Air india plane crash News

ભારતમાં કોઝીકોડ જેવા અન્ય રનવે પણ એવા છે, જ્યાં લેન્ડિંગ છે અતિ ખતરનાક
કોરોના મહામારી દરમિયાન શુક્રવારની સાંજ દુખદ બની હતી. દૂબઈથી આવેલું એર ઈન્ડિયાનું વિમાન કોઝીકોડ એરપોર્ટ (KozhikodeAirCrash) ના રનવે પર લપસી પડ્યું હતું અને આગળ વધીને ઘાટીમાં પડ્યું હતું. ઘટના એટલી ભયાવહ હતી કે, તેની તસવીરોથી જ અંદાજ લગાવી શકાય છે. પ્લેન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘટનાને લઈને તપાસના આદેશ છૂટ્યા છે. પરંતુ પહેલી નજરમાં આ ભીષણ દુર્ઘટનાનું એક ભૌગોલિક કારણ પણ છે. કોઝીકોડના કારીપુર નામના સ્થાન પર બનેલ આ એરપોર્ટ ઘાટી અને પહાડીઓની વચ્ચે બનેલું છે. એટલે કે, રનવે માટે પૂરતો એરિયા નથી. આવામાં વિમાનને ટેકઓફ કરવા કે લેન્ડિંગ કરવા માટે લાંબો રનવે ટ્રેક મળતો નથી. જેથી અસાવધાની થઈ અને તેનુ પરિણામ આ દુર્ઘટના હતી. 
Aug 8,2020, 8:46 AM IST

Trending news