Rajasthan border News

ભગવાન ભરોસે ખુલ્લી મૂકાઈ ગુજરાત-રાજસ્થાન બોર્ડર, બેરોકટોક થઈ રહી છે અવરજવર
કોરોનાનું સંક્રમણ વધતાં દરેક રાજ્ય બહારથી આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરી રહ્યા છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનનો પણ સમાવેશ થાય છે. તેમ છતાં બનાસકાંઠામાં આવેલી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ગંભીર બેદરકારી જોવા મળી છે. ZEE 24 કલાકે રિયાલિટી ચેક કર્યું તો માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચે આવેલી ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પ્રવાસીઓ બેરોકટોક અવર-જવર કરતા જોવા મળ્યા. પ્રવાસીઓની તપાસ કરવા કે તેમની પાસે RTPCR ટેસ્ટ માગવા માટે ચેકપોસ્ટ પર કોઈ અધિકારી જ જોવા ન મળ્યા. બંને રાજ્યમાં કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. ત્યારે તંત્ર ઉંઘમાથી જાગે અને માઉન્ટ આબુ અને અંબાજી વચ્ચને બોર્ડર પર સઘન તપાસ શરૂ કરે તે જરૂરી બન્યું છે. જો તંત્ર ઉંઘમાંથી નહીં જાગે તો હજુ કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતા છે.
Mar 31,2021, 7:24 AM IST
રાજસ્થાન જવાની પરવાનગી સાથે આવેલ પરપ્રાંતિયોને વલસાડ પોલીસે આવવા ન દીધા
હાલ ગુજરાતમાંથી મોટાભાગના પરપ્રાંતિયો પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓને પોતાના વતન પહોંચવા સુધી અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. તો આજે વલસાડ જિલ્લાના તલવાડા બોર્ડર પર ફસાયેલા રાજસ્થાનવાસીઓ સાથે અનહોની ઘટના બની હતી. પરપ્રાંતિયોએ સાથે પોલીસની દબંગગીરી સામે આવી હતી. બોર્ડર પાર જવાની પરમિશન લઈને આવેલા રાજસ્થાનના લોકો પર પોલીસે લાકડીઓ વરસાવી હતી. પોલીસે પરપ્રાંતિયોને લોહીલુહાણ કર્યા હતા. ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ગુજરાતમાં પ્રવેશ નહિ આપવાને લઈને પરપ્રાંતિયો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે લોકોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લોકોએ આક્ષેપ હતો કે, મહિલા સહિત, વૃદ્ધોને પણ પોલીસે દંડાવાળી હતી. 
May 9,2020, 18:23 PM IST

Trending news