selling

AHMEDABAD: બિનકાયદેસર ગર્ભપાતના સાધન, ડ્રગ્સ વેચતા વેપારીને રાજ્યવ્યાપી દરોડા

ગર્ભપાતની A-KARE KIT, CLEAN KIT, નું એમેઝોનના માધ્યમથી અને નારકોટીક અને સાયકોટોપીક ડ્રગ્સનું વેચાણકરી ગુનાહીત કૃત્યમાં સંડોવાયેલા વ્યકિતો સામે રાજયવ્યાપી દરોડાની કાર્યવાહી. અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી ૮૦૦ થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતી વ્યકિતને ઝડપી પડાઈ છે. અમદાવાદના વિપુલ શૈલેષભાઈ પટેલના રહેણાંક પર દરોડા પાડી રૂપિયા 6 લાખની KIT જપ્ત કરવામાં આવી. 

Jun 12, 2021, 06:54 PM IST

મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા વધુ 2 ઝડપાયા, કમીશન લઇ ઉચા ભાવે વેચતા

અમદાવાદની અમરાઈવાડી પોલીસે મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઈસમની બે દિવસ પહેલા ધરપકડ કરીને 42 ઇન્જેક્શન કબજે કર્યા છે.જે મામલે પોલીસે વધુ તપાસ કરીને આરોપીને ઈન્જેક્શન આપનાર બે ઈસમોની ધરપકડ કરી છે. ત્યારે પકડાયેલા આરોપીની પુછપરછમાં મહત્વનાં ખુલાસા થયા છે. 

Jun 11, 2021, 11:49 PM IST

OLX માં કોઇ વસ્તું ખરીદતા કે વેચતા પહેલા થઇ જજો સાવધાન, નહી તો BANK એકાઉન્ટ થશે સાફ

શહેરનાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ વિસ્તારમાં હેતા વેપારીના પુત્ર દ્વારા OLX પર લેપટોપ વેચાણમાં મુકાયાનું ભારે પડ્યું હતું. ભેજાબાજે 29 હજારમાં ખરીદવાનું નક્કી કરી પહેલા રૂપિયા 10નો QR ખોડ સ્કેન કરાવી વિશ્વાસમાં લીધા બાદ ચાર તબક્કામાં ક્યુઆર કોર્ડ મોકલીને સ્કેન કરાવી ખાતામાંથી રૂપિયા 96,999 ટ્રાન્સફર કરીને ઉપાડીને છેતરપિંડી કરી હતી. અલથાણ ભીમરાડ કેનાલ રોડ નેસ્ટ વૂડ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ભાવેશ મનજીતભાઇ બારોટ શ્રીજી ટેક્નોક્રેસ્ટ નામના ઇલેક્ટ્રીકલ ઇક્વિપમેન્ટ અને સેફ્ટી પ્રોડક્ટનો વેપાર કરે છે.

Dec 25, 2020, 11:50 PM IST

મારા રાજમાં કોંગ્રેસી ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ, ખરીદ વેચાણ કોંગ્રેસની ટેવ: સી.આર

  ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે? તેવા સવાલના જવાબમાં સી.આર પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહવખતે પણ બધાને ખરીદ્યા એટલે ખરીદ વેચાણની સ્થિતી છે અને ટેવ પણ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા બાદ ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મુકીને પણ લોકહિતમાં કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે કોંગ્રેસનાં ધારાસભ્યોને લેવામાં આવશે નહી અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસને છોડીને આવ્યા છે. ધારાસભ્યએ પદ છોડ્યું છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે. 

Oct 18, 2020, 11:07 PM IST

પાડોશીઓને હતું કે ઘરમાં વેચે છે દવા, PCB એ દરોડો પાડ્યો તો લોકો ચોંકી ઉઠ્યા કારણ કે...

ગુજરાતનાં સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીનાં આધારે અમદાવાદ જિલ્લાનાં સાણંદ તેમજ બાવળા તાલુકામાં રેડ કરી હતી. SMC ટીમને માહિતી મળી હતી કે બાવળા તાલુકાનાં ચિયાળા ગામમાં રહેતો કિરણસિંહ ચૌહાણ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પરવાનગી વિના નશાકારણ સિરપનો વેચાણ કરે છે. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે આ શખ્સનાં ગોડાઉનમાં રેડ કરતા પરવાનગી વિનાની 1.28 લાખની કિંમતની 1169 સીરપની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત તપાસ દરમ્યાન અન્ય એક મિહીર પટેલ નામનો શખ્સ પણ પોતાના ઘરમાંથી આવી નશાયુક્ત દવાઓનો વેચાણ કરતો હોવાનું તેમજ તેનાં ઘરમાં મોટો જથ્થો હોવાની માહિતી મળતા ત્યાં પણ રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને જ સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડા પાડ્યા હતા. 

Sep 3, 2020, 11:10 PM IST

વડોદરા: બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી એસેમ્બલ TV-AC બનાવી વેચતો યુવક ઝડપાયો

શહેરના અડેરા કોયલી રોડ ખાતેથી પોલીસે બ્રાન્ડેડ કંપનીનાં લોગો લગાવી એસેમ્બલ TV-AC બનાવીને વેચતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. પોલીસે રેડપાડીને કુલ 18.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધારે તપાસ આદરી છે. પોલીસને બાતમી મળી કે, ઉડેરા કોયલી ખાડી રોડ પર નજીક એખ શેડમાં નરેન્દ્ર વાઘવાણી નામનો વ્યક્તિ સૂર્યા ઇલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવે છે. 

Aug 9, 2020, 10:48 PM IST

મેડિકલ, જીવનજરૂરી અને વ્યસનની વસ્તુની કાળાબજારી કરનારાઓ પર સરકારની લાલઆંખ

હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતીને જોતા કેટલાક વેપારીઓ દેશ પર આવી પડેલા આ ગંભીર સંકટનો ફાયદો ઉઠાવી રહ્યા છે. મેડિકલને લગતી વસ્તુઓ અને જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત શાકભાજી અને દુધ સહિતની વસ્તુઓમાં પણ કાળા બજારી કરી રહ્યા છે. ઉપરાંત વ્યવસનની વસ્તુઓ જેવી કે સિગારેટથી માંડી મસાલાનાં ભાવ પણ ડબલ થઇ ચુક્યા છે. ત્યારે સરકાર દ્વારા આ લૂંટને અટકાવવા માટે કડક પગલા લેવાનું ચાલુ કરવામાં આવ્યું છે. 

Mar 29, 2020, 10:43 PM IST
Fake Groundnut Oil Selling Scam Caught In Mehsana PT4M56S

મહેસાણામાં નકલી સીંગતેલ વેચવાનું કૌભાંડ ઝડપાયું

મહેસાણાના વિજાપુરમાંથી ભેળસેળવાળું શંકાસ્પદ સીંગતેલ વેચવાનું કૌભાંડ ઝડપાયું. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિજાપુરના ગંજબજાર સામેની પેઢીમાં કાર્યવાહી કરાઈ હતી. સીંગતેલના નમુના લઈને કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Feb 4, 2020, 08:50 PM IST
Problems With Farmers Of Palanpur For Selling Peanuts At Support Prices PT5M33S

મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળી વેચાણને લઇ પાલનપુરના ખેડૂતોને મુશ્કેલી

મગફળી કાંડ-3: ટેકાના ભાવે મગફળી વેચાણને લઇ પાલનપુરના ખેડૂતોને મુશ્કેલી

Dec 18, 2019, 04:05 PM IST
Vadodra: Health Dept. Raids Shops Selling Sev Usal And Other Junk Food PT3M44S

વડોદરા: સેવઉસળ વહેંચતા દુકાનદારો સામે આરોગ્ય વિભાગની લાલ આંખ, જુઓ શું થયું

વડોદરા: સેવઉસળ વહેંચતા દુકાનદારોને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દરોડા વખતે ચટટ્ણી, બન અને અન્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા.

Jul 18, 2019, 02:15 PM IST
Vadodra: Health Dept. Raids Shops Selling Sev Usal PT4M19S

વડોદરા: સેવઉસળ વહેંચતા દુકાનદારો સામે આરોગ્ય વિભાગની લાલ આંખ, જુઓ શું થયું

વડોદરા: પ્રખ્યાત મહાકાળી સેવઉસળને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સેવઉસળ વહેંચતા દુકાનદારોને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. દરોડા વખતે ચટટ્ણી, બન અને અન્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા.

Jul 17, 2019, 02:10 PM IST
sealling campaign at Surat PT4M15S

સુરત : સિલિંગ અભિયાન અંતર્ગત સપાટો

સુરતમાં સિલિંગ અભિયાન અંતર્ગત સપાટો. 344 દુકાનો અને 48 ઓફિસો સીલ કરવામાં આવી છે.

Jul 6, 2019, 10:55 AM IST
Ahmedabad Liquor Selling Video Viral PT2M56S

અમદાવાદમાં બેફામ ચાલતા દારૂ વેચાણનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

અમદાવાદ પોલીસના દારૂબંધીના દાવા પોકળ સાબિત, ગાયકવાડ હવેલી પોલીસ મથકની હદમાં ધમધમી રહ્યા છે દેશી દારૂના અડ્ડા, બે મહિલા બુટલેગર દેશી દારૂ વેચતી હોવાનો વીડિયો વાયરલ, વીડિયોમાં મહિલાઓ દારૂ વેચવાની હદને લઇને કરે છે ચર્ચા

May 27, 2019, 11:05 AM IST
Arvalli Low Interst Of Farmer In Selling Gram PT2M8S

અરવલ્લીમાં ટેકાના ભાવે ચણાના વેચાણમાં ખેડૂતોની નિરસતા, જાણો કારણ

અરવલ્લીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી તો મોડાસા શહેરથી દૂર સરકારી ગોડાઉનમાં કેન્દ્રની ફાળવણી કરવામાં આવી ત્યારે ભારે ગરમીને કારણે શહેરથી દૂર કેન્દ્ર પર જવા ખેડૂતોની નીરસતા જોવા મળી

Apr 9, 2019, 04:25 PM IST
PT23M23S

ફાસ્ટ મની: જાણો 20 શેર જે તમને અપાવી શકે છે ધમાકેદાર રિટર્ન

In this segment of Zee Business know which shares will help you earn more today, Jan 02nd, 2019. Watch full video for more info.

Jan 2, 2019, 10:10 AM IST

આ સ્માર્ટફોને વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો, 60 લાખથી વધુ યુનિટનું વેચાણ

ચીનની સ્માર્ટફોન નિર્માતા હુઆવેઈ (Huawei)ની ઓનલાઈન બ્રાન્ડ 'ઓનર' કંપનીએ જાહેરાત કરી છે કે તેણે તાજેતરમાં જ લોન્ચ કરેલા 'ઓનર8X' ના સમગ્ર દુનિયામાં 60 લાખથી વધુ યુનિટનું વેચાણ થયું છે

Nov 17, 2018, 04:58 PM IST

ગેરકાયદે વેંચાતા ગેસના બાટલાના કૌભાંડનો પર્દાફાશ

ગીર સોમનાથઃ પ્રભાસ પાટણમાં મામલતદાર અને પુરવઠા વિભાગે રેડ પાડીને ગેરકાયદે વેચાતા ગેસના બોટલના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેડ દરમિયાન કરિયાણાની દુકાનમાંથી 11 ગેસના બોટલા ઝડપાયા હતા. દુકાનદાર દ્વારા ઘર વપરાશ અને કોમર્શિયલ ગેસની બોટલનું ગેરકાયદે વેચાણ થતું હોવાની માહિતી મળતા મામલતદારે રેડ પાડી હતી. વેરાવળ માલતદારે તમામ ગેસના બોટલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Mar 19, 2018, 06:26 PM IST