cm gujarat

CM રૂપાણીએ આજથી સંવેદના દિવસે સેવા સેતુ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીની પોતાના જન્મદિને સંવેદનાસભર જાહેરાત કરી હતી. રાજ્યની વિધવા મહિલાઓને સમાજમાં તેમના પુન:સ્થાપન અર્થે "ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના'' અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર સહાય આપશે. કોરોનામાં માતા-પિતામાંથી કોઇ એક વાલી ગુમાવનાર બાળકને ‘એક વાલી યોજના’  અંતર્ગત રાજ્ય સરકાર માસિક રૂ. ૨ હજાર સહાય આપશે. કરવામાં આવ્યું.

Aug 3, 2021, 12:02 AM IST

Gandhinagar: રોજનાં સવાબે લાખ યુવાનોનું રસીકરણ કરાશે, CM નો મહત્વપુર્ણ નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો રાજ્યમાં કોરોના ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આજથી તમામ જિલ્લાઓમાં ૧૮ થી ૪૪ વય જૂથના લોકોને ૧ર૦૦ વેક્સિનેશન સેન્ટર્સ પરથી વિનામૂલ્યે વેક્સિન અપાશે. દરરોજ સવા બે લાખ યુવાઓને રસીકરણમાં આવરી લેવાશે. ૪પ થી વધુ વયજૂથના ૭પ હજાર લોકોને રોજ વિનામમૂલ્યે વેક્સિન અપાશે . 

Jun 3, 2021, 10:42 PM IST

અચાનક એક ગામડે પહોંચ્યા CM વિજય રૂપાણી, ગામની સ્થિતિ જાણી થયા આશ્ચર્ય ચકિત

જિલ્લાના  સાણંદ તાલુકાના ચેખલા ગામ સ્થિત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપણીએ મુલાકાત લીધી હતી. મારે ગામાડાઓને બચાવવા છે – સુરક્ષિત કરવાં છે એટલે જ આ અભિયાન શરૂ કર્યું છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. સૌ સાથે મળીને કોરોના સામે જંગ લડીશું તો જીત નિશ્ચિત છે. સાફ નિયત અને સાચી દિશાના પ્રયત્નો થી ગુજરાતને કોરોનામુક્ત કરીશું. ચેખલાના ચોરે રાજ્યના ગ્રામજનોને સકારાત્મક સંદેશો પણ આપ્યો હતો. ગામડાઓને કોરોના મુક્ત રાખવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આખી સરકાર-સંસાધનો કોરોનાની સામે અને પ્રજાની પડખે છે. કોરોનાને હરાવવા સરકાર રાજ્ય સરકાર કટિબદ્ધ છે - જરૂર છે સક્રિય લોક સહયોગની જરૂર છે. તાવ,શરદી,ખાસી જેવા લક્ષણો ને અવગણવાને બદલે સત્વરે ટેસ્ટ કરાવીએ છીએ. ગામમાં શંકાસ્પદ કે કોરોના પોઝિટિવ દર્દીઓ આઇસોલેસન સેન્ટરમાં જ રહે. 

May 9, 2021, 05:07 PM IST

સી.આર પાટીલ, નીતિન પટેલ બાદ CM વિજય રૂપાણી પણ બન્યા પેજ પ્રમુખ ! જાણો શું છે આ પેજ પ્રમુખ કોનસેપ્ટ?

* પેજ પ્રમુખ સ્તરના મેનેજમેન્ટને અમિત શાહ ખુબ જ મહત્વ આપે છે
* અજેય ગણાતા અનેક કિલ્લાઓ તોડી પાડવા માટે પેજ પ્રમુખ કોનસેપ્ટ કારગર
* સામાન્ય નાગરિક પણ કોઇ પણ પક્ષનો ઇચ્છે તો પેજ પ્રમુખ બની શકે છે

Dec 12, 2020, 09:00 PM IST

CM રૂપાણીએ કહ્યું માસ્ક જ હાલ કોરોનાની દવા, કૃપા કરી નાગરિકો જવાબદાર રહે

રાજ્યમાં કોરોનાની સ્થિતી યથાવત્ત છે. ગઇકાલે 1515 અને આજે 1495 કેસ ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે 48 દિવસ બાદ રાજ્યમાં 13 જેટલા લોકોનાં મોત નિપજ્યા છે. આ અગાઉ ઓક્ટોબર રોજ 13 દર્દીનાં મોત નિપજ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ચુકી છે. રાજ્યમાં 4 મહાનગરોમાં કાલે રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચલાવવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યની જનતા જોગ સંબોધન કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, ગામમાં સંક્રમણ વધે નહી તે માટે માત્ર ચાર શહેરો જ નહીં અન્ય શહેરોમાં પણ લોકો રાત્રે બહાર ન નિકળે તે માટે અપીલ કરી હતી. રાજ્યની તમામ જનતા માસ્ક ફરજીયાત પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે જરૂરી છે. હાલ કોરોનાની કોઇ રસી નથી તેવામાં માસ્ક જ બચાવ છે તેમ સમજીને લોકો તકેદારી રાખે તે જરૂરી છે. 

Nov 22, 2020, 07:10 PM IST

CM રૂપાણીએ તમામ નાગરિકોને પાઠવી દિવાળીની શુભેચ્છા, કહ્યું કોરોના છે તે ભુલવાનું નથી

* અંતરમનના તિમિર દૂર કરી સુખ-સમૃદ્ધિ-સ્વાસ્થ્ય-વિકાસના ઓજ તેજ પ્રસરાવીએ
* દિપાવલી પર્વ સંયમ સાથે ઉજવીએ-કોરોનાથી દૂર રહીએ – નિયમોનું પાલન કરીએ
* હારશે કોરોના જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતનવર્ષે ચરિતાર્થ કરીએ

Nov 13, 2020, 07:44 PM IST
Today CM Vijay Rupani Chair Cabinet Meeting in Gandhinagar PT32S

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાશે બેઠક

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં પીવાના પાણી અને અછતગ્રસ્ત વિસ્તારોને લઇને ચર્ચા કરવામાં આવશે. મંત્રીમંડળમાં સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ હોવાથી કેબિનેટ શરૂ થતાની સાથે જ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ એ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

May 8, 2019, 10:50 AM IST

આર્થિક રીતે નબળા વર્ગ અંગેનું પ્રમાણપત્ર આપનારા અધિકારીઓ નિયત કરાયા

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આર્થિક રીતે પછાત સવર્ણ વર્ગના લોકોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવાની જોગવાઈ કરાયા બાદ તેને લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું, હવે રાજ્ય સરકાર દ્વારા સવર્ણ વર્ગના આર્થિક રીતે નબળા લોકોને અનામતનો લાભ લેવા જરૂરી પ્રમાણપત્ર આપનારા અધિકારી નિયત કરવામાં આવ્યા છે 

Jan 28, 2019, 10:21 PM IST

જાણો દેશનાં સૌથી સમૃદ્ધ ગણાતા ગુજરાતનાં મુખ્યમંત્રી પાસે કેટલી સંપતિ છે

મુખ્યમંત્રીએ રજુ કરેલા સોગંદનામાં અનુસાર હાલ તેમની પાસે સ્થાવર અને જંગમ સહિત કુલ 7 કરોડની સંપત્તિ છે

Nov 20, 2017, 05:43 PM IST