Child abduction News

શિવાંશની રિયલ માતાનો થયો ખુલાસો, જેના સચિન સાથે હતા લગ્ન બાદના સંબંધ
Oct 10,2021, 12:53 PM IST
શિવાંશના પિતા મળ્યા : પૂછપરછમાં આજે મોટા ભેદ ખૂલશે, પત્નીએ પતિના લફરા અને બાળક વિશે
ગાંધીનગરના પેથાપુરમાંથી તરછોડેલા બાળકના પિતા સચિન દિક્ષિતને પોલીસે દબચી લીધો છે. સચિનની પત્નીને સાથે રાખી પોલીસે હવે તપાસ કરશે. પ્રણય ત્રિકોણમાં ખુદ પિતાએ જ બાળકને તરછોડ્યો હતો તે ભેદ હવે ખૂલી ગયો છે. શિવાંશ નામના બાળકને તરછોડી દેવાના કિસ્સામાં ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતની રાજસ્થાન કોટાથી અટકાયત કરી છે. ગાંધીનગર પોલીસની હાજરીમાં સેક્ટર 26 માં આવેલા ગ્રીન સિટીના મકાન ખાતે પંચનામુ થઇ રહ્યું છે. આરોપી સચીન દીક્ષિતની પત્નીની પણ મેરેથોન પૂછપરછ કરવામાં આવશે. પોલીસની ટીમ પેથાપુર ગૌશાળાથી તમામ લોકેશનની હકીકત મેળવવા સચિન દીક્ષિતને સાથે રાખી પૂછપરછ કરશે. ત્યારે હવે આ કેસમાં મોટા ભેદ ખૂલશે અને અનેક મોટા ઘટસ્ફોટ થશે. 
Oct 10,2021, 11:02 AM IST
ગૃહમંત્રીની અપીલ, બાળકના વાલીને શોધવા તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ કરો
Oct 9,2021, 12:47 PM IST
તરછોડાયેલા માસુમના માવતરને શોધવા ગૃહરાજ્યમંત્રીના આદેશ, પોલીસ પણ એક્ટિવ થઈ
ગાંધીનગર (Gandhinagar) મા મળી આવેલ બાળક સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. દોઢ વર્ષનું માસુમ બાળક મળી આવ્યાના 14 કલાકથી વધુ સમય વીતી ગયા છતા હજી સુધી તેના પરિવારની કોઈ માહિતી મળી નથી. ત્યારે આ ચિંતાજનક બાબત છે કે, આખરે આ બાળકનો પરિવાર કોણ છે અને તેમની સાથે શુ થયું છે. આખરે કેમ બાળકનો પરિવાર તેને શોધવા માટે સામે નથી આવી રહ્યો. આ માસુમ પણ રડમસ ચહેરે જનેતાની રાહ જોઈ રહ્યો છે. ભારતમાં બાળકીઓ ત્યજી દેવાના અનેક કિસ્સાઓ છાશવારે થતા રહે છે, પરંતુ હવે તો બાળકોને પણ ત્યજી દેવાના કિસ્સા બની રહ્યાં છે. આવામાં હવે ગુજરાત સરકાર (gujarat government) તરફથી જ બાળકના માવતરને ઝડપથી શોધવા આદેશ અપાયા છે. બાળકનું અપડેટ મેળવવા ખુદ ગૃહરાજ્ય મંત્રી (home minister) મોડી રાત સુધી જાગ્યા હતા. 
Oct 9,2021, 12:05 PM IST
આ માસુમ પૂછે છે સવાલ, 12 કલાક બાદ પણ કેમ મને કોઈ લેવા ન આવ્યું?
Oct 9,2021, 9:00 AM IST
ગાંધીનગરમાં માસુમ બાળકને તરછોડી દેવાની હચમચાવી દેતી ઘટના,  ZEE 24 કલાકની મદદની અપીલ
ગાંધીનગર (gandhiangar) ના પેથાપુરમાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની છે. ગાંધીનગરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો છે. માનવતાનું મોત થયું હોય તેવી આ સમગ્ર ઘટનાથી ચકચાર મચી ગઈ છે. એક શખ્સ માસૂમ બાળકને રસ્તે રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. રસ્તા પર રઝળતી હાલતમાં બાળક લોકોને મળી આવ્યું છે. જેથી હવે બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આવામાં ZEE 24 કલાક લોકોને અપીલ કરે છે કે બાળક વીશે કોઈને પણ માહિતી મળે તો અમારો સંપર્ક કરે. ફૂલ જેવા આ કુમળા બાળકને ન્યાય અપાવવો એ જ ZEE 24 કલાકની મૂહિમ છે. અનેક લોકો આ બાળકની મદદ માટે આગળ આવ્યા છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કેટલાક લોકો બાળકની સ્થિતિ જાણીને રડી પડ્યા હતા. તો રાજકોટના એક પૂજારીએ બાળકને દત્તક લેવાની તૈયારી બતાવી છે.
Oct 9,2021, 7:22 AM IST

Trending news