Hira ba News

એક ફ્રેમમાં જુઓ મોદી પરિવાર, હીરા બાનો જન્મદિવસ ઉત્સવ બની રહ્યો, દીકરા-દીકરી સજીધજીન
Jun 18,2022, 12:25 PM IST
પ્રેસિડન્ટ કોવિંદે હીરા બાના આર્શીવાદ લીધા, તો બાએ તેમને આપી ‘ખાસ’ ભેટ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની મુલાકાત લીધી હતી. ગુજરાતના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિએ રાયસણ જઈને હીરાબાના આશીર્વાદ લીધા હતા. રાષ્ટ્રપતિએ અડધા કલાકથી પણ વધુ સમય હીરાબા સાથે વિતાવ્યો હતો. હીરાબા સાથેની મુલાકાત સમયે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાષ્ટ્રપતિની સાથે હાજર રહ્યા હતા. જેના બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોબા જવા રવાના થયા છે. અહીં તેઓ જૈન દેરાસરની  મુલાકાત લઈ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદ મેળવશે. તો સાથે જ રાષ્ટ્રપતિ કૈલાસસાગરસૂરિજી જ્ઞાનમંદિરની મુલાકાત પણ લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાનો આજનો કાર્યક્રમ પૂર્ણ કરીને આજે બપોરે અમદાવાદથી દિલ્હી જવા રવાના થઈ જશે.
Oct 13,2019, 13:06 PM IST
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે, આવતીકાલે હીરા બાના આર્શીવાદ
Oct 12,2019, 13:57 PM IST
‘નમામિ દેવી નર્મદે’ મહાઉત્સવની તડામાર તૈયારીઓ, આવતીકાલે PM નર્મદા ડેમ પાસે
નર્મદા ડેમની ઊંચાઈ વધાર્યા બાદ અને મેઘમહેરથી સરદાર સરોવર ડેમ તેની મહત્તમ ઉંચાઈ પર આંબી ગયો છે. તેથી રાજ્ય સરકાર નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરશે. આવતીકાલે પીએમ મોદીનો જન્મદિવસ છે. જેને લઈને કેવડિયા કોલીની ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં નમામિ દેવી નર્મદે મહાઉત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્યસરકાર સમગ્ર કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ કરી રહી છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર રાત્રે 11 વાગ્યે પહોંચશે. સીએમ વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે. 
Sep 16,2019, 12:24 PM IST
અમદાવાદની આ ઓરડી સાથે PM મોદીને છે ખાસ નાતો, જાણો શું છે રસપ્રદ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) લોકસભાની ચૂંટણીમાં (Lok sabha Election 2019) પ્રચંડ વિજય મેળવ્યા પછી પહેલીવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા. ભાજપના (BJP) ખાનુપર કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જૂના સંસ્મરણો યાદ કર્યા. જોકે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ લોકોનો આભાર માનવાનું ચૂક્યા ન હતા. ગુજરાતમાં અનેક સ્થળોએ પીએમ મોદીની બાળપણ, યુવાનીકાળ તથા આરએસએસના કાર્યકર્તા તરીકે અનેક સ્થળોએ મીઠી યાદ બનાવી છે. તેમાનું એક છે અમદાવાદનું જગન્નાથ મંદિર. અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જગન્નાથ મંદિરના એક રૂમમાં નરેન્દ્ર મોદીએ પોતાનો શરૂઆતનો સમય વીતાવ્યો હતો. નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરમાં સેવા કરતા હતા અને અહીં જ રહેતા હતા.
May 27,2019, 10:54 AM IST

Trending news