Repair News

ખરાબ રસ્તા તોડી રહ્યા છે ખેલૈયાઓની કમર, નવરાત્રિ અડધી પૂરી થઈ છતા ખાડા પૂર
ગત મહિનામાં રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા 8 મહાનગરોમાં ખરાબ થઈ ગયેલા રસ્તાઓને સરખા કરવા 216 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરાઈ હતી, પરંતુ નઘરોળ પ્રશાસને હજુ સુધી નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું નથી. સવાલ એ નથી કે નવા રસ્તા બનાવવાનું કામ હજુ શરૂ થયું નથી. સવાલ એ છે કે દર વર્ષે કેવી રીતે નવે નવા રસ્તા તૂટી જાય છે. ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો માટે ત્રણ વર્ષ સુધી રસ્તા રિપેર કરાવવાની શરત રખાય છે, પરંતુ રસ્તા રિપેર કરે છે કોણ...? પાટનગર ગાંધીનગર (Gandhinagar) ના રસ્તા ખરાબ નથી થતા તો શહેરના અને ગામના રસ્તા કેવી રીતે ખરાબ થઈ જાય છે? શું પાટનગરના રસ્તા સારા બનાવવામાં આવે છે? શું ગામડાં અને શહેરના રસ્તા ખરાબ બનાવવામાં આવે છે? ચોમાસા (Monsoon)ને કારણે રસ્તા પર ઠેરઠેર ખાડા પડેલા છે. આ ખરાબ રસ્તાઓ ખેલૈયાઓના મણકા  તોડી રહ્યા છે. તો બીજી તરફ, ચોમાસું લંબાયું હોવાના નામે નવા રસ્તાઓનું કામ શરૂ નથી થયું. પણ હવે નવરાત્રિ (Navratri 2019) અડધી પૂરી થઈ ગઈ છે. 
Oct 4,2019, 8:32 AM IST

Trending news