Pakistani army News

13 દિવસમાં પાકિસ્તાનની આખી આર્મીને ઘુંટણીયે પાડી દીધી, જામનગરમાં કરાઇ ભવ્ય ઉજવણી
પાકિસ્તાનને યુદ્ધના રણમેદાનમાં ભારતીય જવાનો દ્વારા માત્ર ૧૩ જ દિવસમાં ધૂળચાટતી કરીને તિરંગો લહેરાવ્યો હતો. આ જીતની ૫૦ વર્ષની સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરમાં પણ સેનાના જવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજય મશાલ લાખોટા તળાવ અને નેવી મથક વાલસુરા બાદમાં આજે આર્મી એરિયામાં ખાતે પહોંચી હતી અને એક તબક્કે દેશભક્તિનું પ્રચંડ મોજુ છવાયેલું હતું. પાકિસ્તાનના જ એક ભાગ એવા હાલના બાંગ્લાદેશના વિસ્તાર પર પાકિસ્તાની આર્મીએ અત્યાચાર શરૂ કર્યા હતો. બાંગ્લાદેશી મહિલાઓ ઉપર એટલાં બધાં બળાત્કાર કરવામાં આવ્યા હતાં કે, જુલ્મ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારતીય સૈનાને લીલી ઝંડી આપી હતી. 
Aug 7,2021, 22:40 PM IST

Trending news