17 may news News

નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે
નવા રંગ નવા રૂપ સાથે લોકડાઉન 4 ગુજરાતમાં અમલ થવા જઈ રહ્યું છે. ત્યારે પ્રજાજોગ સંબોધનમાં નવી ગાઈડલાઈન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકારે રાજ્ય સરકાર પર છૂટછાટ નિર્ણય કરે તેવુ સૂચવ્યું છે. કન્ટેન્મેન્ટ અને નોન-કન્ટેન્ટમેન્ટ ઝોન આધારિત નિર્ણયો થશે. ગાઈડસાઈન અનુસાર, આવતીકાલે તમામ શહેરોના કલેક્ટર, કમિશનર ડીડીઓ બધા સાથે મળીને પોતાના ઝોનની માહિતી આપશે. આવતીકાલે રાજ્ય સરકાર તેને ફાઈનલ કરશે. નોટિફિકેશનનો અમલ મંગળવારથી શરૂ થશે, આવતીકાલે લોકડાઉન 4ના નિયમો જાહેર કરાશે. તેમણે કહ્યું કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આવતીકાલે નક્કી કરાશે. 
May 18,2020, 6:14 AM IST
JEE, NEET અને GUJCETના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ કરી ખાસ વ્યવસ્થા
હાલમાં કોરોના ના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેમાં ખાસ કરીને રાજ્યના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ JEE, NEET, Gujcet જેવી તમામ પરીક્ષાઓનું ઘરે બેઠા જ માર્ગદર્શન પ્રાપ્ત કરી શકે તે માટે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડે વિશિષ્ટ આયોજન હાથ ધર્યું છે. આ આયોજન અંતર્ગત ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા રેકોર્ડિંગ કરીને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો હાલમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. તૈયાર થનાર આ શૈક્ષણિક કાર્યક્રમો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની youtube ચેનલ જીએસએચએસઈ બી ગાંધીનગર પર અપલોડ કરાશે. આ કાર્યક્રમો અપલોડ થતા JEE, NEET, ગુજસેટ જેવી પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓ આ કાર્યક્રમોનો ઘરે બેઠા તમામ પરીક્ષાઓનું માર્ગદર્શન ઘરે બેઠા જ સરળતાપૂર્વક મેળવી શકશે.
May 17,2020, 20:17 PM IST

Trending news