close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની એક ખાસ જગ્યાએ હીરાબા તેમને શોધી લેતા

નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાનું બાળપણ (Childhood) વડનગર (Vadnagar)માં વિતાવ્યું છે. ત્યારે તેમની સાથેની બાળપણની ક્ષણો વડનગરવાસીઓ વાગોળી રહ્યાં છે. સાથે સાથે દેશ માટે લીધેલ અગત્યના નિર્ણય બાબતે વડનગરવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે અને શર્મિષ્ઠા તળાવનો એક રોચક પ્રસંગ પણ યાદ કર્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીના બાળપણમાં ભણાવતા તેમના શિક્ષિક નરેન્દ્ર મોદી (Narendra Modi Birthday)ને ભણાવ્યા હતા તેનો આજે એ શિક્ષિકા આનંદ સાથે ગર્વ અનુભવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, નાનપણમાં નરેન્દ્ર મોદી (Happy Birthday PM) ભાષા અને ગણિતમાં ખૂબ રસ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી (happy birthday narendra modi)ના શિક્ષક પ્રહલાદ પટેલ તથા તેમના મિત્રો ઈશ્વરજી, વિષ્ણુભાઈ બારોટ, જાસૂદ પઠાણ તથા નિલેશ બારોટ અને ઉત્તમ પટેલ જેવા સ્થાનિકોએ પીએમ મોદીના વડનગરના સંસ્મરણો વિશે વાત કરી હતી. 

Updated: Sep 17, 2019, 09:26 AM IST
નાનપણમાં બાળ નરેન્દ્ર ક્યાંક ગુમ થાય તો વડનગરની એક ખાસ જગ્યાએ હીરાબા તેમને શોધી લેતા

તેજસ દવે/મહેસાણા :નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પોતાનું બાળપણ (Childhood) વડનગર (Vadnagar)માં વિતાવ્યું છે. ત્યારે તેમની સાથેની બાળપણની ક્ષણો વડનગરવાસીઓ વાગોળી રહ્યાં છે. સાથે સાથે દેશ માટે લીધેલ અગત્યના નિર્ણય બાબતે વડનગરવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે અને શર્મિષ્ઠા તળાવનો એક રોચક પ્રસંગ પણ યાદ કર્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીના બાળપણમાં ભણાવતા તેમના શિક્ષિક નરેન્દ્ર મોદી (Narendra Modi Birthday)ને ભણાવ્યા હતા તેનો આજે એ શિક્ષિકા આનંદ સાથે ગર્વ અનુભવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, નાનપણમાં નરેન્દ્ર મોદી (Happy Birthday PM) ભાષા અને ગણિતમાં ખૂબ રસ ધરાવતા હતા. નરેન્દ્ર મોદી (happy birthday narendra modi)ના શિક્ષક પ્રહલાદ પટેલ તથા તેમના મિત્રો ઈશ્વરજી, વિષ્ણુભાઈ બારોટ, જાસૂદ પઠાણ તથા નિલેશ બારોટ અને ઉત્તમ પટેલ જેવા સ્થાનિકોએ પીએમ મોદીના વડનગરના સંસ્મરણો વિશે વાત કરી હતી. 

Live : પીએમ પહોંચ્યા કેવડિયા, ડેમ પાસેના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યાં છે

નરેન્દ્ર મોદીના સ્કૂલ કાર્યકાળના મિત્રોએ પણ નરેન્દ્ર મોદીની બાળપણની વાતો વાગોળી હતી. જેમાં સાથે વાંચન કરવાની પળો તેમજ પહેલેથી જ ભણવામાં હોશિયાર હોવાની વાત કરી રહ્યા છે. તેમજ નરેન્દ્ર મોદીને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ખૂબ રસ હતો. તેમણે તે સમયે જોગીદાસ ખુમાણનું પાત્ર એક નાટકમાં જોરદાર નિભાવ્યું હતું. સાથે સાથે તેઓ બાળપણથી જ સાહસી અને સમાજ સેવી હતા. સ્કુલ સમયમાં દરેક સંસ્કૃતિક તેમજ રમત-ગમત જેવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લેતા અને કબ્બડીમાં તાલુકા લેવલે રમી વિજય થયા હતા. 

PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં સુરત સવાયુ નીકળ્યું, રાત્રે 12 વાગે આતશબાજી કરાઈ

નરેન્દ્ર મોદી સાથે વડનગરની અનેક રસપ્રદ વાતો સંકળાયેલ છે. જેમાં વડનગર રેલવે સ્ટેશન પર ચાની કીટલી પર ચા વેચવાની વાત આજે દેશભરના લોક મુખે રહી છે. તેમજ પ્રાચીન એવા શર્મિષ્ઠા તળાવની વાત કરીએ તો, બાળપણમાં મિત્રો સાથે આ તળાવમાં સ્નાન કરવાની મજા માણતા હતા. જ્યારે તેઓ મિત્રો સાથે આ સ્થળે  બેસતા ત્યારે આ પૌરાણિક ધરોહર ની જાળવણી આપણે કરવી પડશે તેવું કહેતા હતા. ત્યારે હાલ વડનગરની મોટાભાગની પૌરાણિક ધરોહરની સાચવણી સાથે અન્ય સભ્ય સમાજ સામે વિકાસ કરી ગામનો સોળે કળાયે વિકાસ કરી પોતાના વતનનું ઋણ પણ અદા કર્યું છે. તેમજ તેમણે જે કીટલી પર ચા વેચવાનું કામ કર્યું છે તેની જાળવણીની પ્રક્રિયા પણ હાથ ધરી સમગ્ર રેલવે સ્ટેશનનો વિકાસ હાથ ધરાયો છે. સાથે સાથે જાણવા મળ્યું કે નરેન્દ્ર મોદી બાળપણથી જ સાહસી હતા અને સ્કુલમાં પણ મોનિટરની ચૂંટણીની પ્રક્રિયામાં બિનહરીફ વિજય થતા એટલે રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા બાળપણથી જ નરેન્દ્ર મોદીના સ્વભાવમાં છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. 

લેઝર લાઇટોથી ઝળહળ્યો સરદાર સરોવર ડેમ, પીએમ મોદી કરશે નર્મદાના નીરના વાધામણા
 
નરેન્દ્ર મોદીની એક રસપ્રદ વાત ત્યાંના સ્થાનિકો પાસેથી જાણવા મળી અને આ જગ્યાનો ઉલ્લેખ તેમના ફિલ્મમાં પણ જોવા મળ્યો છે. તેમના રહેણાંક ઘર કે વિસ્તારથી થોડા અંતરે રામ ટેકરી નામની પ્રાચીન જગ્યા આવેલી છે. ત્યાં ભગવાન રામેશ્વર મંદિર નામનું પ્રાચીન શિવાલય આવેલું છે. ત્યાં નરેન્દ્ર મોદીએ તેમની દિનચર્યા બાદ વધતો મોટાભાગનો સમય અહીં વિતાવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગામમાં કોઈ જગ્યાએ ના મળે ત્યારે તેમના મિત્રો તેમજ પરિવારજનો ખાસ આ જગ્યાએ જ હશે તેવું માની લેતા હતા અને અહીંથી જ તેઓ મળતા તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું. તેમના માતા હીરાબા આ જગ્યાએ આવી ‘નરૂ... નરૂ...’ કહી બૂમ પાડી તેમને બોલાવીને ઘેર લઈ જતા હતા. આમ હાલ વડનગરવાસીઓ માટે નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલ જગ્યાઓ સાથેની તેમની વાતો વાગોળી ગર્વ સાથે આનંદ અનુભવી રહ્યા છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :