અમૂલે રચ્યો ઇતિહાસ, હવે અમેરિકામાં પણ લોકો હોંશે હોંશે પીશે ભારતીય દૂધ

અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પહેલી એન્ટ્રી છે. ભારતમાં રોજ લાખો લીટર તાજા દૂધને સપ્લાય  કરનાર અમૂલ બ્રાન્ડ હવે અમેરિકામાં પણ પોતાનો જલવો દેખાડશે. અમૂલ બ્રાન્ડ અહીં ફ્રેશ મિલ્ક સેગમેન્ટમાં કામ કરશે. 

અમૂલે રચ્યો ઇતિહાસ, હવે અમેરિકામાં પણ લોકો હોંશે હોંશે પીશે ભારતીય દૂધ

અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા...હવે ઈન્ડિયા જ નહીં અમેરિકાવાળા પણ આ ગીત ગાશે. અમૂલ દૂધ પીતા હૈ અમેરિકા.....કારણ કે હવે ગુજરાતની વિખ્યાત બ્રાન્ડ અમૂલનું દૂથ અમેરિકામાં પણ લોકો મજા લઈને પીશે. આ સાથે જ અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક નવો ઈતિહાસ પણ રચી નાખ્યો છે. અમેરિકામાં કોઈ પણ ભારતીય ડેરી બ્રાન્ડની આ પહેલી એન્ટ્રી છે. ભારતમાં રોજ લાખો લીટર તાજા દૂધને સપ્લાય  કરનાર અમૂલ બ્રાન્ડ હવે અમેરિકામાં પણ પોતાનો જલવો દેખાડશે. અમૂલ બ્રાન્ડ અહીં ફ્રેશ મિલ્ક સેગમેન્ટમાં કામ કરશે. 

108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ
અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)એ અમેરિકાની 108 વરષ જૂની ડેરી 'મિશિગન મિલ્ક પ્રોડ્યૂસર્સ એસોસિએશન' સાથે ડીલ કરી છે. આ અંગે જીસીએમએમએફના મેનેજિંગ ડાઈરેક્ટર જયેન મહેતાએ કો ઓપરેટિવની એન્યૂઅલ મિટીંગમાં જાહેરાત કરી. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે અમૂલ બ્રાન્ડની ફ્રેશ મિલ્કની રેન્જને ભારત બહાર અમેરિકા જેવા માર્કેટમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે.

Gujarat Co-operative Milk Marketing Federation's Managing Director Jayen Mehta says, "I am… pic.twitter.com/jJYViW7Ane

— ANI (@ANI) March 23, 2024

આટલા પેકેજિંગમાં મળશે અમૂલ મિલ્ક
અમૂલ મિલ્કને અમેરિકામાં એક ગેલન (3.8 લીટર) અને અડધા  ગેલન (1.9 લીટર)ના પેકમાં વેચશે. અમેરિકામાં 6%ફેટવાળું  અમૂલ ગોલ્ડ બ્રાન્ડ, 4.5% ફેટવાળું અમૂલ શક્તિ બ્રાન્ડ, 3% ફેટવાળું અમૂલ તાજા અને 2% ફેટવાળું અમૂલ સ્લિમ બ્રાન્ડ જ સેલ કરવામાં આવશે. આ બ્રાન્ડ્સને હાલ ઈસ્ટ કોસ્ટ અને મિડ વેસ્ટ માર્કેટમાં વેચવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news