11 વર્ષના બાળકે અમદાવાદ કર્ફ્યૂ વચ્ચે ફાયરિંગ થયાનો ફોન કર્યો, પોલીસ પહોંચી તો...
Trending Photos
અમદાવાદ : કોરોના સંક્રમણ વધતા શહેરમાં કર્ફ્યૂના કારણે પોલીસ અને 108 એલર્ટ છે. જેની વચ્ચે આજે બપોરે 3.30 વાગ્યા આસપાસ શહેરની સાબરમતી પોલીસ અને 108ને 11 વર્ષના છોકરાએ દોડતી કરી દીધી હતી. છોકરાએ તેની દાદીનો ફોન લઇને ઘર્મનગરમાં ગોળીબાર થયો હોવાનો મેસેજ કર્યો હતો. તેવામાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. ફાયરિંગના મેસેજના પગલે પોલીસ દોડતી થઇ હતી. જો કે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ફાયરિંગ થયું નહોતું. છેવટે બાળકે મસ્તીમાં ફોન કર્યો હોવાનું બહાર આવતા પોલીસે હાશકારો લીધો હતો.
શહેર પોલીસ કંટ્રોલરૂમમાં આજે બપોરે એક નંબર પરથી ફોન આવ્યો કે, ધર્મનગરમાં ગોળીબાર થયો છે. જેના પગલે સાબરમતી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના કારણે સાબરમતી પોલીસ દોડતી થઇ હતી. જો કે સ્થળ પર પહોંચીને ફાયરિંગની તપાસ કરતા આવું કંઇ જ બન્યું નહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જેથી ફોન પર સામે ફોન કરીને પોલીસે પુછપરછ કરી તે ઘરે પહોંચી હતી.
બાળકે સૌથી પહેલા 108 ઇમરજન્સી નંબર પર ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, ધર્મનગરમાં ગોળીબાર થયો છે. માતા પિતાએ આ ઘટના બાદ તેના પુત્રને ઠપકો આપ્યો હતો. સગીરે આ રીતે ફોન કર્યો હોવાથી માતા-પિતાને બાળકને ફોન આપીને હવે ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે