Mohua News

કેન્દ્ર સરકારનાં પ્રોજેક્ટને અમલીકરણ માટે સુરતને બેસ્ટ પર્ફોમન્સ એવોર્ડ
વિશાખાપટ્ટનમ ખઆતે ધી મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગએન્ડ અર્બન અફેર્સ દ્વારા તમામ સ્માર્ટ સિટીઝને પ્રોત્સાહીત કરવા માટે ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ 2019નું  આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામ શહેરો પાસેથી 7 અર્બન થીમ પ્રોજેક્ટનાં નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા. જેમાંથી સુરત શહેરને બે એવોર્ડ મળ્યા હતા. મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સુરત સ્માર્ટ સિટીનાં બે પ્રોજેક્ટ રિસ્ટોરેશન, રિયુઝ એન્ડ રિડેવલપમેન્ટ ઓફ સુરત કેસ્ટલ પ્રોજેક્ટને કલ્ચર એન્ડ ઇકોનોમી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત વન સિટી વન કાર્ડ ડિઝીટલાઇઝેશન ફોર કેશલેસ ટ્રાવેલ બાય ઇન્ટીગ્રેશન ઓફ ઓટોમેટીક ફેર કલેક્શન સિસ્ટમ વીથ સુરત મની કાર્ડ પ્રોજેક્ટને પણ ટ્રાન્સપોર્ટેશન કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. આ પ્રોજેક્ટનાં ઘણા વખાણ પણ થયા હતા. 
Jan 24,2020, 23:13 PM IST

Trending news