india china face off

લદાખમાં હાર બાદ અરૂણાચલની સીમા પર ચીનના નવા ષડયંત્રનો ખુલાસો

ફરી એકવાર ચીને પોતાનું વિશ્વાસઘાતી પાત્ર દેખાડ્યું છે. ગેલવાન અને પેંગોંગમાં ચીનનો પરાજય થયો, ત્યારે શી જિનપિંગની સેના નવા મોરચે તણાવ પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. અરુણાચલ પ્રદેશની સરહદ પર ચીનના નવા ષડયંત્રનું પોલ ખુલ્લી પડી છે

Sep 20, 2020, 10:27 AM IST

ખોટા તથ્ય રજૂ કરી રહ્યું છે Global Times, ભારતીય વિદેશ મંત્રાલયે આપી ચેતવણી

ભારતીય સેનાએ ચીનના જૂઠાણાનો ખુલાસો કર્યો છે. ચીન LAC પર સતત કરારનું ઉલ્લઘંન કરી રહ્યું છે અને ભારતને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને સ્થિતિની જાણકારી આપવામાં આવી છે. આ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સની ટીક્કા કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીનનું અખબાર ગ્લોબલ ટાઇમ્સ ખોટા તથ્યો રજૂ કરી રહ્યું છે.

Sep 8, 2020, 02:32 PM IST

ચીનની આંખમાં દેખાયું ઝેર, ભારતને આપી ધમકી, જાણો શું કહ્યું...

ચીને 83 દિવસમાં ત્રીજી વખત ભારતને પરાજિત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પેંગોંગ લેકના દક્ષિણ છેડે શેનપાઓ પહાડો નજીક સોમવારે સાંજે 5:30થી સાંજના 6:30 વાગ્યાની વચ્ચે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં તૈનાત ભારતીય સૈન્યએ નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાએ વોર્નિંગ શોટ ફાયર કરી ચીનના સૈનિકોને ભગાડ્યા હતા.

Sep 8, 2020, 01:33 PM IST

ભારતીય સંરક્ષણ મંત્રાલયે નકાર્યો ચીનનો આરોપ, આપ્યું આ નિવેદન

ભારતે ચીનના આરોપોનું ખંડન કર્યું છે. ચીને ભારત પર ઉશ્કેરવાની કાર્યવાહીનો આરોપ લગાવ્યો હતો, જેને ભારતે નકાર્યો છે. ચીનના આરોપ બાદ સંરક્ષણ મંત્રાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ક્યારે LACના નિયમોનું ઉલ્લઘંન કર્યું નથી.

Sep 8, 2020, 12:06 PM IST

પેંગોંગમાં ભારતીય સેનાએ ફરી દેખાડ્યું પરાક્રમ, ચીની સૈનિકોને ભગાડ્યા: સૂત્ર

સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ લદાખમાં ફરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફરી એકવાર ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરીને નિષ્ફળ કરી છે. પેંગોંગ લેકના દક્ષિણ ભાગ પર શેનપાઓ પહાડી વિસ્તારની આ ઘટના છે

Sep 8, 2020, 08:08 AM IST

ગભરાયેલા ચીને ઉઠાવ્યો 59 Chinese Apps બેનનો મુદ્દો, ભારત આપ્યો આકરો જવાબ

પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીની એપ્સ (Chinese Apps) પર લેવામાં આવેલા ભારતના સખત પગલાંથી ચીન ગભરાઇગયું છે.

Jul 13, 2020, 08:06 PM IST

Zee Digital Exclusive: ચીનનું વધુ એક નિષ્ફળ ષડયંત્ર, 7 દિવસમાં 40,000 વખત કર્યા સાયબર હુમલા

ચીન આ સમયે બે મોરચા પર એક સાથે ભારતની સામે ષડયંત્ર રચી રહ્યું છે. એક તો લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર અને બીજું ભારતના સાયબર સ્પેસમાં 15 જૂનના જ્યાં ગલવાન ખીણ (Galwan Valley)માં સૈનિકો વચ્ચે સંઘર્ષ થયું. ત્યારે 15 જૂનથી લઇને આજ સુધી લગભગ 40,000થી પણ વધારે વખત ચીની હેકર્સે ભારતની સાયબર સ્પેસમાં અટેક કરવાનો પ્રયત્ન કર્યો છે.

Jun 23, 2020, 06:12 PM IST

ભારતીય સૈનિકોએ બર્બરતાનો બદલી લીધો, ચીનના સૈનિકોની તોડી ગરદન: સૂત્ર

ગલવાન ઘાટીમાં 15 જૂનના પોતાના કમાન્ડીંગ ઓફિસર કર્નલ બી સંતોષ બાબૂના શહીદ થયા બાદ ભારતીય જવાનોને ચીની જવાનો પર કહેર વર્તાવ્યો. ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોએ ચીનની બર્બરતાનો બદલો લીધો.

Jun 21, 2020, 02:50 PM IST

LAC પર ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ દરેક કાર્યવાહીની મળી છૂટ: સૂત્ર

સૂત્રોના અનુસાર રક્ષામંત્રીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે સશસ્ત્ર બળોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાને કોઇપણ પ્રકારના આક્રમક વલણ સામનો કરવા માટે પુરી સ્વતંત્રતા આપવામાં આવી છે.

Jun 21, 2020, 02:30 PM IST

ચીનના પેટમાં ફાળ પડશે, દાયકા જૂના સૈન્ય સાથીદારની વિક્ટરી પરેડમાં ભાગ લેશે ભારત

મોદી સરકાર વૈશ્વિક સ્તર પર ચીનને અલગ થલગ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. તમામ દેશ ચીનની કાયરતા માટે તેની આલોચના કરી રહ્યું છે. આ વચ્ચે, રશિયાએ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) ને મોસ્કોમાં 24 જૂનના રોજ યોજાનારી વિક્ટરી ડે પરેડમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યાં છે. રાજકીય સૂત્રોએ આ વિશે માહિતી આપી છે.

Jun 20, 2020, 08:14 AM IST

દગાબાજ ચીનને મળશે જવાબ? PM મોદી સાથે આજે સર્વપક્ષીય બેઠક, જાણો કોણ થશે સામેલ

ભારત અને ચીન (INdia-China) વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) બોલાવી છે. આ વર્ચ્યુઅલ બેઠક આજે સાંજે પાંચ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. બેઠકમાં અલગ અલગ પાર્ટીઓના અધ્યક્ષ સામેલ થશે. બેઠકમાં ભારત-ચીન વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચા થશે. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ આમંત્રિત પક્ષોના અધ્યક્ષો સાથે ગુરુવારે સાંજે વાત કરી હતી. 

Jun 19, 2020, 08:52 AM IST

સીમા વિવાદ પર ચીન સાથે નિર્ણાયક સંવાદ: કમાન્ડર સ્તરની વાતચીત શરૂ

સીમા વિવાદ (Ladakh Standoff)ને ઉકેલવા માટે ભારત અને ચીન (India-China) વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાતચીત શનિવારે સવારે લગભગ 9 વાગે લદ્દાખમાં ચુશૂલ પાસે ચીનની સીમામાં મોલ્દોમાં શરૂ થઇ ગઇ છે. તેમાં ભારતીય સૈનિક દળનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહ કરશે. ભારતીય સૈનિક દળમાં 10 ઓફિસરો હોવાની સંભાવના છે જેમાં કોરના સ્ટાફ ઓફિસરો ઉપરાંત સ્થાનિક કમાંડર અને દુભાષિયા હશે. સૂત્રોએ જણાવ્યું કે ભારત ચર્ચા દરમિયાન ચીન પાસેથી ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ અને પેગાંગ ઝીલના ફીંગર 4થી પાછળ હટવાની માંગ સખત ઉઠાવશે. પેગાંગ ઝીલ (Pangong Lake)ના મુદ્દે ભારત એક ઇંચ પણ ઝુકવા માટે તૈયાર નથી. 

Jun 6, 2020, 11:26 AM IST

સીમા વિવાદ પર ચીન સાથે આજે સવારે 9 વાગે થશે વાર્તા, પેંગાંગ ઝીલ રહેશે મોટો મુદ્દો

સીમા વિવાદ (Ladakh Standoff)ને ઉકેલવા માટે ભારત અને ચીન (India-China) વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાતચીત શનિવારે સવારે લગભગ 9 વાગે લદ્દાખમાં ચુશૂલ પાસે ચીનની સીમામાં મોલ્દોમાં શરૂ થશે. તેમાં ભારતીય સૈનિક દળનું નેતૃત્વ લેહ સ્થિત 14મી કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ હરિંદર સિંહ કરશે.

Jun 6, 2020, 07:35 AM IST