gujarat byelection

પેટાચૂંટણીની પરીક્ષામાં પાટીલ પાસ, હાર્દિક અને કોંગ્રેસનું આખું નેતૃત્વ ફેલ

 • કોંગ્રેસે મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી

Nov 11, 2020, 09:48 AM IST

ગુજરાત : 8 બેઠકની પેટાચૂંટણી તમામ બેઠકો પર મતદાન પૂર્ણ: સરેરાશ 58.14 ટકા મતદાન

પેટાચૂંટણીમાં મતદાન શરૂ થઈને 5 કલાક વીતી ગયા છે. જેમાં ક્યાંક ભારે તો ક્યાં ફિક્કો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ કોરોનાકાળમાં ક્યાંક મતદાન કરવાનો લોકોનો ઉત્સાહ ઓસર્યો હોય તેવુ લાગી રહ્યું છે. 2 વાગ્યા સુધી માં 8 વિધાનસભાની બેઠકો પર સરેરાશ બપોરે 3 વાગ્યાસસુધીમાં 41.24 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણી (byelection) મા દર વખતે બપોર બાદ મતદાન ઘટી જતુ હોય છે, અને ચાર વાગ્યા બાદ ફરીથી મતદાન શરૂ થતુ હોય છે, આવામાં ખરો આંકડો તો સાંજે જ જોવા મળશે. જોકે, કોરોનાકાળમાં 6 વાગ્યા સુધી મતદાન કરવાનો સમય આપવામાં આવ્યો છે. તો ક્યાંક મતદારોએ મતદાનનો બહિષ્કાર પણ કર્યો હોય તેવું જાણવા મળ્યુ છે. 

Nov 3, 2020, 04:35 PM IST

ગુજરાતમાં 8 બેઠકોની પેટાચૂંટણીનો આજે જંગ, મતદારો આજે કરશે ફેંસલો

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે. 

Nov 3, 2020, 07:39 AM IST

પેટાચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ, પણ એ પહેલા કરજણ બેઠક પર કોંગ્રેસના અગ્રણી ભાજપમાં જોડાયા

 • ચૂંટણીના પડઘમ શાંત થતા આજે ઉમેદવારો ઘરે ઘેર જઈને મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવશે.
 • કોવિડના કારણે એક મતદાન મથકમાં 1500 ની જગ્યાએ 1 હજાર મતદારો મતદાન કરશે

Nov 2, 2020, 09:07 AM IST

અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું ભાજપ, સભા પહેલા નીતિન પટેલનો વિરોધ, તો બીજી સભામાં ઉમેદવારનો ફોટો ગાયબ

 • ‘પક્ષપલ્ટુ પદ્યુમનસિંહ પ્રજાહિત કે સ્વહિત માટે ગયા છે...’ તેવા સવાલો સાથે અનેક મુદ્દે ભાજપ સરકારનો જાગૃત નાગરીકના નામે બેનર લગાવી વિરોધ કરાયો.
 •  અબડાસા ચૂંટણીમાં સ્થાનિક ભાજપના નેતાઓના કાવાદાવા બહાર આવ્યા છે. મુરતિયા વગરની જાનનો અહેસાસ થઈ રહ્યો છે

Oct 29, 2020, 09:17 AM IST

વધુ એક ચોંકાવનારો સરવે : પેટાચૂંટણીમાં ભાજપનો 3 બેઠકો પર ખેલ બગડી શકે છે

 • ભાજપ દ્વારા કરાયેલા પહેલા સરવેમાં પરિણામ મળ્યું હતું કે, આ પેટાચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન થઈ શકે છે. 8 માંથી 4 બેઠક પર વર્તમાન પરિસ્થિતિમાં ભાજપને ભૂંડી હારનો સામનો કરવો પડી શકે છે.

Oct 28, 2020, 02:48 PM IST

ધારીમાં પ્રચાર સમયે ભાજપની સભામાં લોકોએ ચાલતી પકડી, કહ્યું-પક્ષપલટુ નથી જોઈતો

 • ખાંભા ભાજપના નેતાઓનો વિરોધ દર્શાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
 • સ્થાનિકોએ કહ્યું કે, અઢી વર્ષ પહેલા જે વ્યક્તિ દિલીપ સંઘાણી સામે લડ્યો હતો હવે પક્ષપલટો કરતા ભાજપે તેને જ ટિકીટ આપી

Oct 28, 2020, 02:08 PM IST

નીતિન પટેલ પર જૂતુ ફેંકનારો ભાજપનો જ પૂર્વ નેતા નીકળ્યો

 • નીતિન પટેલ પર ફેંકાયેલા જૂતા પર હવે રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. પોલીસ તેને કોંગ્રેસનો કાર્યકર ગણાવી રહી છે, પણ રશ્મિન પટેલનો ભૂતકાળ ભાજપ સાથે જોડાયેલો છે. સવાલ
  છે કે રશ્મિન પટેલ કોણ છે

Oct 28, 2020, 11:32 AM IST

પક્ષપલટુ નેતાઓ પાસેથી વસૂલો પેટાચૂંટણીનો ખર્ચ, હાઈકોર્ટમાં કરાઈ અરજી

 • 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસમાઁથી પક્ષપલટો કરીને ભાજપમાં જનારા નેતાઓનો રાફડો ફાટ્યો છે.
 • 2017 બાદ 19 ધારાસભ્યો રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા.
 • ક વિધાનસભાની પેટાચૂંટણીનો ખર્ચો લગભગ 2 કરોડ રૂપિયા આવે છે

Oct 28, 2020, 09:55 AM IST

ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘મોપેડ લઈને ફરનારા હાર્દિક પટેલ કરોડોમાં રમે છે તેનો હિસાબ આપો’

પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલના નિવેદન પર કહ્યું કે, ગઈકાલે કોંગ્રેસના ભાડુતી કાર્યકારી અધ્યક્ષે પાટીલજી પર બેજવાબદાર નિવેદન કર્યા

Oct 23, 2020, 02:26 PM IST

કોંગ્રેસી નેતા મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા : વિજય રૂપાણી

મુખ્યમંત્રી (vijay rupani) એ આજે અબડાસાના ઉમેદવાર માટે પ્રદ્યુમનસિંહ જાડેજા માટે મત માંગ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છી બોલીમાં લોકો પાસેથી મત માંગ્યા હતા

Oct 22, 2020, 12:20 PM IST

પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે ભાજપ, રૂપાણી-પાટીલ સંયુક્ત સભા કરશે

 • મુખ્યમંત્રી રૂપાણી અને પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રમાં સંયુક્ત સભા કરશે.
 • સૌરાષ્ટ્રની 4 બેઠકો પર પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી સાથે જ પ્રચાર કરશે.
 • અર્જુન મોઢવાઢિયા, સિદ્ધાર્થ પટેલ અને હાર્દિક પટેલ 6 બેઠકો પર પ્રચાર માટે જશે

Oct 21, 2020, 09:56 AM IST

પેટાચૂંટણીમાં 8 બેઠક માટે 81 ઉમેદવાર વચ્ચે સીધો જંગ, ભાજપ-કોંગ્રેસના મત તોડશે 53 અપક્ષ ઉમેદવાર 

 • લિંબડી બેઠક ઉપર સૌથી વધુ 14 અને કપરાડા બેઠક ઉપર સૌથી ઓછા માત્ર 4 ઉમેદવારો છે.
 • ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં 53 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.
 • રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસની હાર જીત ઉપર અપક્ષ ઉમેદવારો સીધી અસર કરી શકે છે

Oct 20, 2020, 09:35 AM IST

કોંગ્રેસમાં મોટું ભંગાણ, પેટાચૂંટણી પહેલા મોરબી નગરપાલિકાના 8 સભ્યો ભાજપના ખોળામાં જઈને બેસ્યા

 • મોરબી કોંગ્રેસમાં ભંગાણથી હાર્દિક પટેલે કહ્યું, જાય એને જવા દો સાહેબ, અમુક લોકો સત્તા અને રૂપિયા પાછળ ગાંડા છે. મને ઈ નહિ ફાવે ભાઈ.
 • પ્રજાએ ભૂતકાળમાં પક્ષપલટુઓને જાકારો આપ્યો છે. ત્યારે હવે આ રાજકીય ગતિવિધિ કોને ફાયદો કરાવે છે અને કોને નુકસાન કરાવે છે તે જોવું રહ્યું

Oct 18, 2020, 12:31 PM IST

ઉમેદવારના ખરીદ-વેચાણ મુદ્દે સીઆર પાટીલનો મોટો ખુલાસો, કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઈને નહિ લેવાય

કરજણ બેઠક પર પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. કરજણનાં કંડારી ખાતે ભાજપ સંગઠનની બેઠકમાં સીઆર પાટીલ પક્ષમાં ઉમેદવારોનાં ખરીદ વેચાણ મુદ્દે બોલ્યાં હતા

Oct 18, 2020, 11:35 AM IST

કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીને ચૂંટણી પંચે મહોર મારી, 30 નેતા કરશે પ્રચાર

સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલને પણ સામેલ કરાયા છે, તો અનેક મોટા નેતાઓને ચૂંટણી જીતાડવાની જવાબદારી સોંપાઈ છે 

Oct 18, 2020, 08:03 AM IST

લિંબડીની પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, જાણો કોણ લડશે ભાજપ સામે ચૂંટણી?

આખરે લીંબડી બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યો છે. લિંબડી બેઠક પર કોંગ્રેસ રાહ જુઓની સ્થિતિમાં હતુ, ભાજપા કયા ઉમેદવારને મેદાને ઉતારશે તે પ્રમાણે કોંગ્રેસ (congress) પોતાનો ઉમેદવાર નક્કી કરવાનુ હતું. ત્યારે આખરે કોંગ્રેસે ચેતન ખાચરના નામ પર મહોર લગાવી છે. કોંગ્રેસે ચેતન ખાચર (chetan khachar) ને લિંબડીથી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. ત્યારે ચેતન ખાચર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાની સામે ચૂંટણી લડશે. ત્યારે આજે ચેતન ખાચર ઉમેદવારી ફોર્મ ભરશે. 

Oct 16, 2020, 08:45 AM IST

મોટો લોચો પડ્યો, બાબુ વરઠાને પેટાચૂંટણીનું ફોર્મ ભરતા પહેલા બેંકની લાઈનમાં ઉભા રહેવું પડ્યું

વલસાડ જિલ્લાની કપરાડા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ માટે તેઓ કપરાડા મામલતદાર કચેરી પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. પરંતુ બાબુ વરઠા અને તેમના સમર્થકોની છેલ્લી ઘડીએ દોડાદોડી થઈ હતી

Oct 15, 2020, 04:21 PM IST

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, મોરબીના દિગ્ગજ નેતા કિશોર ચિખલીયા ભાજપમાં જોડાયા

પેટાચૂંટણી (byelection) ને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ માટે આ મોટો ઝાટકો કહી શકાય. તેઓએ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો 

Oct 15, 2020, 10:50 AM IST

લીંબડી બેઠક પર ભાજપનું કોકડું ઉકેલાયું, કિરીટસિંહ રાણાને ઉમેદવાર જાહેર કર્યાં

લીંબડી બેઠક માટે ભાજપ-કોંગ્રેસમાં ‘પહેલે આપ, પહેલે આપ’ જેવી સ્થિતિ રાખી હતી. આખરે ભાજપે કિરીટસિંહના નામ પર મહોર મારી

Oct 14, 2020, 08:54 AM IST