બંગાળમાં મોટી ઉથલપાથલના એંધાણ, CM મમતા બેનર્જીએ કહ્યું- હું રાજીનામું આપી દેવા તૈયાર

સીએમ મમતાએ કહ્યું કે અમે જૂનિયર ડોક્ટરોને મળવા માટે 2 કલાક સુધી રાહ જોઈ પરંતુ બેઠકના સ્થળે કોઈ આવ્યું નહીં. હું બંગાળના લોકો પાસે માફી માંગુ છું. જેમને આશા હતી કે  RG Kar  મેડિકલ કોલેજનો ગતિરોધ આજે ખતમ થઈ જશે. 

બંગાળમાં મોટી ઉથલપાથલના એંધાણ, CM મમતા બેનર્જીએ કહ્યું- હું રાજીનામું આપી દેવા તૈયાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે આંદોલન કરી રહેલા ડોક્ટરો સાથે વાતચીત કરવા માટે હાવડાના નબન્ના બિલ્ડિંગ પહોંચ્યા હતા. પરંતુ પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરો તેમની સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા જ નહીં. સીએમ મમતાએ કહ્યું કે અમે જૂનિયર ડોક્ટરોને મળવા માટે 2 કલાક સુધી રાહ જોઈ પરંતુ બેઠકના સ્થળે કોઈ આવ્યું નહીં. હું બંગાળના લોકો પાસે માફી માંગુ છું. જેમને આશા હતી કે  RG Kar  મેડિકલ કોલેજનો ગતિરોધ આજે ખતમ થઈ જશે. 

સીએમ મમતાએ કહ્યું કે હું આંદોલનકારી જૂનિયર ડોક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ નહીં. તેમને માફ કરી દઈશ પરંતુ તેઓ અમારી સાથે વાત કરવા તો આવે. તેમણે કહ્યું કે તેમની આ હડતાળના કારણે પશ્ચિમ બંગાળની જનતા ખુબ  હેરાન થઈ રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર થઈ શકતી નથી. અત્યાર સુધીમાં 27 લોકોના મોત થઈ ગયા છે અને 7 લાખ દર્દીઓ પરેશાન છે. 

Add Zee News as a Preferred Source

રાજીનામું આપવા તૈયાર
ટીએમસી પ્રમુખે કહ્યું કે આરજી કર મામલે ગતિરોધ સમાપ્ત કરવા માટે મે જૂનિયર ડોક્ટરો સાથે વાતચીત કરવાની કોશિશ કરી. ગુરુવારે અમે સાંજે 5 વાગે ફરીથી તેમને મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓ બેઠક સ્થળ પર આવ્યા નહીં. હું બંગાળના લોકોની માંફી માંગુ છું. જેમને આશા હતી કે આજે ડોક્ટરોનો વિરોધ ખતમ થઈ જશે. મમતાએ સાથે એ પણ કહ્યું કે, લોકો માટે થઈને હું સીએમ પદેથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છું. હું આરજી કર હોસ્પિટલના ડોક્ટરની હત્યાના મામલે પણ ન્યાય ઈચ્છું છું. 

મીટીંગનું લાઈવ પ્રસારણ ન કરી શકીએ
સીએમ મમતાએ આગળ કહ્યું કે અમારી પાસે જૂનિયર ડોક્ટરોની સાથે બેઠકના વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા હતી, અમે સુપ્રીમ કોર્ટની મંજૂરીથી તેને તેમની સાથે શેર કરી શકીએ તેમ હતા. કારણ કે આ મામલો કોર્ટમાં વિચારણા હેઠળ છે. આથી જૂનિયર ડોક્ટરોની માંગીણી મુજબ તેમની સાથે મીટિંગનું લાઈવ પ્રસારણ થઈ શકે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news