same family

ખોરાકી ઝેરની અસરથી એક જ પરિવારના 7 લોકોની સ્થિતિ કથળી, 3નાં મોત નિપજ્યાં

ધાનેરામાં એક જ પરિવારનાં ત્રણ લોકોનું ફૂટ પોઇઝનિંગથી મોત થતા અરેરાટી મચી ગઇ છે. ધાનેરામાં કુંડી ગામે એક સાથે 7 લોકોને ફુડપોઇઝનની અસર થઇ હતી. જેમાં 03 લોકોનાં 10 દિવસની સારવાર બાદ મોત નિપજ્યાં છે. જ્યારે 04 દર્દીઓની હજી પણ સારવાર ચાલી રહી છે. જેમને વધારે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગે વિગતે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કુંડી ગામે એક સાથે એક જ પરિવારના 7 લોકોને ફૂડપોઇઝનિંગની અસર થઇ હતી. 

Aug 5, 2021, 06:58 PM IST

ડ્રાઇવરનાં એક ઝોકાએ એક જ પરિવારનાં 9 લોકોનાં જીવ લીધા, તપાસમાં થયા અનેક ખુલાસા

 તારાપુર વટામણ હાઇવે પર બુધવારે થયેલા અકસ્તામાં ભાવનગરનાં એક જ પરિવારનાં 9 લોકોનાં મોત નિપજ્યાં હતા. પોલીસે ફરાર થયેલા ડ્રાઇવરની ધરપકડ કરી છે. આ અકસ્માતની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ દ્વારા માનવ વધની કલમ દાખલ કરવામાં આવી છે. ડ્રાઇવરની પ્રાથમિક તપાસમાં તેણે કબુલ્યું કે, તેને ઝોકુ આવી જવાના કારણે અકસ્માત સર્જાયો હતો. 

Jun 17, 2021, 10:46 PM IST

આર્થિક સંકડામણથી કંટાળેલા એક જ પરિવારના 4 લોકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર

શહેરના મોડાસા તાલુકાના ગાજણ ગામે આર્થિક સંકડામણના કારણે પરિવારના 4 સભ્યોએ ઝાડ સાથે દોરડા બાંધીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એક જ પરિવારનાં 4 લોકો ઝાડ પર દોડરા બાંધીને આપધાત કરી લીધો છે. ગળેફાંસો ખાઇને આપઘાત કરનારાઓમાં બે માસુમ બાળકોનો પણ સમાવેશ થાય છે. બે યુવાનો અને બે બાળકો સહિત આખા પરિવારના ચાર લોકોએ આર્થિક તંગીથી કંટાળીને આપઘાત કર્યો હોવાની લોકોમાં ચર્ચા છે. 

Jan 2, 2021, 08:25 PM IST

રાધનપુર હાઇવે પર ઉભેલી ટ્રકમાં ગાડી ઘુસી ગઇ, એક જ પરિવારનાં 3 લોકોનાં પ્રાણ પંખેરૂ ઉડી ગયા

સામખીયાળી-રાધનપુર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં બેઠેલા એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોરબીના કેમિસ્ટ એસોસિએશનનાં પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટા ભાઇ સહિત ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં છે. મહેશ્વરી પરિવારનાં ત્રણ સભ્યોનાં મોતને પગલે સમાજ અને કેમિસ્ટ એસોસિએશનમાં શોકની લાગણી ફેલાઇ છે. 

Dec 28, 2020, 06:12 PM IST

પુત્રના પ્રેમ લગ્ન બાદ એક જ પરિવારના 7 સભ્ય અચાનક ગુમ થયા, પોલીસ દોડતી થઇ

પુત્રએ પ્રેમ લગ્ન કર્યા બાદ એક જ પરિવારનાં 7 સભ્યો અચાનક ગુમ થઇ જતા પરિવારજનો ચિંતાજનક સ્થિતીમાં મુકાયા છે. ઘરના પુત્રએ પ્રેમ લગ્ન કર્યા બાદ આખા પરિવારના સભ્યો ગુમ થઇ ગયા હતા. અન્ય પરિવારજનો ચિંતાતુર બન્યા છે, આ મુદ્દે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાનાં ઘૂટું ગામ પાસે હરિઓમ પાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા એક જ પરિવારનાં સાત સભ્યો ગુમ થયા હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસ મથકે દિલીપભાઇ લુહાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Sep 4, 2020, 10:55 PM IST

વલસાડ: કાળમુખા ટ્રકે હસતા રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો, 5ના ઘટનાસ્થળે જ મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આજે જાણે કાળચક્ર ફરી ગયું હોય તેમ એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. પૂર ઝડપે હાઇવે પર દોડી રહેલા એક કાળમુખી ટ્રકે બાઈક પર જઈ રહેલા એક પરિવારને જોરદાર ટક્કર મારતા સ્થળ પર જ બાઇક પર સવાર માતા પિતા અને બે બાળકીઓના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 9 મહિના માસુમ  બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. ભોગ બનેલ પરિવાર નવસારી જિલ્લાના ગણદેવીમાં રહેતો હતો. ગણદેવી નજીક રહેતા અને વસુધરા ડેરીમાં કામ કરતા અજયભાઈ દલપત ભાઈ નામનાં વ્યક્તિ  કોઈ કામ અર્થે એક બાઈક પર પોતાના પરિવાર સાથે નીકળ્યા હતા. 

Sep 4, 2020, 09:09 PM IST