cylinder blast

બારેજાની કરૂણ ઘટના: એક ઇલેક્ટ્રિક સ્વીચે લીધો 7 લોકોનો ભોગ, 3 સારવાર હેઠળ

: શહેરનાં બારેજા વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારી પરંતુ વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગેસ બ્લાસ્ટનાં કારણે 7 લોકોનાં મોત નિપજ્યાં છે અને 3 લોકો સારવાર હેઠળ છે. આ ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર, બારેજા વિસ્તારમાં ફેક્ટરીમાં મજુરી કામ કરતા અને નજીક નજીક ઓરડીઓ બાંધીને રહેતા મજુરોનાં ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામને સારવાર માટે પહેલા નજીકની હોસ્પિટલ અને ત્યાર બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં 22 જુલાઇના રોજ 3 અને આજે 4 શ્રમજીવીઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. જ્યારે 3ની સારવાર ચાલી રહી છે. 

Jul 23, 2021, 11:22 PM IST

Delhi: મધરાતે સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠી, ચાર લોકોના મોત એક ઘાયલ 

પૂર્વ દિલ્હીના શાહદરા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા 4 લોકોના મોત થયા અને એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ ઘટના ગત રાતે ઘટી હતી. 

Jun 30, 2021, 08:36 AM IST

Gonda: ભોજન બનાવતી વખતે અચાનક થયો સિલિન્ડર બ્લાસ્ટ, બે મકાન ધરાશાયી, 4 બાળકો સહિત 8 લોકોના મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના ગોંડામાં ગત રાતે એક સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ બે મકાન કડડડભૂસ થયા જેમાં 8 લોકોએ જીવ ગૂમાવ્યા. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે નજીક નજીક આવેલા બે મકાનો તૂટી પડ્યા અને કાટમાળમાં 15 લોકો દટાઈ ગયા.

Jun 2, 2021, 08:50 AM IST

સેલવાસમાં ફરસાણની દુકાનમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ, 2 કિલોમીટર સુધી અવાજ સંભળાયો

દાદરા નગર હવેલીના સુરંગી ગામે એક ફરસાણ અને મીઠાઈની દુકાનમાં ગેસ ચાલુ કરવા જતા અચાનક આગ પકડી લીધી હતી. સેલવાસમાં ફરસાણની એક દુકાનમાં મૂકાયેલ સિલિન્ડરમા બ્લાસ્ટ થતા જોરદાર ધમાકો થયો હતો. સાથે સામાન દૂર સુધી ફંગોળાયો હતો અને દુકાનના સંચાલકને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. જેમનુ મોત નિપજ્યું છે.  

Feb 13, 2021, 04:28 PM IST

સુરતમાં ગેસ પર પેટ્રોલ ઢોળાતા ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતા માતા પુત્રી દાઝ્યા

સુરતના પાંડેસરા વિસ્તારનાં ગણેશનગરમાં મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી. પાંડેસરાના ગણેશનગરમા એક મકાનનાં ત્રીજા માળે ગેસ ચાલુ હતો ત્યારે ઉપર માળીયામાં રહેલા એક ડબ્બામાંથી પેટ્રોલ ઢોળાતા આગ ભભકી ઉઠી હતી. પ્રાથમિક તબક્કે આગ ડબ્બા અને ત્યારબાદ રસોડામાં લાગી ગઇ હતી. ત્યાર બાદ સિલિન્ડર સુધી પહોંચતા સિલિન્ડર પણ બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા પુત્રી દાઝી દયા હતા.

Apr 4, 2020, 09:42 PM IST
Cylinder Blast In Sikar Of Rajasthan PT5M42S

રાજસ્થાનના સીકરમાં સિલિન્ડર બ્લાસ્ટ, જુઓ Live Video

રાજસ્થાનના સીકરમાં સિલિન્ડર બ્લાસ્ટ, જુઓ Live Video

Feb 13, 2020, 06:15 PM IST
Cylinder Blast After Overturned LPG Cylinder Trucks In Surat PT4M34S

સુરત અકસ્માત: LPG સિલિન્ડર ભરેલી ટ્રકે મારી પલટી, એકબાદ એક સિલિન્ડમાં બ્લાસ્ટ

ઓલપાડ (Olpad) તાલુકામાં અત્યાર સુધીનો સોથી મોટો અકસ્માત (Accident) ની ઘટના સર્જાઈ હતી. સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે પર આવેલા માસમાં ગામ નજીક સિલિન્ડર ભરેલી ટ્રક પલટી મારી જતા અચાનક ટ્રકમાં આગ (fire) ફાટી નીકળતા ટ્રકમાં સીલીન્ડર બ્લાસ્ટ થવાના શરૂ થયા હતા. દૂરદૂર સુધી સિલિન્ડર ફેંકાતા સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ તરત ઘટના સ્થળે પહોંચી હતી. સીલીન્ડર બ્લાસ્ટથી ટ્રકમાં આગ લાગતા આગની ઝપેટમાં રીક્ષા, બે ટ્રક, આઈસર અને વિદ્યાર્થી ભરેલી બસ આવી ગયા હતાં. જોકે બસ ડ્રાયવરની સમય સુચકતા ના કારણે 20 થી વધુ બાળકોને બચાવાયા હતા.

Jan 9, 2020, 03:45 PM IST

નવી દિલ્હીઃ મોતીનગરની ફેક્ટરીમાં સિલિન્ટર ફાટવાથી છત તુટી પડી, 7નાં મોત

DCP પશ્ચિમ મોનિકા ભારદ્વાજે દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પોલિસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત-બચાવ કાર્ય શરૂ કરાયું છે 
 

Jan 3, 2019, 11:46 PM IST