Amazing News

ભેજાબાજ ચોર એવી રીતે મોબાઇલની કરતો ચોરી કે કલાકો સુધી પીડિતને ખબર પણ નહોતી પડતી
સેટેલાઈટ પોલીસે એક ગ્રેજયુકેટ ચોરની ધરપકડ કરી છે. આરોપી રુપિયા માટે નોકરી છોડી ચોરીના રવાડે ચઢ્યો અને વસ્ત્રાપુર,સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં માત્ર મોબાઈલની ચોરી કરતો હતો. નોંધનીય છે કે આરોપીની મોડસ ઓપરેન્ડી પણ અજીબો ગરીબ હતી અને જેથી કોઈને શંકા પણ જતી ન હતી. કોણ છે આ શખ્સ કેવી હતી મોબાઈલ ચોરીની મોડસ ઓપરેન્ડી જોઇને તમારો કોઇના પર દયા કરવા પરથી વિશ્વાસ જ ઉઠી જશે. પોલીસ ગિરફતમાં ઉભેલ આ શખ્સનુ નામ છે જય દુધાત. આરોપી છેલ્લા થોડાક સમયથી અમદાવાદના પોશ વિસ્તારમાં પી.જી તરીકે રહી રહેતો હતો, ચોરીની ઘટનાઓે અંજામ આપતો હતો. પોલીસે આરોપી પાસેથી 8 જેટલા મોંધા મોબાઈલ પણ કબ્જે કર્યા છે. જો કે આરોપીએ ગત જુલાઈ  2019 થી કુલ 31 જેટલા મોબાઈલ ચોરી કર્યાની કબુલાત કરી છે.
Mar 13,2020, 17:03 PM IST

Trending news