Happy birthday narendra modi News

PSI ફિણવીયા સ્યુસાઈડ : ફોટો પાડવા પોતાના બંદૂક આપનાર PSI કોંકણીને સસ્પેન્ડ
Sep 18,2019, 11:23 AM IST
કેવડીયા : PM નર્મદા ડેમ નિહાળી રહ્યા હતા, ત્યારે બંદોબસ્તમાં હાજર PSIએ લમણ
Sep 17,2019, 14:30 PM IST
જન્મદિવસે પીએમને સાંભળવા માટે મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ
પોતાના જન્મદિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને નર્મદા નદી (Narmada River)ના નીરના વધામણા કરવાની ખાસ તક મળી હતી. નર્મદા ડેમ (Narmada Dam) પાસે પ્રવાસન તરીકે વિકસાયેલા વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરીને પીએમ મોદી ગરુડેશ્વર (Garudeshwar) પહોંચ્યા છે. જન્મદિવસ (Narendra Modi Birthday) હોઈ તેમણે ગુજરાતના 105 વર્ષ જૂના મંદિરમાં દત્ત ભગવાન સામે શિશ ઝૂકાવ્યું હતું. તેમણે મંદિરમાં સમાધિસ્થળની પણ મુલાકાત લીધી હતી. PM મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં સભા સ્થળ ખાતે ઉમટી પડ્યાં છે. ગરુડેશ્વર મંદિરમાં દર્શન કર્યા બાદ પીએમ મોદીએ ચિલ્ડ્રન પાર્કની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે નર્મદા ડેમ પાસે આકાર લઈ રહેલ ચિલ્ડ્રન પાર્ક કેવો બનશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ હશે તેની માહિતી મેળવી હતી. 
Sep 17,2019, 20:10 PM IST
નર્મદા નીરના વધામણા બાદ ગરુડેશ્વર પહોંચ્યા પીએમ, દત્ત ભગવાન સામે શિશ ઝૂકવ્
Sep 17,2019, 12:11 PM IST
હેલિકોપ્ટરમાં બેસીને પીએમ મોદીએ નર્મદા ડેમના એરિયલ વ્યૂનો Video બનાવ્યો, જ
પોતાના 70મા જન્મદિવસ (Narendra Modi Birthday) ને ઉજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાત (Gujarat)ના મહેમાન બન્યા છે. પોતાના જન્મદિવસ પર તેઓ નર્મદા ડેમ (Narmada Dam)માં આવેલા નવા નીરના વધામણા કરશે. પસવારે ગાંધીનગર (Gandhinagar) થી કેવડિયા (Kevadia) જવા રવાના થયા હતા. સવારે 8.30 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયા ખાતે ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે હેલિકોપ્ટરથી નજારો નિહાળ્યું હતું. કેવડિયાના મા નર્મદા (Narmada River)ના નીરના વધામણા કરવાની તૈયારીઓ થઈ ગઈ છે. પીએમ મોદી (PM Modi) એ કેવડિયા પહોંચીને હેલિકોપ્ટરથી જ નર્મદા ડેમ આસપાસની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ નજારો તેમણે પોતાના કેમેરામાં કંડારીને તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. નર્મદા ડેમ (Statue of Unity)ના એરિયલ વ્યૂનો આ નજારો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નર્મદા ડેમ જ્યારે આજે છલોછલ છલકાયો છે, ત્યારે ખુદ પીએમ પણ આ આકાશી નજારાને મન ભરીને માણ્યો હતો.  
Sep 17,2019, 10:02 AM IST
નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની એક ખાસ જગ્યાએ હીરાબા તેમને
નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાનું બાળપણ (Childhood) વડનગર (Vadnagar)માં વિતાવ્યું છે. ત્યારે તેમની સાથેની બાળપણની ક્ષણો વડનગરવાસીઓ વાગોળી રહ્યાં છે. સાથે સાથે દેશ માટે લીધેલ અગત્યના નિર્ણય બાબતે વડનગરવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે અને શર્મિષ્ઠા તળાવનો એક રોચક પ્રસંગ પણ યાદ કર્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીના બાળપણમાં ભણાવતા તેમના શિક્ષિક નરેન્દ્ર મોદી (Narendra Modi Birthday)ને ભણાવ્યા હતા તેનો આજે એ શિક્ષિકા આનંદ સાથે ગર્વ અનુભવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, નાનપણમાં નરેન્દ્ર મોદી (Happy Birthday PM) ભાષા અને ગણિતમાં ખૂબ રસ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી (happy birthday narendra modi)ના શિક્ષક પ્રહલાદ પટેલ તથા તેમના મિત્રો ઈશ્વરજી, વિષ્ણુભાઈ બારોટ, જાસૂદ પઠાણ તથા નિલેશ બારોટ અને ઉત્તમ પટેલ જેવા સ્થાનિકોએ પીએમ મોદીના વડનગરના સંસ્મરણો વિશે વાત કરી હતી. 
Sep 17,2019, 9:26 AM IST
PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું, રાત્રે 12 વાગે આતશ
હાલ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. લાડીલા નેતાનો જન્મદિવસ ઉજવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું હતું. વિવિધ કાર્યક્રમો દ્વારા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના જન્મદિનની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. રાત્રે 12 વાગ્યે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સુરતના પીપલોદ વાય જંકશન પર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રોગ્રામમાં સુરતીઓ ડાંસ અને મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા. ડુમસ રોડ પર ભારે વરસાદ વચ્ચે 8-10 મિનિટ આતિષબાજી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ આતિષ બાજી સાથે નૃત્યનો કાર્યક્રમ નિહાળવા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતી. ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ડુમસ રોડ પર આવેલા વાય જનક્શન પર ઉજવણીનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
Sep 17,2019, 8:16 AM IST

Trending news