Dori News

જાણો ઉત્તરાયણના દિવસે જ કેમ ચગાવાય છે પતંગ? ઉત્તરાયણનું શું છે મહાભારત કનેક્શન
"કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં, ઉરે ઉત્તરાયણ ઉમંગ, વન વન પલટ્યા પવન, ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં, કોણ  લહેરાતું આ વાયરાના વ્હાલમાં" ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. આ દિવસે સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે.સૂર્ય જે દિવસે ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગ પર અનેક પ્રયોગો કર્યા હતા.મૃત્યુની સજા પામેલા આરોપીને રાજા એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે આરોપીને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતો.જો પતંગ સાથે આરોપી ઉડે તો પ્રયોગ સફળ ના ઉડે તો આરોપી પછડાઈને મરી જતો.રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. 18મી સદીમાં પતંગનો ફોટોગ્રાફી માટે ઉપયોગ થતો હતો.
Jan 13,2021, 11:22 AM IST

Trending news