haryana

કિસાન આંદોલનમાં રાજનીતિઃ રાહુલની પીએમને ચેતવણી, નકવીએ કહ્યુ- અમે કોંગ્રેસ નથી

Polictics over kisan andolan:કૃષિ કાયદાનો વિરોદ કરી રહેલા કિસાનોને દિલ્હીમાં આવવાની મંજૂરી બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ કે, આ માત્ર શરૂઆત છે. સરકારે કાળા કાયદા પરત લેવા પડશે. બીજીતરફ ભાજપ સતત કોંગ્રેસ પર કિસાનોને ભડકાવવાના આરોપ લગાવી રહી છે. 
 

Nov 27, 2020, 05:01 PM IST

આ રાજ્યમાં એક સાથે શાળાના આટલા બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો નીકળ્યા કોરોના પોઝિટિવ

કોરોના (Corona) સંકટ વચ્ચે શાળાઓ ખોલવી યોગ્ય છે કે નહીં તેને લઈને ફરીથી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Nov 18, 2020, 03:47 PM IST

બબીતા ફોગાટે છોડી સરકારી નોકરી, સક્રિય રાજનીતિમાં ભાગ લેવા ભર્યું પગલું

બબીતા ફોગાટની આ વર્ષે હરિયાણા ખેલ વિભાગમાં નાયબ નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેણે દાદરી સીટથી ભાજપની ટિકિટ પર પાછલા વર્ષે વિધાનસભા ચૂંટણી લડી પણ તે હારી ગઈ હતી. 
 

Oct 7, 2020, 05:13 PM IST

ગુજરાતની ગધેડીઓએ ઈતિહાસ સર્જ્યો, સોનાના મૂલનું દૂધ આપવાથી થઈ વાહવાહી...

  • પ્રાચીન મિસરમાં સૌથી ચર્ચાસ્પદ રાણી કિલિયોપેટ્રાની સુંદરતાના ભારે વખાણ થતા હતા. કહેવાય છે કે, તે ગધેડીના દૂધથી રોજ સ્નાન કરતી હતી.
  • હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજીપૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. આ ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો રહેલા હોવાથી તે બહુ ઊંચી કિંમતે વેંચાય છે

Sep 10, 2020, 09:56 AM IST

હરિયાણાના રોહતકમાં પરોઢિયે ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ

કોરોના વાયરસ (Corona Virus) થી પરેશાનવ દેશમાં હવે સતત આવી રહેલા ભૂકંપ (Earthquake) ના આંચકાથી મુશ્કેલીઓ વધી છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા મહેસૂસ થયા છે. દિલ્હી-એનસીઆર બાદ હવે હરિયાણા (Hariyana) જિલ્લામાં આજે સવારે ભૂકંપના આંચકા મહેસૂસ થયાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.3 માપવામાં આવી. 

Jun 19, 2020, 09:15 AM IST

વિજ ગ્રાહકો માટે એલર્ટ ! 68 લાખ ગ્રાહકોને મોટો ફાયદો આપવા જઇ રહી છે સરકાર

કોરોના વાયરસના કારણે ભાજપ શાસિત આ રાજ્યમાં વિજળીનાં દરોમાં કોઇ વધારો નહી કરવામા આવે. હરિયાણાની ખટ્ટર સરકારે આ વાતનો નિર્ણય લીધો છે. સરકારનાં આ પગલાને કારણે લગભગ 68 લાખ વિજ ગ્રાહકોને ફાયદો મળશે. હરિયાણા વિદ્યુત નિયામક પચે કહ્યુ કે, મહામારીમાં લોકો ખુબ જ પરેશાન છે તેવામાં વિજ બિલમાં વધાર કરવો કોઇ પણ રીતે તર્કસંગત નથી.

Jun 9, 2020, 06:06 PM IST

Corona LIVE Update: અત્યાર સુધી 24 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 1752 નવા દરદી, રિકવરી રેટ પણ વધ્યો

લોકડાઉનનાં બીજા ફેઝમાં કોરોના વાયરસનાં કિસ્સાઓ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્તય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, ગત્ત 24 કલાકમાં 1752 કોરોના પોઝિટિવ મળ્યા છે. આ સાથે જ દેશમાં સંક્રમિતનો આંકડો 23452 થઇ ચુક્યો છે. આ એક દિવસમાં દર્દીઓની સંખ્યાનો સૌથી મોટો આંકડો છે. આના પહેલા એક દિવસમાં સૌથી વધારે 1580 દર્દીઓ 19 એપ્રીલે સામે આવ્યા હતા.

Apr 24, 2020, 11:10 PM IST

હરિયાણા: કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે 4નાં મોત, 30થી વધારે લોકો ઘાયલ

રાજધાની બોર્ડર પર રહેલા હરિયાણાનાં બહાદુરગઢમાં એક ફેક્ટરીનું બોઇલર ફાટવાને કારણે 4 લોકોનાં મોત થયાનાં સમાચાર છે. બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આ દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બોઇલર ફાટ્યા બાદ વિસ્ફોટ એટલો ભયાનક થયો કે ત્રણ માળની ઇમારત તુટી પડી હતી. ત્યાર બાદ ફેલાયેલી આગના કારણે આસપાસની 4 ફેક્ટ્રીઓમાં પણ આગ લાગી ગઇ હતી.

Feb 28, 2020, 09:34 PM IST

લો બોલો...જમીનમાં નહીં પણ હવામાં ઉગશે બટાકા, ઉત્પાદન 10 ગણું વધારે, જાણીને છક થશો

માટીમાં બટાકા ઉગતા તો આપણે બધાએ જોયા જ છે. પરંતુ હરિયાણામાં હવે હવામાં બટાકા ઉગશે અને ઉત્પાદન પણ લગભગ 10થી 12 ગણુ વધારે થશે.

Dec 26, 2019, 04:02 PM IST
Snowfall: Red Alert Declared After Heavy Snowfall In Uttarakhand PT54S

હિમવર્ષા: ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષા, જાહેર કરાયું રેડ અલર્ટ

ઉત્તરાખંડમાં ભારે બરફવર્ષાને કારણે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડમાં બારે બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે. આજે બરફવર્ષા અને કરા પડવાની આગાહી કરાઇ છે. ત્યારે સિમલા, કુલ્લુ, સિરમૌર, ચંબાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

Dec 12, 2019, 10:35 AM IST

રાજ્યસભા MP ડૉ.સુભાષ ચંદ્રાના પ્રયત્નો રંગ લાવ્યા, ખેડૂતોની આવક વધી

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રાએ દત્તક લીધેલા ગામડાઓને સ્માર્ટ વીલેજનું સ્વરૂપ આપવાના પ્રયત્નો સતત ચાલુ છે. આ ગામડાઓમાં મૂળભૂત સુવિધાઓની સાથે સાથે ખેડૂતોની આવક વધે તે માટે પણ ખાસ  પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Dec 3, 2019, 11:48 PM IST

હરિયાણામાં આવતીકાલે ભાજપ-જેજેપી સરકારના મંત્રીઓ કરશે શપથ ગ્રહણ

હરિયાણામાં ભાજપ-જેજેપી સરકારમાં ગુરૂવારે (14 નવેમ્બર)ના રોજ નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવશે. ગુરૂવારે સવારે 11 વાગે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) સરકારના મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે.

Nov 13, 2019, 10:12 AM IST

કરનાલ: બોરવેલમાં પડેલી 5 વર્ષની બાળકીને NDRFએ મહામહેનતે બહાર કાઢી, હોસ્પિટલ લઈ જવાઈ

હરિયાણાના કરનાલ(Karnal) જિલ્લામાં ઘરૌંડા ગામ હરિસિંહ પૂરામાં એક 5 વર્ષની બાળકી સોમવારે બોરવેલમાં પડી જેને એનડીઆરએફની ટીમે બહાર કાઢી છે. જો કે બાળકીની હાલત અંગે હજુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

Nov 4, 2019, 10:18 AM IST

દિલ્હીમાં પ્રદૂષણની 'સુપર ઈમરજન્સી' યથાવત, AQI 708 પર પહોંચ્યો, આજથી 'ઓડ ઈવન' લાગુ

દિલ્હીમાં સોમવારે પણ પ્રદૂષણ (Pollution)ની સુપર ઈમરજન્સી યથાવત છે. શહેર પર ધૂમ્મસની ચાદર છવાયેલી છે. દિલ્હીમાં આજે સવારે 7.37 વાગે એક્યુઆઈ 7-8 (ગંભીર) છે. બીજી બાજુ દિલ્હીમાં પ્રદૂષણ પર કંટ્રોલ કરવા માટે આજથી ઓડ ઈવન પણ લાગુ થયો છે. 

Nov 4, 2019, 08:14 AM IST

JJP સરકારમાં સામેલ થતા વિરોધીઓ તૂટી પડ્યાં, દુષ્યંત ચૌટાલાએ આપ્યો જડબાતોડ જવાબ

હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચૌટાલાએ પોતાના વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. ચૌટાલાએ કહ્યું કે અમે કોંગ્રેસ કે ભાજપ માટે મતો માંગ્યા નથી. 

Oct 28, 2019, 01:56 PM IST
Haryana's Manoharlal Khattar Will Take Oath As CM Tomorrow PT4M10S

હરિયાણાના મનોહરલાલ ખટ્ટર આવતીકાલે CM પદના લેશે શપથ

ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેઓ દિવાળીના દિવસે બપોરે 2 વાગે સીએમ પદના શપથ લઈ શકે છે. તેમની સાથે જ ડેપ્યુટી સીએમ પદ માટે પણ શપથ ગ્રહણ થશે. આ પદ માટે જેજેપી નેતા નૈના ચૌટાલાનું નામ ચર્ચામાં છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીઓના શપથગ્રહણ સમારોહને લઈને તસવીર હજુ સ્પષ્ટ નથી. મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ દીવાળી પછી થઈ શકે છે. દુષ્યંત ચૌટાલા પહેલેથી જ જનનાયક જનતા પાર્ટીના વિધાયકક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભાજપ અને જેજેપીમાં નક્કી થયેલા ફોર્મ્યુલા મુજબ સીએમ ભાજપના અને ડેપ્યુટી સીએમ જેજેપીમાંથી હશે.

Oct 26, 2019, 03:45 PM IST

હરિયાણા: મનોહરલાલ ખટ્ટર BJP વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા, કાલે CM પદના લેશે શપથ

ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે.

Oct 26, 2019, 12:43 PM IST

હરિયાણામાં વળી પાછું સસ્પેન્સ...દુષ્યંત ચૌટાલા નહીં, તો કોણ બનશે ડેપ્યુટી CM? 'આ' મહિલાનું નામ ચર્ચામાં 

હરિયાણામાં મુદ્દાઓ પર સહમતિ બન્યા બાદ જનનાયક જનતા પાર્ટી (જેજેપી) દ્વારા ભાજપની સાથે મળીને સરકાર બનાવવાની વાત પાક્કી થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે જેજેપી તરફથી ડેપ્યુટી સીએમના પદ માટે કોને આગળ ધરવામાં આવશે. 

Oct 26, 2019, 10:21 AM IST

મનોહર લાલ ખટ્ટર અને દુષ્યંત વચ્ચે કોણે કરાવી દોસ્તી? જાણો પડદા પાછળની કહાની

ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન કરાવામાં ભાજપના યુવાન અને પ્રતિભાશાળી સાંસદ અનુરાગ ઠાકુરે મુખ્ય ભૂમિકા ભજવી છે. ભાજપ હાઈ કમાન્ડે દુષ્યંતને રાજી કરવાની જવાબદારી 45 વર્ષના અનુરાગ ઠાકુરને સોંપી હતી. અનુરાગ ઠાકુર ભાજપમાં એક સારા મેનેજર માનવામાં આવે છે. આપ સૌ જાણો છો કે, અનુરાગ બીસીસીઆઈમાં પણ મહત્વનું પદ સંભાળી ચૂક્યા છે. સાથે જ વિવિધ પાર્ટીના યુવા નેતાઓ સાથે પણ તેમને સારા સંબંધ છે. 

Oct 25, 2019, 11:05 PM IST

હરિયાણામાં BJPને ટેકો આપશે JJP, Dy. CM અને 2 મંત્રી પદની માગઃ સૂત્ર

સૂત્રો અનુસાર જેજેપી એક નાયબ મુખ્યમંત્રી અને બે મંત્રી પદની ફોર્મ્યુલા સાથે ભાજપ સાથે વાટાઘાટો કરી રહી છે. એવું કહેવાય છે કે, ભાજપ દુષ્યંત ચૌટાલાની આ માગણીઓને સ્વીકારી શકે છે. 
 

Oct 25, 2019, 09:15 PM IST