npr

‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ને લોકોએ ફરીએકવાર સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ કરી રહી છે. બે વર્ષ પહેલા ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવેલી સ્વરા ભલે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ હોય, પરંતુ હાલ ભારત સરકાર વિર્દુધ સતત પોતાનો ક્રોધ વ્યક્ત કરીને તે કેટલાક લોકોના રોષનો શિકાર બની રહી છે. NPR (National Population Register) અને NRC (National Register of Citizens)ના વિરોધમાં સ્વરા સત લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતી નજર આવી રહી છે. 

Mar 16, 2020, 08:53 AM IST

પીએમ મોદી પ્રેસિડન્ટ ટ્રમ્પને આવકારવામાં વ્યસ્ત ત્યારે બિહારના CM નીતિશકુમારે આપી દીધું મોટું નિવેદન 

રવિવારે બિહારના દરભંગામાં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે એનઆરસી અને એનપીઆર પર નીતિશકુમારે મોટું નિવેદન આપ્યું છે

Feb 24, 2020, 01:33 PM IST

NPR અને NRC મુદ્દે શિવસેનાએ મોદી સરકારને ટેકો આપતા કોંગ્રેસ કાળઝાળ, આપ્યું આગ ઝરતું નિવેદન

તિવારીએ કહ્યું કે એકવાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહીં. મનિષ તિવારીએ કહ્યું કે નાગરિકતા કાયદાને ભારતીય બંધારણ મુજબ બદલવામાં આવે. કારણ કે નાગરિકતા કાયદો ધર્મના આધારે બનાવી શકાય નહીં. 

Feb 22, 2020, 01:30 PM IST

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- PM મોદી સાથે CAA સહિત ઘણા મુદ્દે કરી વાત, NPRને લઇને આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી. ગત વર્ષે નવેમ્બરમાં મુખ્યમંત્રી બન્યા બાદ ઠાકરેની આ પહેલી દિલ્હી યાત્રા છે. મુલાકાત બાદ તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે પીએમ મોદી સાથે નાગરિકતા કાનૂન સહિત ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ છે.

Feb 21, 2020, 08:08 PM IST

મહારાષ્ટ્ર: NPR લાગૂ કરવાને લઇને ઉદ્ધવ સરકારમાં ખેંચતાણ, કોંગ્રેસ અને NCPએ આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોની ઠાકરે સરકારમાં એનપીઆર (NPR)ના મુદ્દે બે ભાગલા થઇ ગયા છે. શિવસેના (Shiv Sena) NPRને જનગણના ગણાવતાં સમર્થન કરતી જોવા મળી રહી છે, તો બીજી તરફ મહારાષ્ટ્રની ગઠબંધન સરકારની બે મુખ્ય પાર્ટીઓ એનસીપી (NCP) અને કોંગ્રેસ (Congress) NPRને મહરાષ્ટ્રમાં લગૂ કરવાના હકમાં નથી.

Feb 19, 2020, 08:44 PM IST

NPR મુદ્દે મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત, અન્ય રાજ્યો વાતો કરતા રહ્યા અને...

મહારાષ્ટ્રમાં એક મહિનાથી રાષ્ટ્રીય જનસંખ્યા યાદી એટલે કે એનપીઆર (NPR) અંગે કામ ચાલુ થઇ જશે. જેના હેઠળ વસ્તી ગણત્રી કરનારા અધિકારીઓ 1 મેથી 15 જુન સુધી ઘરે જઇને ડેટા કલેક્ટ કરેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે 1 મેથી 15 જુન દરમિયાન એનપીઆર હેઠળ ડેટા કલેક્ટ કરવાનો સર્કુલર બહાર પાડ્યો છે. મુંબઇમાં કેન્દ્રીય વસ્તી ગણતરીનો દાવો છે કે આ અંગે મહારાષ્ટ્ર સરકાર પણ ટુંક જ સમયમાં સર્કુલર જાહેર કરશે. આ અંગે મુંબઇમાં ચીફ પોપ્યુલેશન ઓફીસરનાં ઓફીસમાં 6 ફેબ્રુઆરીએ એક બેઠક થઇ હતી. 

Feb 15, 2020, 09:54 PM IST

NPR દરમિયાન કોઈ કાગળો દેખાડવા જરૂરી નથી, ગૃહ મંત્રાલયે લોકસભામાં આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે લોકસભામાં NRC અને NPR પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. એક જવાબમાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, એનપીઆર દરમિયાન કોઈ કાગળની જરૂર નથી. 

Feb 4, 2020, 04:34 PM IST

વસ્તી ગણતરીનું કાઉન્ટાડાઉન શરૂ, પહેલીવાર ભારતીયોને પૂછાશે ‘ખાસ’ સવાલો

વસ્તી ગણતરી 2021 (Census 2021)નો પહેલુ ચરણ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી કરવામા આવશે. આ ચરણનું નામ હાઉસહોલ્ડ લિસ્ટીંગ છે. વસ્તી ગણતરીના પહેલા ફેઝમાં સવાલ હાઉસહોલ્ડ (Household) પર આધારિત રહેશે, ન કે ઈન્ડિવિઝ્યુઅલ આધારિત... પહેલા ફેઝમાં ઘરના કર્તાધર્તા કોણ છે, ઘરમાં કઈ-કઈ સુવિધા છે, કેટલાક લોકો છે તે સવાલો સામેલ હશે. 

Jan 16, 2020, 08:17 AM IST

હિંસા ન ફેલાવો, CAA, NPR પર રચનાત્મક ચર્ચા કરી સૂચન આપો કે શું સુધારો થાયઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, 'અસહમતિ રાખવાની આઝાદી આપવી લોકતંત્રનો એક મૌલિક સિદ્ધાંત છે. આપણે ભલે તેને પસંદ કરીએ કે ન કરીએ, કોઈપણ મુદ્દા પર બીજા પાસાને પણ જરૂર સાંભળવા જોઈએ અને તે પ્રમાણે યોગ્ય પગલાં ભરવા જોઈએ.'

Dec 29, 2019, 06:18 PM IST

એસપી પ્રમુખ અખિલેશ યાદવની મોટી જાહેાત, હું NPRમાં ફોર્મ નહીં ભરૂ

અખિલેશે કહ્યું, 'અમે બંધારણ બચાવવા ઈચ્છીએ છીએ, પરંતુ જેની સાથે મુકાબલો છે તે બંધારણને સમજતા નથી. યુવાનોને નોકરી જોઈએ કે એનપીઆર? તેમણે કહ્યું, ભાજપના લોકો નક્કી નહીં કરે અમે નાગરિક છીએ કે નહીં.
 

Dec 29, 2019, 05:43 PM IST

National Population Register: શું છે NPR, કેવી રીતે તૈયાર થશે ડેટાબેસ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડકરે આપી માહિતી

National Population Register: નરેન્દ્ર મોદી કેબિનેટે રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટરને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ મુજબ દેશભરમાં નાગરિકોનો ડેટાબેસ તૈયાર કરવામાં આવશે. 

Dec 24, 2019, 05:09 PM IST
Cabinet Approves NPR, Preparations For Census 2021 Begin PT2M33S

કેન્દ્રીય કેબિનેટે NPRને આપી મંજૂરી, વસ્તી ગણતરી 2021 માટે તૈયારીઓ શરૂ

National Population Register: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ના અપડેટને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી કેબિનેટ (Cabinet Meeting)ની મીટિંગ NPR એટલે કે નેશનલ પોપુલેશન રજિસ્ટરના અપડેટ પર મોહર લગાવી દીધી છે.

Dec 24, 2019, 04:30 PM IST

National Population Register: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરના અપડેટને મોદી કેબિનેટની મંજૂરી

National Population Registe: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ના અપડેટને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોદી કેબિનેટ (Cabinet Meeting)ની મીટિંગ NPR એટલે કે નેશનલ પોપુલેશન રજિસ્ટરના અપડેટ પર મોહર લગાવી દીધી છે.

Dec 24, 2019, 03:03 PM IST

આજે મોદી કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરના નવીનીકરણ પર લાગી શકે છે મોહર

રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) પર આજે કેન્દ્રીય કેબિનેટની મોહર લાગી શકે છે. આજે સવારે 10:30 વાગે મોદી કેબિનેટ (Cabinet Meeting)ની મીટિંગ યોજાવવાની છે. આ બેઠકમાં NPR એટલે કે નેશનલ પોપુલેશન રજિસ્ટર પર ચર્ચા થઇ શકે છે. કેબિનેટની બેઠકમાં એનપીઆરના નવીનીકરણને લીલી ઝંડી મળવાની સંભાવના છે.

Dec 24, 2019, 11:25 AM IST