VIDEO ઉન્નાવ: બદમાશો યુવતીને ઉઠાવીને સૂમસામ જગ્યા પર લઈ ગયા, કરી શરમજનક કરતૂત

 ઉન્નાવમાં મહિલા સાથે ગેરવર્તણૂંકનો એક વાઈરલ વીડિયો સામે આવતા ચકચાર મચી છે. ઝી મીડિયાના અહેવાલની અસર થઈ છે અને આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે.

VIDEO ઉન્નાવ: બદમાશો યુવતીને ઉઠાવીને સૂમસામ જગ્યા પર લઈ ગયા, કરી શરમજનક કરતૂત

નવી દિલ્હી/ઉન્નાવ: ઉન્નાવમાં મહિલા સાથે ગેરવર્તણૂંકનો એક વાઈરલ વીડિયો સામે આવતા ચકચાર મચી છે. ઝી મીડિયાના અહેવાલની અસર થઈ છે અને આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે. જ્યારે બાકીના આરોપીઓની પોલીસ શોધ કરી રહી છે. આ મામલે હાલ પોલીસે ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે ગંગાઘાટ પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ એક આરોપીની અગાઉ પોલીસે ચોરીના આરોપમાં ધરપકડ  કરેલી છે. જ્યારે અન્ય એક આરોપીને શુક્રવારે પકડ્યો. 

કહેવાય છે કે મામલો ગંગાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના સહજની વિસ્તારોનો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 382/18 147, 323, 504, 506, 354 હેઠળ કેસ દાખલ કર્યો છે. અત્રે જણાવવાનું કે ઉન્નાવથી સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યાં બાદ પોલીસે કાર્યવાહી કરી છે. 

વીડિયો જોઈને લોકોનું માથું શરમથી ઝૂકી જાય. આ વીડિયોમાં 3 બદમાશો એક મહિલા સાથે ગેરવર્તણૂંક કરી રહ્યાં છે. બદમાશો મહિલાની છેડતી કરી રહ્યાં છે. મહિલાને બ્લેકમેઈલ કરવાની ધમકી આપી રહ્યાં છે. બદમાશો મહિલાને ઉઠાવીને એક સૂમસામ જગ્યા પર લઈ જાય છે અને ત્યાં તેની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરે છે. 

વીડિયો વાઈરલ થયા બાદ મહિલાઓની સુરક્ષાને લઈને એકવાર ફરીથી સવાલો ઉઠી રહ્યાં છે. આ મામલે પોલીસે જણાવ્યું કે વીડિયોમાં જોવા મળી રહેલા એક આરોપીની ધરપકડ ચોરીના મામલે થઈ ચૂકી છે. અન્ય એક આરોપીની ધરપકડ વીડિયો સામે આવ્યાં બાદ થઈ. પોલીસ અન્ય આરોપીઓને શોધી રહી છે. તેમને જલદીથી પકડીને કડક કાર્યવાહી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news