covid 19 0

Covid India Updates: દેશના 22 જિલ્લામાં વધી રહ્યાં છે કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયે વ્યક્ત કરી ચિંતા

સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે શરૂઆતના કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસમાં એક મોટો ઘટાડો નોંધાઈ રહ્યો હતો પરંતુ છેલ્લા બે-ત્રણ સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા ઘટાડાના દર ઓછો થયો છે જે ચિંતાનો વિષય છે. 

Jul 27, 2021, 06:36 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 31 કોરોનાના કેસ, 49 સાજા થયા, એક પણ દર્દીનું મોત નહી

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 31 નવા કેસ આવ્યા હતા. જ્યારે 49 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,356 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 98.74 ટકાએ પહોંચી છે. તો બીજી તરફ સરકાર રસીકરણનાં મોરચે પણ મજબુતીથી લડી રહી છે. આજે કુલ 1,75,971 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

Jul 26, 2021, 07:42 PM IST

કોરોનાની સંભવીત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત સંપૂર્ણ સજ્જ છે: CM વિજય રૂપાણી

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રમેશભાઇ ઓઝા(ભાઇશ્રી)ની પ્રેરણાથી પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં કાર્યાન્વિત કરાયેલી ઓક્સિઝન ટેન્કથી પોરબંદર જિલ્લામાં કોરોના દર્દીઓની સારવાર માટે ઑક્સિજન મેળવવામાં રાહત થશે. કોરોના હજી ગયો નથી આપણે કોરોના પ્રોટોકોલ માસ્ક  સોશિયલ ડિસ્ટન્સના નિયમો પાળીએ કોરોનાને હરાવીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર રમેશ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનુ લોકાર્પણ સંપન્ન કર્યું હતું. 

Jul 25, 2021, 09:01 PM IST

કન્ફ્યુઝ કોરોના: ગુજરાતમાં અમદાવાદ કરતા દાહોદમાં વધારે કેસ નોંધાયા, કુલ 30 કેસ નોંધાયા

  રાજ્યમાં કોરોના વાયરસ કાબુમાં છે કે બેકાબુ છે તે કહેવું મુશ્કેલ થાય તેવી સ્થિતિ છે. સતત 3 દિવસ વધ્યા બાદ આજે કેસ ઘટ્યાં છે પરંતુ ત્રણ દિવસ અગાઉ આવેલા કેસ કરતા આ કેસ વધારે છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. જો કે રાજ્યમાં કોરોનાથી 42 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં 8,14,307 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.74 ટકાએ પહોંચ્યો છે. 

Jul 25, 2021, 07:56 PM IST

Covid 19: ડેલ્ટા વેરિએન્ટે ફરી કહેર મચાવ્યો, બ્રાઝિલમાં 1324 અને રશિયામાં 799 લોકોના મોત, અમેરિકામાં વધ્યા કેસ

સમાચાર એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમામે દુનિયાભરમાં સંક્રમિતોનો આંકડો વધીને 19.31 કરોડ થઈ ગયો છે. જ્યારે મહામારીથી 41.43 લાખથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. રશિયા અને બ્રાઝિલમાં કોરોનાથી થનારા મૃત્યુની સંખ્યા ઘટી રહી નથી. 

Jul 24, 2021, 11:34 PM IST

Gujarat High court એ પારસી સમુદાયને આપ્યો ઝટકો, અંતિમ સંસ્કારવાળી અરજી નકારી કાઢી

ન્યાયમૂર્તિ ત્રિવેદીએ કહ્યું કે 'રાજ્યની સુરક્ષા અને કલ્યાણ સવોચ્ચ કાનૂન છે. કાવડ યાત્રાના મામલે અહીં સુધી કે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનનો અધિકાર સર્વોપરિ છે અને અન્ય તમામ ભાવનાઓ આ મૌલિક અધિકારને આધીન છે. 

Jul 24, 2021, 09:08 AM IST

Covid-19 : કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં નવી ચિંતા, હવે લીવરમાં થઈ રહ્યું છે ઇન્ફેક્શન

કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયેલા 14 દર્દીઓના લીવરમાં 'અસામાન્ય મોટા અને ઘણા ફોડલાઓ જોવા મળ્યા.' દિલ્હીની એક હોસ્પિટલના અધિકારીઓએ ગુરૂવારે આ જાણકારી આપી છે. 
 

Jul 22, 2021, 08:02 PM IST

AYUSH નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર, વર્ષા ઋતુમાં શું ખાવું.. શું ન ખાવું..

આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરમાં અસંતુલન થાય છે, જેના લીધે રોગ પ્રતિકારક શકિતમાં ઘટાડો થાય છે, સામાન્ય રીતે આપણે ખોરાકમાં કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ.

Jul 21, 2021, 10:08 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 28 નવા કેસ, 50 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 50 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,109 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે

Jul 21, 2021, 07:48 PM IST

Corona સંક્રમણ અટકાવવા આ રાજ્યમાં ફરી સંપૂર્ણ લૉકડાઉન, સરકારે કરી જાહેરાત

Full Lockdown In Kerala: કોરોનામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે બે દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. 
 

Jul 21, 2021, 05:41 PM IST

Saurashtra University ના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો, કોરોનાના બીજી લહેરમાં લોકો થયા માયટોમેનિયાનો શિકાર

દરેક વ્યક્તિમાં થોડા ઘણા અંશે ખોટું બોલવાનું વર્તન હોય છે.પરંતુ સતત ખોટું અને ખોટી વાતને વધુ શણગારી સાચી બતાવવાની વિકૃતિ પણ હોય છે જેને મિટોમેનિયા (માયટોમેનિયા) તરીકે ઓળખવામાં આવે છે.

Jul 21, 2021, 11:36 AM IST

Corona પર સર્વદળીય બેઠકમાં બોલ્યા PM મોદી, કહ્યું- દુનિયા કરતા ભારતની સ્થિતિ સારી

બેઠકમાં પીએમ મોદી સિવાય રાજ્યસભામાં ગૃહના નેતા પીયુષ ગોયલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા હાજર હતા. 
 

Jul 20, 2021, 10:23 PM IST

Parliament Session 2021: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની કમીથી કોઈના મોત થયા નથીઃ કેન્દ્ર સરકાર

સરકારે કોરોનાની બીજી લહેર દરમિયાન દેશમાં એકપણ વ્યક્તિના ઓક્સિજનની કમીથી મોતની સૂચનાનો ઇનકાર કર્યો છે. સ્વાસ્થ્ય રાજ્યમંત્રીએ રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં જણાવ્યું કે, કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ તરફથી ઓક્સિજનની કમીને કારણે એકપણ મોતની જાણકારી આપવામાં આવી નથી. 
 

Jul 20, 2021, 06:52 PM IST

દેશમાં પહેલા પ્રાથમિક શાળા ખોલવામાં આવે, ત્યારબાદ સેકેન્ડરી પર વિચારઃ ICMR

બલરામ ભાર્ગવે કહ્યુ કે દેશમાં શાળાને જ્યારે પણ ખોલવાનો વિચાર કરવામાં આવે તો સૌથી સારૂ રહેશે કે પ્રાથમિક શાળાઓને પહેલા ખોલવામાં આવે. સેકેન્ડરી સ્કૂલોના મુકાબલે પ્રાઇમરી શાળાઓને પ્રાથમિકતા આપવામાં આવે. 

Jul 20, 2021, 06:04 PM IST

Covid India Updates: દેશમાં 68 ટકા જનસંખ્યા થઈ કોરોના સંક્રમિત, બાળકોમાં પણ મળી એન્ટીબોડીઃ સીરો સર્વે

ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો.
 

Jul 20, 2021, 05:37 PM IST

Corona Vaccine: દેશમાં અત્યાર સુધી 41 કરોડ લોકોને લાગી કોરોના વેક્સિનઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી 41 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ સામેલ છે. 
 

Jul 19, 2021, 11:40 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 24 કેસ,74 સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 24 નવા કેસ સામે આવ્યા છે. આજે 74 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી 8,13,998 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં રસીકરણના મુદ્દે પણ સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. આજના દિવસમાં 3,92,953 લોકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું છે. 

Jul 19, 2021, 08:19 PM IST

PM મોદીની હાજરીમાં કોરોના પર વિપક્ષી પાર્ટીના સંસદીય દળના નેતાઓ સાથે મંગળવારે બેઠક

વિપક્ષની સાથે આ બેઠક મંગળવારે સાંજે છ કલાકે થશે. બેઠક સંસદની પાર્લામેન્ટ્રી એનેક્સી બિલ્ડિંગમાં થશે. આ બેઠકમાં રાજ્ય સભા અને લોકસભાના બધા ફ્લોર લીડર્સ એટલે કે વિપક્ષની તમામ પાર્ટીઓના સંસદીય દળના નેતા સામેલ થશે. 

Jul 19, 2021, 08:08 PM IST

ખુબ ઝડપથી ફેલાય છે કોરોનાનો Delta Variant, રોકવા માટે માત્ર એક ઉપાય, જાણો શું કહે છે નિષ્ણાંતો

INSACOG ના ડોક્ટર એનકે અરોડાએ ડેલ્ટા વેરિએન્ટને લઈ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી ફેલાય છે અને તેને કાબુ કરવા માટે વેક્સિનેશન જરૂરી છે. 
 

Jul 19, 2021, 03:48 PM IST

GUJARAT CORONA UPDATE: નવા 33 કેસ, 71 દર્દીઓ રિકવર થયા, 1 દર્દીનું મોત નિપજ્યું

* 25 જિલ્લા કે કોર્પોરેશનમાં એક પણ કેસ નોંધાયો નહી

Jul 18, 2021, 08:21 PM IST