18 જુલાઈના સમાચાર News

બોટાદમાં ખૂટી પડ્યા ઓક્સિજન બેડ, દર્દીઓને ભાવનગર-અમદાવાદ ખસેડાયા
બોટાદ જિલ્લાની સાળંગપુર કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના નામે મીડું જોવા મળ્યું છે. જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી. ઓક્સિજન બેડ ઓછા હોવાના કારણે દર્દીઓને ભાવનગર અને અમદાવાદ ખસેડવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં સફાઈ તેમજ સમયસર ડોક્ટરો દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવતી નથી. કોરોના પોઝિટિવ દર્દી માટે બનાવવામાં આવતી રસોઈમાં પણ બેદરકારી જોવા મળી છે. માસ્ક પહેર્યા વગર રસોડાના સ્ટાફ હોસ્પિટલમાં આમતેમ ફરી રહેલો જોવા મળ્યો. કોવિડ 19 હોસ્પિટલના નર્સ સહિત રસોઈ પહોંચાડતો સ્ટાફ પણ માસ્ક વગર જોવા મળ્યા. હોસ્પિટલમાં રહેલા દર્દીઓ અને દર્દીઓના સગાઓએ આ માહિતી મીડિયાને આપી હતી. ગઈકાલે ઓક્સિજન બેડ ન હોવાના કારણે બોટાદના દર્દી 2 કલાકથી વધુ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સ બેઠા રહ્યા. જો આવીને આવી સ્થિતિ રહેશે તો બોટાદ જિલ્લામાં પરિસ્થિતિ વધુ વકરી શકે છે. 
Jul 18,2020, 15:26 PM IST
રાજકોટના વેપારીઓએ સરકાર પાસેથી મગફળી અને તેની પ્રોડક્ટના એક્સપોર્ટ પર ઈન્સેન્ટિવની ક
સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના હોદ્દેદારો ગઇકાલે મુખ્યમંત્રીને પત્ર લખી રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં સોમના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મગફળીના નિકાલ અને નિકાસ બાબતે ચર્ચા કરી હતી. બાદમાં આજે સોંમાના પ્રમુખ સમીર શાહે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે, મુખ્યમંત્રીએ આ બાબતે રસ દાખવી અશ્વિની કુમાર સાથે સંપર્કમાં રહેવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મગફળીનું રેકોર્ડ બ્રેક વાવેતર વર્ષ 2004 પછી સૌથી વધુ આ વર્ષે થયું છે. 17 વર્ષ બાદ સૌથી વધુ વાવેતર ચાલુ વર્ષે અંદાજીત 20 લાખ હેકટરમાં થયું છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે ગુજરાતમાં મગફળીનું 15 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું.
Jul 18,2020, 13:45 PM IST
કોરોના ઈફેક્ટ : જામનગર-અમરેલીમાં ચાની લારી અને પાનના ગલ્લા પર પ્રતિબંધ
Jul 18,2020, 7:58 AM IST

Trending news