appeals

SURAT: કમિશ્નરે સુરતીઓને ટુ માસ્ક પોલિસી લાગુ કરવા કરી અપીલ, જાણો શું છે આ નવી પોલિસી

શહેરમાં વકરી રહેલા સંક્રમણને નિયંત્રણમાં લાવવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ટુ-માસ્ક પોલિસીનો અમલ કરવા માટે અપીલ કરી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં વકરી રહેલા સંક્રમણને નિયંત્રણમાં લાવવા શહેરીજનોને ‘ટુ-માસ્ક પોલિસી’ અપનાવવા અનુરોધ કર્યો હતો. જે અંતર્ગત પ્રથમ નાકની ઉપર માસ્ક વ્યવસ્થિત રીતે પહેરવા જયારે બીજુ 'ઇમ્યુનિટી માસ્ક' એટલે કે ડોક્ટરોની સલાહ પ્રમાણે શરીરના ઈમ્યુનિટી વધારવા માટે વિટામીન ડી, સી અને ઝિંકનું જે પ્રમાણ વધે તેવા પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો.

Apr 17, 2021, 09:44 PM IST

રાજ્યપાલે ભાભરને ગૌશાળાને 30 એકર જમીન અને 11 લાખ રૂપિયાનું દાન કર્યું, પ્રાકૃતિક ખેતી માટે કરી અપીલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બનાસકાંઠામાં ભાભર ખાતે આવેલી જલારામ ગૌશાળા ની મુલાકાત લીધી હતી. જ્યાં અત્યાધુનિક પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું હતું, સાથે સાથે 30 એકર જમીન પણ ગૌશાળાને અર્પણ કરી હતી. રાજ્યપાલે ગૌશાળાની સમીક્ષા કરી ગૌવંશને બચાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી કરવા માટે પણ લોકોને આહ્વાન કર્યું હતું. 

Mar 14, 2021, 05:45 PM IST

Jamnagar: મંત્રી આર.સી ફળદુએ કોરોનાની વેક્સિન લીધી, તમામ નાગરિકોને પણ કરી ખાસ અપીલ

* રસીકરણ ઝુંબેશને લોકોનો બહોળો પ્રતિસાદ
* કૃષિમંત્રી  આર.સી.ફળદુએ કોરોના પ્રતિરોધક રસી મૂકાવી
* કોમોર્બીડ ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રસીકરણની પ્રક્રિયા ચાલુ

Mar 11, 2021, 04:22 PM IST

રાજ્યપાલે વેડ ગામે સ્વચ્છતા અભિયાન કર્યું, સુરતી નાગરિકોને શહેરને વધારે સ્વચ્છ બનાવવાની અપીલ કરી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તાપી કિનારે આવેલા વેડ ગામ ખાતે સુરત મહાનગરપાલિકા અને વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના સહયોગથી આયોજિત 'સ્વચ્છતા અભિયાન'માં સહભાગી થયાં હતાં. તેમણે તાપી તટે સફાઈકર્મીઓ અને સ્વચ્છાગ્રહી સુરતવાસીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. રાજ્યપાલના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ અને સિદ્ધનાથ મંદિરને કચરાપેટી સહિતની સફાઈ કીટ અર્પણ કરવામાં આવી હતી. 

Feb 25, 2021, 09:00 PM IST

દિવાળી સમયે પોલીસ દ્વારા કરવામાં આવી ખાસ વ્યવસ્થા, નાગરિકોને કરવામાં આવી અપીલ

* દિવાળીનાં પર્વને લઇને પોલીસે એલર્ટ
* ફટાકડાનાં વેચાણને લઇને જાહેરનામું
* PESO નાં સીમ્બોલ ધરાવતા ફટાકડાની પરવાનગી
* શહેરમાં 16 વેપારીઓને ફટાકડાનાં લાઇસન્સ અપાયા 

Nov 13, 2020, 12:04 AM IST

શિયાળાની શરૂઆત સાથે જ CORONA બેખોફ: નાગરિકોને વધારે સાવચેત રહેવા માટે અપીલ

શિયાળાની શરૂઆત સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. અમદાવાદનાં અર્બન હેલ્થ સેન્ટર અને કોર્પોરેશન દ્વારા ઉભા કરાયેલા ડોમમાં મોટા પ્રમાણમાં લોકો ટેસ્ટિંગ કરાવવા માટે ઉમટી રહ્યા છે. ભારે ભીડ ડોમની બહાર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ 1000ની નીચે ગયા બાદ અચાનક છેલ્લા 3 દિવસથી ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 30 થી 35% જેટલા કોરોનાના કેસોમાં વધારો થયો છે. 

Nov 9, 2020, 05:02 PM IST

રાજકોટ મનપા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા તમામને ક્વોરન્ટાઇન થવા અપીલ

કોરોના મહામારી દિવસેને દિવસે વધારે વિકરાળ અને વિકટ થતી જઇ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના ખુબ જ વકરી રહ્યો છે. અનલોક બાદ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને નાના ગામડાઓમાં કોરોનાની સ્થિતી સતત વિકટ થતી જઇ રહી છે. કોરોનાએ હવે જાણે રાજકીય યાત્રા શરૂ કરી હોય તેમ એક પછી એક નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. પક્ષ અને વિપક્ષનાં અનેક નેતાઓ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે.

Sep 1, 2020, 10:34 PM IST