oxygen cylinders

મધ્યપ્રદેશ માટે સંકટમોચન બન્યું સુરત, 2 દિવસમાં 117 ટન ઓક્સિજન આપ્યો

ગુજરાત પહેલેથી ફાર્માસ્યુટિકલ હબ રહ્યુ છે. દેશના અનેક રાજ્યોમાં દવાનો પુરવઠો ગુજરાતમાંથી પૂરો પાડવામાં આવે છે. આવામા કોરોનાકાળમાં પણ ગુજરાત અન્ય રાજ્યોની વ્હારે આવ્યું છે. ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે સુરત હજીરા પ્લાન્ટથી ચાર દિવસમાં 200 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે આઈનોક્સ કંપનીએ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશમાં મોકલી આપ્યો છે. 

Apr 30, 2021, 06:47 AM IST

ગુજરાતના આ જિલ્લામાં પણ હવે હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓને નહિ મળે ઓક્સિજન

  • ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને હવે ઓક્સિજનના બાટલા નહીં ભરી આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી
  • કેટલાય લોકો ઓક્સિજન માટે રાત્રે 3 વાગ્યાથી સવાર સુધી લાઈનમાં ઉભા રહે છે

Apr 27, 2021, 11:38 AM IST

વહીવટમાં ગોથું ખાધા પછી હવે સુરતમાં તંત્રના હવાતિયા, ઓક્સિજન કાપ માટે કરકસરનો આદેશ

  • ગુજરાતમાં માત્ર એક મહિના દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત 13 ગણા વધી ગઈ છે. જ્યાં એક મહિના પહેલા માત્ર 75 ટન ઓક્સિજનનો વપરાશ હતો, ત્યાં હવે તે 1000 ટન થઈ ગયો છે
  • આજથી સિવિલમાં ઓક્સિજનના ઉપયોગ પર 10 ટકા કાપ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, ઓક્સિજન કાપ માટે કરકસર કરવામાં આવે

Apr 27, 2021, 10:44 AM IST

સયાજી હોસ્પિટલમાં 4 કલાક ઓક્સિજન ખૂટતા અફરાતફરી, વિનોદ રાવે સુપરીટેન્ડન્ટને ખખડાવ્યા

  • ડો.વિનોદ રાવએ એસએસજીના સુપરીટેન્ડેન્ટને રીતસર ખખડાવ્યા હતા. હોસ્પિટલ તંત્ર સામે OSD વિનોદ રાવે કાર્યવાહી કરી હતી. તેમણે સુપરીટેન્ડન્ટ ડો. રંજન ઐયરને શો કોઝ નોટિસ ફટકારી

Apr 25, 2021, 07:32 AM IST

ગાંધીનગરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન કરીને ગૃહમંત્રી બોલ્યા, ગુજરાતમા ઓક્સિજન વ્યવસ્થા વધુ મજબૂત બનશે

  • કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 280 લિટર ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે

Apr 24, 2021, 11:22 AM IST

ઓક્સિજનના સંકટ અંગે સુરત કલેક્ટરે આપ્યું મોટું નિવેદન, લોકોને ચેતવ્યા

  • હાલમાં સુરતભરમાં 200 ટનથી વધુ ઓક્સિજનની ડિમાન્ડ છે. આવામાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. જેમાં પણ ઓક્સિજનનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું

Apr 23, 2021, 01:23 PM IST

એક એક શ્વાસ માટે રાજકોટમાં વલખા મારે છે કોરોના દર્દી, કુંદન હોસ્પિટલમાં 4 દર્દી મોતને ભેટ્યા

  • કુંદન હોસ્પિટલમાં બે દર્દીઓના ઓક્સિજનની અછતને કારણે અને 2 દર્દીઓ ક્રિટિકલ સ્થિતિમાં હોવાથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. કુલ ચાર દર્દીના ઓક્સિજન વગર મોત થયા
  • રાજકોટમાં ઓક્સિજનની અછતને લઇને સરકાર એકશનમાં આવી છે. આજથી દરરોજ 110 મેટ્રીક ટન ઓક્સિજનનો જથ્થો રાજકોટને ફાળવવામાં આવશે

Apr 23, 2021, 12:43 PM IST

રાજકોટની પરમ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય ખૂટ્યો, રાતોરાત પહોંચાડાઈ સુવિધા

  • રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. ખાનગી હોસ્પિટલો ઓક્સિજનની તંત્ર પાસેથી સતત માંગ કરી રહી છે

Apr 23, 2021, 08:13 AM IST