Forecast in gujarat News

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને 2 દિવસ દરિયો નહી ખેડવા સુચના
  રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. હવામાન વિભાગે આ સપ્તાહમાં શરૂ થતો વરસાદ અગામી સપ્તાહમાં પણ પડે તેવી સંપૂર્ણ શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત આગામી તા. ૧૬ અને ૧૭ ઓગસ્ટે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૂઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર હર્ષદ પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૯૪ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮૯ મીમી સુધી વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ ૮૯ મીમી વરસાદ નોંધાયો છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૧/૦૮/૨૦૨૦ અંતિત ૪૮૧.૩૯ મીમી વરસાદ પડ્યો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૫૭.૯૩% છે.
Aug 11,2020, 22:08 PM IST

Trending news