

Jun 17, 2020, 01:05 PM IST

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે અનેક જિલ્લાઓમાં કોંગ્રસનું પ્રદર્શન, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે ગુજરાત કોંગ્રેસ જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આજે અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. તો અનેક જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. 

Jun 17, 2020, 12:03 PM IST

87 દિવસ બાદ ખૂલ્યા સાળંગપુર મંદિરના દ્વાર, પણ આરતીનો લ્હાવો નહિ મળે ભક્તોને

કોરોના વાયરસને પગલે કરાયેલા લોકડાઉન બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દુર્લભ થઈ ગયા હતા. 8 જૂનથી મંદિરોના દરવાજા ખૂલ્યા હતા. ત્યારે બોટાદમાં 87 દિવસ બાદ સાળંગપુર હનુમાનજી મંદિર (salangpur hanuman temple) ના દ્વાર ખૂલ્યા છે. આજે મંદિરમાં આવનાર તમામ દર્શનાર્થીઓ માટે માત્ર દર્શનનો જ લ્હાવો લઈ શકશે. દર્શનાર્થીઓને આરતીનો લાભ નહિ મળી શકે. આરતી સમયે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે. 

Jun 17, 2020, 10:50 AM IST

અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીમાં સ્યૂસાઈડ કરતા ચકચાર, વૃક્ષ પર લટકતો મળ્યો મૃતદેહ

ગુજરાત યુનિવર્સિટીનો હોસ્ટેલમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હોસ્ટેલમાં રહેતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ હોસ્ટેલના B બ્લોક પાસે ફકીર ઝાદ સેકીબ નામના અફઘાની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થી સોમલલિત કોલેજમાં BBA નો અભ્યાસ કરી રહ્યો હતો. પોલીસે આત્મહત્યાના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. હાલ તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અસારવા સિવિલ ખાતે ખસેડાયો છે. ફકીર ઝાદ સેકીબની ઉંમર 24 વર્ષ હતી. તે BBA ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 2015 માં તે ભારતમાં આવ્યો હતો. તેમજ 

Jun 17, 2020, 10:01 AM IST

સુરત APMC માટે કચરો બન્યું કરોડોની કમાણીનું સાધન, જાણો કેવી રીતે

વેસ્ટનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુ બનાવી લાખો રૂપિયાની આવક મેળવવાનો કીમિયો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ શોધી કાઢ્યો છે. અત્યાર સુધી દરરોજ એપીએમસી માર્કેટમાં 40 થી 50 ટન સુધી શાકભાજીનું વેસ્ટ ભેગું થતું હતું. જેને હટાવવા માટે લાખો રૂપિયા મહાનગર પાલિકાને આપવામાં આવતા હતા. આજ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવી કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે APMC ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી એપીએમસી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.

Jun 17, 2020, 09:14 AM IST

એક મોર સાથે વાડી માલિકને ગાઢ મિત્રતા થઈ ગઈ, કિસ્સા એવા કે ચર્ચા થઈ ચારેકોર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના છેવાડે વાવડી નામનું એક ગામ આવેલું છે, આ ગામના પાદરમાં દશરથસિંહ ગોહિલ નામના વ્યક્તિની વાડી આવેલી છે, જ્યાં રોજ અનેક મોર આવતા હોય છે, ત્યારે એમાંના એક મોર સાથે વાડી માલિકને ગાઢ મિત્રતા થઈ ગઈ છે. અને આ મિત્રતા પણ એવી છે કે, એ મિત્રને સાદ પાડતા જ મિત્ર દોડી આવે છે. એટલું જ નહિ, વાડીના માલિક દશરથસિંહ પોતાની વાડીએ આવે ત્યારે આ મોર તેઓને આવકારવા છેક દરવાજા સુધી જાય છે. જાણે મહેમાનને આવકારતા હોય તેમ તેમની સાથે સાથે ચાલતો આવે છે.

Jun 17, 2020, 08:39 AM IST

મિથુન રાશિનું સૂર્યગ્રહણ આપત્તિ-આર્થિક અધોગતિ લાવશે, નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું

21 જૂનના રોજ દુનિયામાં 2020નું પહેલુ સૂર્યગ્રહણ જોવા મળવાનું છે. જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ (solar eclipse 2020) થાય છે, તો ચંદ્ર પૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દે છે. જ્યારે આંશિક અને કંકણાકૃતિ ગ્રહણમાં સૂર્યનો માત્ર એક ભાગ છુપાઈ જાય છે. 21 જૂનના રોજ જોવા મળનાર ગ્રહણ કંકણાકૃતિ ગ્રહણ  (Annular eclipse) હશે, જેમાં સૂર્ય વલયાકાર દેખાશે. આવી સ્થિતિમાં જ્યારે ગ્રહણ ચરમ પર હોય છે, તો સૂર્ય કોઈ ચમકતી બંગડી કે અંગુઠીની જેમ નજર આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ આ સૂર્યગ્રહણ અતિમહત્વનું હોય છે. 

Jun 17, 2020, 08:03 AM IST

સુરતના જગન્નાથ માટે વાઘા આવ્યા વૃન્દાવનથી, હિન્દુ-મુસ્લિમ કારીગરોએ સાથે મળીને બનાવ્યા

સુરતમાં અષાઢી બિજના દિવસે જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્ચા માટે નીકળશે ત્યારે કોમી એકતાનું પ્રતિક જોવા મળશે. કારણ કે આ વખતે ભગવાન જગન્નાથના વાઘા વૃંદાવનથી મુસ્લિમ અને હિન્દુ કારીગરો દ્વારા તૈયાર કરાવવામા આવ્યા છે. આ વાઘાની કિંમત રૂપિયા 2 થી 3  લાખ ગણવામા આવી રહી છે.

Jun 17, 2020, 07:35 AM IST