5 એપ્રિલના સમાચાર News

જીવ જોખમમાં મૂકીને કોરોનામાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય
કોરોના વાયરસની સામેની જંગમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે રોજેરોજ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે જાહેરાત કરાઈ કે, સરકાર દ્વારા મહાનગરપાલિકાના અને નગરપાલિકાના સફાઈકર્મીઓ માટે રૂ. 25 લાખનું વીમા કવચ લેવાશે. મહેસુલી વિભાગના કર્મચારીઓ પણ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આ કર્મચારીઓ માટે પણ 25 લાખનું વીમા કવચ લેવાનો નિર્ણય કરાયો છે. 17 હજારથી વધુ પરવાના ધારકો અને વિભાગના કર્મચારીઓને 25 લાખનું વીમા કવચ અપાશે. સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ કરતા દુકાન ધારકોનું કોરોનાને કારણે મૃત્યુ થાય તો તેમને પણ 25 લાખ રૂપિયાની સહાય આપવાના નિર્ણયો કર્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કર્મચારીઓ માટે આ નિર્ણય લીધો છે, જેમાં આરોગ્ય કર્મચારીઓનો પણ સમાવેશ કરાશે. 
Apr 5,2020, 16:39 PM IST
દેશના આ 10 રાજ્યોમાં લોકડાઉન ખૂલ્યા બાદ પણ પગ ન મૂકતા, હાલત છે અતિ ગંભીર
હાલ આખો દેશ કોરોના વાયરસ (Corona Virus) સામે ઝઝૂમી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 3500થી વધુ કિસ્સા સામે આવ્યા છે. અત્યાર સુધી કુલ 77ના મોત નિપજ્યા છે. દેશમાં 21 દિવસનું લોકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. કોરોના વાયરસની સામે જંગ ચાલુ જ છે. કોરોનાને હરાવવાના તમામ પ્રયાસો ચાલી રહ્યાં છે. આવામાં દેશના 10 રાજ્યો એવા છે, જે હાલ કોરોનાના હોટ સ્પોટ બની ગયા છે. આ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રાજ્યોના લોકોએ હાલ સૌથી વધુ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. 14 એપ્રિલના રોજ લોકડાઉન પૂરુ થઈ રહ્યું છે. આવામાં આ રાજ્યોમાં જવાથી તમારે બચવુ જોઈએ. જ્યા સુધી અહી કોરોના જડમૂળથી નાબૂદ ન થઈ જાય, ત્યાં સુધી અહીં જવુ હિતાવહ નથી. 
Apr 5,2020, 13:17 PM IST
સુરત : શાકભાજી લેવા 10 હજારના ટોળું ઉમટ્યા બાદ આખરે તંત્ર જાગ્યું
Apr 5,2020, 12:27 PM IST
તમે રિસ્કમાં છો કે નહિ તે જણાવતી આ સરકારી appએ રેકોર્ડ તોડ્યો, 3 દિવસમાં 80 લાખ ડાઉન
Apr 5,2020, 10:05 AM IST
લોકડાઉનને કારણે કચ્છના ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાયો
કોરોના વાયરસ (corona virus) ની મહામારી હાલ સમગ્ર દેશમાં ફેલાઈ છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું lockdown જાહેર કર્યું છે. જેના લીધે ગુજરાત રાજ્યની અને જિલ્લાની સરહદો પણ સીલ કરી દેવાઈ છે. લોકોના અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે કચ્છ જિલ્લાના નખત્રાણા ગામે ઝી 24 કલાકે લોકડાઉન વચ્ચે ખેડૂતોનો અહેવાલ મેળવ્યો હતો. નખત્રાણા તાલુકો બાગાયતી ખેતીનું હબ ગણાય છે. અહીં 10 કિલોમીટરની ત્રિજ્યામાં મોટી માત્રામાં દાડમ (pomegranate) નું વાવેતર કરવામાં આવ્યું છે. હજારો ટન દાડમનો પાક થયો છે. પરંતુ ઈમરજન્સી અને પ્રતિબંધને કારણે ખેડૂતોનો દાડમનો તૈયાર પાક એકાદ અઠવાડિયા બાદ સડવા માંડશે એવી ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે. 
Apr 5,2020, 8:58 AM IST
રવિવારે કોરોનાના સૌથી મોટા સમાચાર અમદાવાદથી, 6 તબગિલી જમાતીના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદના કોરોના (corona virus) પોઝિટિવ દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે રવિવારની સવારે અમદાવાદ (Ahmedabad) કોરોના (corona virus) મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તબલિગી જમાત (tablighi jamaat) ના વધુ 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું ખૂલ્યું છે. આ તમામ દર્દીઓ દરિયાપુર વિસ્તારમાં છે. દરિયાપુર વિસ્તારમાંથી તબગિલી જમાત સાથે કનેક્શન ધરાવતા 29 લોકોના સેમ્પલ લેવાય હતા, જે પૈકીના 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે, આ મામલે તંત્ર દ્વારા સત્તાવાર જાહેરાત થઈ નથી. દર્દીઓના નામ કે હિસ્ટ્રી સામે આવ્યા નથી. પરંતુ તમામ દર્દીઓનું જમાત સાથેનું કનેક્શન હોવાનું જાણવા મળ્યું છે.
Apr 5,2020, 8:22 AM IST

Trending news