Misbehaving News

સોશિયલ મીડિયા પર મહિલા મિત્રોની તસ્વીરો થકી દુષ્પ્રચાર કરનારા 2ની ધરપકડ
સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે કે જે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ફરિયાદી અને તેની સહેલીઓના ફોટા હેરાન કરવાના ઇરાદે મુકતો. ઉલ્લેખનીય છે કે આ અંગે  ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે ઈંસ્ટાગ્રામ પર તેના નામનું ખોટું આઈડી બનાવી આરોપીએ તેના ફોટા સાથે કેટલાક બીભત્સ ફોટો એડિટ કરી મુકેલ છે. પોલીસે ઈંસ્ટાગ્રામના આઈડી આધારે તપાસ કરતા આરોપી મહોમદ શાહ હોવાનું સામે આવ્યું. આરોપી અને ફરિયાદી દૂરના સગા હોવાથી ફરિયાદીને સારી રીતે ઓળખતો અને વાત પણ  કરતા પરતું આરોપીએ ફરિયાદીને પ્રપોઝ કરતા ફરિયાદીએ આરોપીને બ્લોક કરી તેની અદાવત રાખી ફરિયાદીને બદનામ કરવાના ઇરાદે આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.
Dec 29,2019, 19:06 PM IST

Trending news