સુરતમાં 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ, સામાન્ય બોલાચાલીમાં જીવ ગુમાવ્યો

સુરતમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો  છે. સામાન્ય બાબતમાં એક 22 વર્ષીય યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતમાં 22 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ, સામાન્ય બોલાચાલીમાં જીવ ગુમાવ્યો

પ્રશાંત ઢિવરે, સુરતઃ  કહેવાય છે કે મિત્રતા એક એવો સંબંધ છે..જે ગમે એવા કપરા સમયમાં તમારી સાથે આવીને ઉભો રહે..પરંતું મિત્રતાના આ સંબંધને લાંછન લગાડતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. સુરતમાં એક નાની અમથી વાત બની મિત્રની હત્યાનું કારણ...કઈ રીતે જુઓ આ અહેવાલમાં.

બનાવની વિગતે વાત કરીઓ તો સુરતના ઉધના ખાતે આવેલા ભીમ નગરમાં રહેતો 22 વર્ષીય દિપક ગવાને ગત રોજ જ પોતાના વતનથી પરત ફર્યો હતો. રાત્રી દરમિયાન દિપકના જ ઘર પાસે રહેતો તેનો મિત્ર તેને બાઈક પર બેસાડીને ડીંડોલી નવાગામ ખાતે આવેલ ગાયત્રીનગર સોસાયટી પાસે લઈ ગયો.ત્યાં બંટી અને તેના મિત્રો જોડે બોલચાલ થઈ હતી. બંને જૂથ વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા એક બીજા પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જેમાં બંટી નામના આરોપીએ ચપ્પુ વડે દિપક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ ડીંડોલી પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

ઘટના અંગે વિસ્તારથી જણાવતા શહેર પોલીસ ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું  કે રાત્રિ દરમિયાન 8.30 વાગ્યાના અરસામાં બંને વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. મૃત્યુ પામનાર ઉધના SMC આવાસમાં રહે છે. ગત રોજ રાત્રી 8:30 વાગ્યાના અરસામાં મિત્રો સાથે ડિંડોલી વિસ્તારમાં બેઠા હતા ત્યારે બંને વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી અને તે હત્યામાં પરિણમી હતી..આ ઘટનામાં કેટલાક બાળકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે....ઉલ્લેખનીય છે કે મરણજનાર દિપક ગવાને મૂળ મહારાષ્ટ્રના જલગાવ નો વતની છે સુરત શહેરના ઉધના ખાતે આવેલ ભિમ નગર આવાસમાં છેલ્લા કેટલાક વર્ષથી રહેતો આવી રહ્યો છે. દીપક ગત રોજ પોતાના વતન થી સુરત ખાતે આવ્યો હતો

હત્યા અને ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોને જાણે કે કાયદાનો બિલકુલ ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે..ત્યારે હાલતો સમગ્ર ઘટના મામલે પોલીસે આરોપી બંટી અને બંને સગીર વયના બાળકોની અટકાયત કરી કાર્યવાહિ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news