ગુજરાતમાં કુદરત કોપાયમાન! રમકડાંની માફક વહી ગઈ કાર, જાણો વરસાદે ક્યાં કેવો વિનાશ વેર્યો?

સૌરાષ્ટ્ર પેરિસ કહેવાતા જામનગરના છે. શહેરના કૈલાશ કોલોની પાસે બ્રિજ પાસે એક વૃદ્ધ નદીમાં ફસાઈ ગયા. નદીમાં ફસાયેલા આ વૃદ્ધા કલાકો સુધી પાણી વચ્ચે રહ્યા પરંતુ તેમણે હિંમત ન હારી. આખરે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી અને વૃદ્ધાનું સફળ રેસ્ક્યૂ કર્યું.

ગુજરાતમાં કુદરત કોપાયમાન! રમકડાંની માફક વહી ગઈ કાર, જાણો વરસાદે ક્યાં કેવો વિનાશ વેર્યો?

Gujarat Monsoon 2024: ગુજરાતના આકાશમાંથી આફત બનીને વરસેલો વરસાદ ખરેખર આફત લઈને આવ્યો છે...જે રોડ પરથી વાહનો દોડવા જોઈએ ત્યાં પાણી ફરાઈ જતાં વાહનો તરવા લાગ્યા. તો બેટ બની ગયેલા વિસ્તારોમાંથી અનેક લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. જુઓ ગુજરાતમાં વરસાદ પછી લોકો પર આવેલી મુશ્કેલીનો આ અહેવાલ. આફતના આ વરસાદમાં લોકો કેવી હાલાકી ભોગવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પેરિસ કહેવાતા જામનગરના છે. શહેરના કૈલાશ કોલોની પાસે બ્રિજ પાસે એક વૃદ્ધ નદીમાં ફસાઈ ગયા. નદીમાં ફસાયેલા આ વૃદ્ધા કલાકો સુધી પાણી વચ્ચે રહ્યા પરંતુ તેમણે હિંમત ન હારી. આખરે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી અને વૃદ્ધાનું સફળ રેસ્ક્યૂ કર્યું.

રાજકોટના રૂખડિયાપરામાં મેલડી માતાજી મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. મંદિરની આસપાસ પાણી જ પાણી છે..ત્યારે મંદિરમાં દર્શન માટે આવેલા બે ભક્તો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. જેને પોલીસની ટીમે રેસક્યુ કરીને બહાર કાઢ્યા હતા. સૌરાષ્ટ્રમાં વહેતી હોડથલી નદી ગાંડીતૂર બની છે. નદીના પાણી આસપાસના વિસ્તારના લોકો માટે આફત લઈને આવ્યા છે. જસદણ પાસેથી વહેતી આ હોડથલી નદીમાં ઘોડાપુરને કારણે એક વજનદાર કાર તણાઈ હતી. ભારે ભરખમ આ કાર પાણીના પ્રવાહ સામે પત્તાની કાર બની ગઈ હતી. અને નદીમાં તણાવા લાગી હતી. આ કાર સાથે યુવક પણ તણાયો હતો. જો કે અડધા કિલોમીટર સુધી તણાયેલા યુવાનને તો રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ કારે પાણીમાં જળસમાધી લઈ લીધી હતી.

દાહોદના દેવગઢ બારીયા તાલુકાના સાગટાળા ગામમાં બાઈક ચાલક પાણીમાં તણાઈ રહ્યો છે. તળાવ ઓવરફ્લો થતાં પાણી રસ્તા પર આવી ગયું અને પાણીનો પ્રવાહ એટલો તિવ્ર હતો કે તેમાં એક બાઈકચાલક બાઈક સાથે તણાવા લાગ્યો. સદનશીબે પોલીસ સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાઈકસવાર બન્ને યુવકને બચાવી લીધા હતા. વડોદરામાં વિશ્વામિત્રી ગાંડીતૂર બનતાં લોકોના હાલ બેહાલ થયા છે. શહેર આખુ સમુદ્ર બની ગયું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

શહેરમાં ચેતક બ્રિજ પાસે એપોલો કંપનીની વજનદાર બસ પાણીમાં ફસાઈ ગઈ. આ બેસમાં સવાર 20 કર્મચારી પણ ફસાયા હતા. બસ આગળ કે પાછળ ક્યાંય જઈ શકે તેમ ન હતી. આખરે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક એક કરીને તમામ કર્મચારીઓને બહાર કાઢી બોટમાં બેસાડ્યા હતા. કારણ કે બસની ચારે બાજુ પાણી હતું. પાણી પણ એટલું હતું કે તેમાં કોઈ પણ વ્યક્તિ તણાઈ શકે તેમ હતો.

રાજકોટમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. વરસાદ એવો વરસ્યો છે કે શહેર આખું સમુદ્ર બની ગયું છે. આ રાજકોટનો BRTS રોડ છે. આ રોડ પર જાણે નદી વહેતી હો તેવા દ્રશ્યો સર્જાયા છે. આ રોડ પર એક કાર ફસાઈ ગઈ છે. કાર આગળ કે પાછળ જઈ શકે તેવી કોઈ સંભાવના નથી. કાર પણ બંધ થઈ ગઈ છે. કાર ચાલકે પોતાની કાર બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થતાં આખરે તે પોતે સલામત સ્થળે ખસી ગયો હતો. પાણીનો પ્રવાહ કેટલો તિવ્ર હોય છે તે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. 

વેરાવળના દરિયા કિનારે લંગારેલી આ બોટ પત્તાની માફક પલટી ગઈ. વજનદાર બોટનું પાણી સામે એક ન ચાલ્યું. સદનશીબે તેમાં કોઈ સવાર નહતું એટલે જાનમાલને કોઈ નુકસાન પહોંચ્યું નથી. અશ્વિની સાગર નામની આ બોટ પલટી ગઈ. દરિયામાં ભારે કરંટ હોવાથી બોટ તેનો સામનો ન કરી શકી અને રમકડાની માફક ઊંધી થઈ ગઈ. કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે કાળા માથાનો માનવી કંઈ જ નથી કરી શક્તો. પછી ભલે વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય? બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડિયાના છે. જ્યાં કાળુભાર નદીમાં વજનદાર કાર રમકડાની માફક તણાઈ ગઈ. કારમાં 8 લોકો સવાર હતા. જો કે કારમાં સવાર લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. પરંતુ કારને પાણીનો તિવ્ર પ્રવાહ તાણીને લઈ ગયો. 

રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. થોડાક કલાકોમાં જ વરસેલા અધધ વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે. આ દ્રશ્યો લલુડી વોકડી વિસ્તારના છે. જ્યાં પાણી ભરાઈ જતાં અનેક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. જામનગરના લાલખાણ વિસ્તારના છે. જ્યાં રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જતાં અનેક લોકો ફસાયા હતા. આ તમામ લોકોને તંત્રની ટીમે બચાવી લીધા. 2 બાળક સહિત એક વ્યક્તિનો આબાદ બચાવ થયો. ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. આ વરસાદ હજુ પણ વિનાશ વેરી શકે છે. ત્યારે કામ સિવાય કોઈએ બહાર ન નીકળવા તંત્રએ સુચના આપી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news