ધારીમાં પ્રચાર સમયે ભાજપની સભામાં લોકોએ ચાલતી પકડી, કહ્યું-પક્ષપલટુ નથી જોઈતો

ધારીમાં પ્રચાર સમયે ભાજપની સભામાં લોકોએ ચાલતી પકડી, કહ્યું-પક્ષપલટુ નથી જોઈતો
  • ખાંભા ભાજપના નેતાઓનો વિરોધ દર્શાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
  • સ્થાનિકોએ કહ્યું કે, અઢી વર્ષ પહેલા જે વ્યક્તિ દિલીપ સંઘાણી સામે લડ્યો હતો હવે પક્ષપલટો કરતા ભાજપે તેને જ ટિકીટ આપી

કેતન બગડા/અમરેલી :3 નવેમ્બરે ગુજરાતમાં 8 બેઠકો પર પેટાચૂંટણી (byelection) થવાની છે. ત્યારે તમામ બેઠકો પર ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યું છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં ભાજપને જાકારો મળી રહ્યો છે. ત્યારે આજે ધારી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના સ્થાનિક નેતાઓ સામે મોટો વિરોધ જોવા મળ્યો હતો. ખાંભા તાલુકાના પાટી ગામની મીટિંગમાં ગ્રામ્યજનોએ જ વિરોધ દર્શાવ્યો હતો. લોકોએ સ્થાનિક ભાજપ  (bjp)ના નેતાઓનો વિરોધ કરતા નેતાઓને ચાલતી પકડવી પડી હતી. ત્યારે ખાંભા ભાજપના નેતાઓનો વિરોધ દર્શાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

પક્ષપલટા સામે રોષ ઠાલવ્યો 
પાટી ગામે ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાના પ્રચાર માટે મીટિંગનું આયોજન કરાયું હતું. ત્યારે સ્થાનિકોએ પક્ષપલટાનો વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે, અઢી વર્ષ પહેલા જે વ્યક્તિ દિલીપ સંઘાણી સામે લડ્યો હતો હવે પક્ષપલટો કરતા ભાજપે તેને જ ટિકીટ આપી છે. આવુ કહીને ગ્રામજનોએ ચાલતી પકડી હતી. સ્થાનિકોએ દિલીપ સંઘાણીના સમર્થનમા વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ પક્ષ સામે રોષ ઠાલવ્યો હતો. આમ, પક્ષપલટા મામલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે જેવી કાકડિયા એક સમયે કોંગ્રેસમાંથી જીત્યા હતા, તેઓ હવે ભાજપ માટે વોટ માંગવા નીકળ્યા છે. તેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે. 

ધારીના બંને ઉમેદવાર સામસામે
આમ જેવી કાકડિયાનો વિરોધ કરાયો હતો. આ મામલે જેવી કાકડિયાએ કહ્યું કે, ક્યાંય રોષ નથી, લોકોને કામ હોય તો રજૂઆત કરી શકે છે. હુ ગામડાનો કાર્યકર્યા છું. તો બીજી તરફ જેવી કાકડિયાએ પોતાનો વિરોધ ન થયો હોવાનું કહ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ કહ્યું કે, 2017મા અમે જીત્યા હતા અને અમારા ઉમેદવાર જે રીતે દ્રોહ કરીને ભાજપમાં ગયા છે, ત્યારે ગામમાં વેચાણિયો માલ કહીને લોકો વિરોધ કરી રહ્યાં છે. અમારા ઘરના રૂપિયા વાપરીને અમે જેવી કાકડિયાને કોંગ્રેસમાંથી જીતાડ્યો હતો, તેથી દરેક ગામમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. જેઓ જેવી કાકડિયા એમ કહેતા હોય કે લોકોના કામ થતા જ હતા જ તો ભાજપમાં જવાની શુ જરૂર હતી. 

મોરબીમાં પણ ભાજપનો વિરોધ 
તો બીજી તરફ, મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇને સોશ્યલ મીડિયામાં જંગ શરૂ થઈ છે. બંને રાજકીય પક્ષના ઉમેદવારો સામે વ્યંગ સાથેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયાનો ભાજપ અને કોંગ્રેસ દ્વારા ભરપૂર વિરોધ થઈ રહ્યો છે. આવામાં મોરબી-માળિયા વિસ્તારમાં મત માગવા નીકળેલા ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સ્થાનિકો ઉધડો લેતા હોય એવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. પ્રચાર કરી રહેલા બ્રિજેશ મેરજાને સ્થાનિક લોકોએ ફોન ન ઉપાડતાં હોવાનું કહીને ખખડાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news