હદ છે યાર! દૂધમાં ભેળસેળ કરવા બનાવી દીધો આખેઆખો પ્લાન્ટ! જેતપુરની ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે જૂનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટેલના મેદાનમાં બહારગામથી દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી થતી હોવાની એલસીબીને બાતમી મળી હતી.

હદ છે યાર! દૂધમાં ભેળસેળ કરવા બનાવી દીધો આખેઆખો પ્લાન્ટ! જેતપુરની ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ

નરેશ ભાલીયા/જેતપુર: જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે એક હોટલના મેદાનમાં માહી મિલ્ક ડેરીમાં દૂધ લઈને આવતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી કરવાનું કારસ્તાન એલસીબીએ પકડી પાડ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે દૂધની ચોરી કરી દૂધમાં પાણી ભેળસેળ કરવાનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું. 

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ પાસે જૂનાગઢ રોડ પર આવેલ સોરઠ હોટેલના મેદાનમાં બહારગામથી દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢી લઈ તેમાં પાણી ભેળવી દઈ દૂધની ચોરી થતી હોવાની એલસીબીને બાતમી મળી હતી. આ બાતમીને આધારે એલસીબીએ વોચ માં હતા. તે સમયે દૂધના બે ટેન્કરો આવેલ જેમાંથી દૂધની નોઝલ હોય ત્યાં સીલ મારેલ હોય એટલે તે જગ્યાને બદલે ઉપર ઢાંકણ હોય તે ઢાંકણને લોખંડના સળિયા વડે થોડું ઉંચુ કરી તેમાં પ્લાસ્ટીકની નળી નાંખી ઇલેક્ટ્રિક મોટર વડે દૂધની ચોરી કરવામાં આવી રહી હતી.

એલસીબી પણ વોચમાં હતી એટલે તરત જ એલસીબીએ સ્થળ પર જ દૂધની ચોરી કરી જેટલું દૂધ ટેન્કરોમાંથી કાઢ્યું હોય તેટલું જ તેમાં પાણી ભેળવી દેવાની ચોરી પકડી પાડી હતી અને જેમાં જે વાહનમાં ચોરેલ દૂધ ઠાલવવામાં આવતું હતું તે 500 લીટર ચોરેલ દૂધ સાથેનું બોલેરો પીકઅપ જીપ પણ ત્યાંથી પકડી પાડી એલસીબીએ માહી દૂધ ડેરી તેમજ ટેન્કર માલિકોની જાણ બહાર આ ટેન્કર ના ડ્રાઇવર દૂધની ચોરી કરી તેમાં પાણી ભેળસેળ કરી વિશ્વાસઘાત કરવાના આ ગુન્હામાં બંને ટેન્કરના ડ્રાઇવર બલીરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબ યાદવ રહે, બંને સિસવાન વારણસી યુપી અને બંને ડ્રાઇવરોને મોટા ટેન્કરમાંથી દૂધ ચોરીના 7 હજાર જ્યારે નાના ટેન્કરમાંથી દૂધ ચોરી માટે ત્રણેક હજાર રૂપિયા મળતા હતાં. 

તેમજ દૂધની ચોરી કરનાર હીરાભાઈ ગોવિંદભાઇ કલોતરા, અર્જુન રમેશભાઈ ભારાઈ અને જશભાઈ ગોવિંદભાઇ કલોતરા રહે ત્રણેય જૂનાગઢ તેમજ આ દૂધની ચોરી અને ભેળસેળનું નક્કી કરાવનાર બાલો ઉર્ફે ઘેલીયો પરબતભાઈ કોડિયાતર રહે, જૂનાગઢ જેને પકડવાનો હજુ બાકી છે અને ચોરી માટે બંને પક્ષોને જગ્યા પુરી પાડનાર હોટેલનો ભોગવટો કરનાર ભીખુભાઇ ઘેલાભાઇ રામાણી રહે પીઠડીયા ટોલનાકા પાસે વાળાને જગ્યા અને પાણી પૂરું પાડવા માટે હજાર રૂપિયા આપવામાં આવતા હોવાની માહિતી પોલીસે આપી હતી. 

સાથે જ તમામ આરોપી ની ધરપકડ કરી હતી. તેમજ સમગ્ર દૂધ ચોરી નું કૌભાંડ છેલ્લા 15 થી 20 દિવસ થયાં ચાલતા હોવાનું સામે આવ્યું હતું,અને સાથે બે ટેન્કર, એક બોલોરે પીકઅપ જીપ તેમજ દૂધની ચોરી કરવાનો ઇલેક્ટ્રિક મોટર સહિતનો સામાન પ્લાસ્ટિકની ટાંકી નંગ -૪ અને ૭ મોબાઈલ સહિત કુલ ૨૪,લાખ ૪૩૦૦૦ હજાર નો મુદ્દામાલ કબ્જે કરીને LCB એ વધુ તપાસ શરૂ કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news