Lockdown 3 News

માંડવી : ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો
કચ્છના માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો હતો. માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોના ખોરાકમાં મૃત જીવાત નીકળતા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ક્વોરેન્ટાઇમાં રહેલા લોકોએ સાથે મળીને આ અંગે વિરોધ કર્યો હતો. આ સાથે જ અહી રહેતા લોકોને વિવિધ સુવિધાઓ સારી રીતે ન મળતી હોય તેવી પણ ફરિયાદો કરી હતી. લોકોએ જણાવ્યું કે, અહીં લોકોને સ્નાન કરવા માટે ડોલ કે ડોલચાની પણ વ્યવસ્થા નથી હોતી. લોકો ખોબામાં પાણી ભરીને ન્હાવુ પડે છે. દર્દીઓએ ખોરાક અને અન્ય સુવિધા સારી અપાય તેવી માંગ છે. 
May 15,2020, 23:38 PM IST
ગુજરાત સરકારે જાહેર કરેલી 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ
May 15,2020, 21:36 PM IST
ગુજરાતનું કોરોના રિપોર્ટ કાર્ડ : 24 કલાકમાં 340 લોકો પોઝિટિવ, કુલ આંકડો 9932 પહોંચ્ય
May 15,2020, 20:40 PM IST
કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો
કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરાયો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર-પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થવી એ અત્યંત માનવ સહજ બાબત છે. ગુજરાત સરકારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1.33 લાખ શ્રમિકોને વતન મોકલ્યા છે.  ત્યારે મૂળ રાયબરેલીનુ દંપતી કિશ્નાદેવી અને તેમના પતિ પણ રોજીરોટી મેળવવા ગુજરાત આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓને હાલ ગુજરાત છોડવાની ફરજ પડી છે. આવામાં ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનતા આ દંપતીએ કમને ગુજરાતની અલવિદા કરી હતી. સાથે જ અહી જલ્દી પરત ફરશે તેવી આશા વ્યક્ત કરી હતી. એટલુ જ નહિ, ટ્રેન પર ચઢતા પહેલા દંપતી કર્મભૂમિ ગુજરાતની જમીનને પગ પડીને શત શત વંદન કર્યા હતા. 
May 15,2020, 19:52 PM IST
કચ્છની મસ્જિદમાં માઇક પર ભડકાઉ ભાષણ કરનારાને પાસામાં મોકલાયો - પોલીસ વડા
લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યમાં લૉકડાઉનના ત્રીજા તબક્કાના અંતિમ દિવસોમાં રાજ્યના નાગરિકોને કોરોનાના સંક્રમણમાંથી બચાવવા માટે તમામ જગ્યાએ યોગ્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી દેવાઈ છે. લોકહિત માટે પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નાગરિકો પોતે તકેદારી રાખે અન્ય પાસે પણ તકેદારી રખાવે તે જરૂરી. આવશ્યક ચીજ-વસ્તુઓના વેચાણમાં પણ દુકાનદારો અને નાગરિકો યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને તંત્રને પૂરતો સહયોગ આપે તે જરૂરી છે. રાજ્યના રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવિશેષ તકેદારી રાખવી જરૂરી હોય આ વિસ્તારમાં અગાઉની જેમ જ લૉકડાઉનનો ચુસ્ત અમલ કરાશે અને તે માટે પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
May 15,2020, 18:15 PM IST
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની CMએ કરી જાહેરાત, માત્ર 2 ટકાના વ્યાજે મળશે લોન
ગુજરાતની જનતા માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત અંગે જણાવ્યું કે, નાના દુકાનદારો કે રિક્ષા ડ્રાઇવર બધા માટે એક લાખ રૂપિયા સુધીની લોન જેનું માર્કેટ ઇન્ટરેસ્ટ ૧૨ ટકા છે, તે લોન 2 ટકાએ આપવાની જાહેરાત  કરીએ છીએ. માત્ર અરજીના આધાર ઉપર એક લાખ રૂપિયા સુધીની લોન અપાશે. વાર્ષિક 2 ટકા વ્યાજ આપવાનું રહેશે. બાકીનું 6 ટકા ઇન્ટરેસ્ટ રાજ્ય સરકાર ચૂકવશે. ત્રણ વર્ષ બાદ ૬ ટકા વ્યાજ ચૂકવવું પડશે. વગર વ્યાજની જેમ પૈસા આપ્યા છે એવું અનુભવાશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. નાના લોકો આ રૂપિયાનો ઉપયોગ પોતાના ધંધામાં કરી શકશે.  
May 14,2020, 15:57 PM IST
કોરોનાને કારણે આઈસ્ક્રીમ વેચાણની મહત્વની સીઝન ગઈ પાણીમાં, કોઈ ખરીદવા તૈયાર નથી
કોરોનાને કારણે આઈસ્ક્રીમના વેચાણ પર માઠી અસર થઈ રહી છે. નવેમ્બર માસમાં કોરોનાના આગમન બાદ આઇસક્રીમ (ice cream) નું વેચાણ ઘટવા લાગ્યું છે. કોરોનાના લક્ષણમાં ગળું ખરાબ થવું એક લક્ષણ હોવાથી લોકો આઇસક્રીમથી દૂર ભાગી રહ્યા છે. આઈસ્ક્રીમ ખાવાથી ગળું ખરાબ થવું કે શરદી ખાંસી થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે. આઈસ્ક્રીમ ખાવાથી કોરો (Coronavirus) ન થતો હોવાનું તારણ બહાર આવ્યું છતાં લોકો આઈસ્ક્રીમથી ખાવાથી દૂર ભાગી રહ્યાં છે. આઇસ્ક્રીમના વેચાણ માટે ઉનાળાના ત્રણથી ચાર મહિના મહત્વના હોય છે. આ મહિનાઓમાં આઈસ્ક્રીમનુ સૌથી વધુ વેચાણ થતુ હોય છે. પરંતુ કોરોના અને લોકડાઉનના કારણે આ સીઝનમા આઈસ્ક્રીમના વેચાણમાં 85 ટકા કરતાં વધારે ઘટાડો થયો છે. માત્ર અમદાવાદમાં એક મહિનામાં 5 કરોડ કરતાં વધારેના આઈસ્ક્રીમનું વેચાણ થતું હતું. પરંતુ લોકડાઉનના કારણે દૂધ સિવાયના 500 થી વધુ આઈસ્ક્રીમ પાર્લર બંધ છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે આઇસક્રીમ ઉત્પાદકોને કરોડોનું નુકસાન થયું છે. 
May 14,2020, 15:28 PM IST
દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વ
સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે. કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.
May 14,2020, 14:23 PM IST
વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોનો દહેજમાં ચક્કાજામ કરીને હોબાળો
લોકડાઉન (Lockdown) બાદ ગુજરાતમાં બેકાર બનેલા અને અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ હાલ કામ ન હોવાથી પોતાના વતન જવા ઈચ્છી રહ્યાં છે. સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જે લોકો સુવિધા મેળવી શક્યા છે તે પરપ્રાંતિયો (migrants) પોતાનો કાબૂ ગુમાવી રહ્યા અને રસ્તા પર ઉતરી આવ્યા છે. રોજ ગુજરાતના વિવિધ શહેરોમાં પરપ્રાંતિયો વતન જવાની ઈચ્છા દર્શાવીને વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે ભરૂચના  દહેજમાં વતન જવા માટે ધીરજ ગુમાવેલ પરપ્રાંતિયોએ હોબાળો મચાવ્યો હતો. જોલવા નજીક માર્ગ પર તમામ દ્વારા ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો. જેથી દહેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
May 14,2020, 11:31 AM IST
ગુજરાતમાં હવે કોરોનાના ગંભીર દર્દીઓને 40 હજારની કિંમતના ખાસ ઈન્જેક્શન અપાશે
કોરોનાના ગંભીર દર્દીઓ માટે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શને આશા જન્માવી છે. કોરોનાના જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓને હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ટોસિલિઝુમેબ નામના ઇન્જેક્શન આપવાની શરૂઆત કરી છે. જેથી હવે આવા દર્દીઓને બચાવવાની ટકાવારી વધી છે. ગઈકાલે આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, કોવિડ 19 (COVID- 19) સામે સફળતા મળી શકે તે માટે બે બાબતોનો પ્રયાસ અને સફળ પ્રયોગ કરાયો છે. જેમાં એક ટોસિલિઝુમેબ (tocilizumab injection) નામનું ઇન્જેક્શન છે. તેની અસરકારકતા વધુ છે. તેનુ મોટાપ્રમાણમાં ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. ગંભીર હાલતના દર્દીઓઓ માટે આ
May 14,2020, 21:15 PM IST
આજે પણ અમદાવાદના GMDC મેદાનમાં 1000થી વધુ પરપ્રાંતિયો એકઠા થયા
અમદાવાદ(Ahmedabad) માં આવેલા GMDC મેદાન ખાતે આજે ઉત્તરાખંડના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોજગારી માટે અમદાવાદ આવેલા અને લોકડાઉનમાં ફસાયેલા 1 હજારથી વધુ લોકો ભેગા થયા હતા. તમામ લોકોને GMDC મેદાન ખાતેથી બસના માધ્યમથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. તો સાથે જ જે લોકો પાસે વતન પરત ફરવાની જરૂરી મંજૂરી નથી તેવા લોકોને અલગ કરવામાં આવી રહ્યા છે. વતન પરત ફરવાની મંજૂરી ન મળી હોય એવા લોકો પણ GMDC મેદાન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. વતન પરત ફરવા અંગેની મંજૂરીનો મેસેજ હોય તેવા લોકોને રોકવવા અને હજુ મંજૂરી ન મળી હોય તેવા લોકોને પોલીસ દ્વારા ઘરે પરત ફરવા અપીલ કરાઈ રહી છે.
May 14,2020, 9:06 AM IST

Trending news