મારી નાંખશે આ ઘી! હવે અમરેલીમાંથી ઝડપાયું નકલી ઘી, વોટર પ્લાન્ટની આડમાં ચાલતો ગોરખ ધંધો

સમગ્ર રાજ્યમાં નકલી પકડાવવાનો સીલસીલો ચાલી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ઘીનો મોટો જથ્થો નકલી ઝડપાયો છે. લીલીયા પોલીસ દ્વારા પીપળવા ગામ નજીક ઘીની ફેક્ટરી ચાલતી હોવાની માહિતી મળતા પોલીસ ત્રાટકી હતી.

મારી નાંખશે આ ઘી! હવે અમરેલીમાંથી ઝડપાયું નકલી ઘી, વોટર પ્લાન્ટની આડમાં ચાલતો ગોરખ ધંધો

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયાના પીપળવા ગામ માંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપીને 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. 2100 કિલો ઘી કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સમગ્ર રાજ્યમાં નકલી પકડાવવાનો સીલસીલો ચાલી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ઘીનો મોટો જથ્થો નકલી ઝડપાયો છે. લીલીયા પોલીસ દ્વારા પીપળવા ગામ નજીક ઘીની ફેક્ટરી ચાલતી હોવાની માહિતી મળતા પોલીસ ત્રાટકી હતી, પરંતુ અહીં પાણીનો વોટર પ્લાન્ટ ચાલતો હતો. તેની આડમાં આ નકલી ઘી બનાવવાનો ગોરખધંધો ધમધમી રહ્યો હતો. 

પોલીસ દ્વારા તપાસ કરતા મોટો જથ્થો ઘી બનાવવાના સાધનો સહિત પેકિંગ કરેલા પેક્ટ મળી આવ્યા હતા. જેમા 2100 કિલો ઉપરાંતનો ઘીનો જથ્થો કબજે કર્યો. જેની કિંમત રૂ.13,56,000, વનસ્પતિ તેલના 133 ડબ્બા જેની કિંમત રૂ.2,66,000 વાહન મશીનરી ચીજ વસ્તુ સહિત કુલ રૂ.22,80,000નો મુદામાલ કબજે કરી 5 આરોપી સામે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી ભરત વાસુરભાઈ,સાહિલ ઇસમાલભાઈ ઝાખરા રાજુલાનો રેહવાસી, નૌશાદ શબિરભાઈ ગાહા સાપરી ગામનો રહેવાસી મુખ્ય આરોપી આકાશ વીંજવા જે ફરાર છે તેમની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે.

સમગ્ર ઘટનામા લીલીયા પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. જેમાં નકલી ઘી મુદ્દે પૂછપરછ હાથ ધરી, જેમાં આરોપી દ્વારા આ ઘી મહારાષ્ટ્ર, નાગપુર, ગુજરાતના વાપી અને જમ્મુ કશ્મીર સહિત વિસ્તારમાં સપ્લાય કરતા હતા અને આ પીપળવા ગામમાં ફેફટરીમાં નકલી ઘી બનાવતા હતા. કેટલા સમયથી આ ધંધો ચાલતો હતો? અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરી છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી અમૃત નામનો વોટર પાણીનો પ્લાન્ટ ચલાવતા હતા. પ્લાન્ટના આડમાં આ ધંધો ચલાવતા હતા. આખરે પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news