Damage control News

સુરતમાં તૂટી કોંગ્રેસ, મહામંત્રી જીજ્ઞેશ મેવાસાએ પાર્ટીને રાજીનામુ ધરી દીધું
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાસ (PAAS) અને કોંગ્રેસ (congress) વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમા પર પહોંચી ગયું છે. પાસના નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, કોંગ્રેસના 12 જેટલા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે. ત્યારે આ વચ્ચે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. પાસના સમર્થનમાં જીજ્ઞેશ મેવાસા (jignesh mevasa) એ રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું. ત્યારે રાજીનામુ આપતા તેમણે કહ્યું કે, સમાજ માટે હું રાજીનામું આપું છું. પાટીદારો સાથે ખોટું થઈ થયું છે. પાટીદાર સમાજને અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસ પાટીદારો (patidar) નું ઋણ ભૂલી ગયું છે. પાટીદાર સમાજને કોંગ્રેસે દોષિત ગણાવી છે. કોંગ્રેસમાં પાટીદાર સમાજનું મહત્વ ભૂલાયું છે. કોંગ્રેસના નેતાઓ પાછલા બારણે ભાજપ સાથે મળી ગયા છે. 
Feb 9,2021, 8:58 AM IST

Trending news