લાખો રૂપિયા છે ગુજરાતના આ પશુધનની કિંમત! અંદાજો લગાવો શું હશે દૂધનો ભાવ

Animal Husbandry: સામાન્ય રીતે ગાય કરતા ભેંસ વધુ દૂધ આપતી હોય છે. પરંતુ ભેંસમાં પણ કેટલીક ખાસ જાતિઓ હોય છે. જે વધારે દૂધ આપે છે. તેની કિંમત પણ એટલી જ ઉંચી હોય છે. ત્યારે અહીં વાત કરીશું એવી જ એક નસલ વિશે...

લાખો રૂપિયા છે ગુજરાતના આ પશુધનની કિંમત! અંદાજો લગાવો શું હશે દૂધનો ભાવ

Animal Husbandry: એ સવાલ હંમેશાથી ચર્ચામાં રહ્યો છેકે, ગાયનું દૂધ સારું કે ભેંસનું. જોકે, નિષ્ણાતો ઘણીવાર આ અંગેનો જવાબ પણ આપી ચુક્યા છેકે, ભેંસના દૂધ કરતા માનવ શરીર માટે ગાયનું દૂધ વધારે ગુણકારી હોય છે. જોકે, શરત એટલી છેકે, ગાય કઈ છે અને તે શું ખાય છે. કારણકે, હસ્તે રખડીને ખાતી ગાયનું દૂધ જો તમે પીવો છો તો તમે બીમારીઓનો ભોગ બની શકો છો. આવી જ રીતે ભેંસમાં પણ હોય છે અમુક શ્રેષ્ઠ નસલ જેનો હોય છે સૌથી ઉંચો ભાવ.

ત્યારે ભેંસની આવી એક નસલ છે બન્ની. ગુજરાતના કચ્છ જિલ્લામાં બન્ની નસલની ભેંસ સહિત દૂધાળા પશુઓનું આખું બજાર ભરાય છે. અહીંથી લોકો પશુધનની ખરીદી કરીને પોતાના ત્યાં લઈ જતા હોય છે. અહીં વાત કરવામાં આવી છે બન્ની નસલની કિંમતી ભેંસની. આ ભેંસની કિંમત છે અઢી લાખ રૂપિયા કરતા પણ વધારે. જો કિંમત આટલી છે તો દૂધ કેટલું આપતી હશે એ પણ વિચારવા જેવો સવાલ છે. 

બન્ની નસલની ભેંસ 45 ડિગ્રી તાપમાનમાં છુટ્ટી ચરણમાં ચરે છે અને પોતાનું બોડી સ્ટ્રક્ચર સારું હોવાથી તાપમાન વધુ પડવાના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી અને સારું એવું દૂધ ઉત્પાદન આપે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પશુપાલનનો વ્યવસાય સારો ચાલે છે અને પશુપાલક સારી કમાણી કરે છે. પશુપાલકો પાસે શ્રેષ્ઠ નસલની ગાયો અને ભેંસો છે.

કચ્છ વિસ્તારની અંદર મોટાભાગના લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે અને પશુપાલનમાંથી લાખો રૂપિયાની કમાણી પણ કરે છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના રતનાલ ગામના પશુપાલક પાસે બન્ની નસલની ભેંસ છે. આ ભેંસની કિંમત 2.51 લાખ રૂપિયા છે. જેનાથી આ પશુપાલકને દર મહિને લાખો રૂપિયાની કમાણી થાય છે. કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામના પશુપાલક પાસે અઢી લાખની ભેંસ છે. રોજનું 1250 રૂપિયાનું દૂધ આપે છે. પશુપાલક મુકેશભાઈ માતાની ઉંમર 21 વર્ષની છે અને 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પિતા સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. પોતાની પાસે 16 જેટલા પશુ છે. પશુઓમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. પોતાની પાસે બન્ની નસલની ભેંસો છે. બન્ની નસલની ભેંસો 18 થી 22 લિટર સુધી દૂધ ઉત્પાદન આપે છે.

આ ભેંસનો દૂધનો ભાવ 70 થી 80 રૂપિયા લીટર છે. આ ભેંસ રોજનું 1250 થી 1300 રૂપિયાનું દૂધ ઉત્પાદન કરે છે. જેનાથી દર મહિના તેના માલિકને 40થી 45 હજારની કમાણી થાય છે. જેમાંથી 25 હજાર રૂપિયા સુધીનો ખર્ચ પશુ નિભાવ ખર્ચ થાય છે. જ્યારે એક ભેંસે 15 હજાર રૂપિયા નફાકારક દૂધ ઉત્પાદન થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news