standard 12

GANDHINAGAR: ધોરણ 12નું પરિણામ માન્ય ન હોય તો વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા, સરકારની જાહેરાત

ધોરણ 12 તમામ પ્રવાહના નિયમિત ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 12 બોર્ડનાં જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે તેમના માટે આ ખુબ જ મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, તેઓ દ્વારા નિયત પદ્ધતી અનુસાર પરિણામ જાહેર કરવામાં આવશે. પરંતુ જો કોઇ વિદ્યાર્થીને અસંતોષ હોય તો તેઓ પરીક્ષા પણ આપી શકે છે. 

Jun 20, 2021, 06:00 PM IST

છેલ્લા 1 વર્ષથી બાળકોમાં જોવા મળી રહી છે આ સમસ્યાઓ, જાણો શું કરવું જોઈએ માતાપિતાએ

હાલના સમયમાં ઘણા લોકો માનસિક તણાવ કે અન્ય માનસિક સમસ્યાઓનો ભોગ બનેલા છે, ત્યારે ખાસ ધોરણ 12 ના વિદ્યાર્થીઓના સ્વભાવમાં ચીડિયાપણું, મુડ ડિસઓર્ડર અને ભવિષ્યની ચિંતા જોવા મળી રહી છે

May 29, 2021, 12:57 PM IST

ધોરણ 12 ના વિદ્યાર્થીને પરીક્ષા દરમિયાન કોરોના હોય તો? સરકારે આપ્યા રાહતના સમાચાર!

ગુજરાતનાં શીક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેની જાહેરાત કરવાની સાથે સાથે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી. જેમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયમર્યાદામાં ન આપી શકે તો તેઓની પરીક્ષા 25 દિવસ બાદ લેવામાં આવશે. 

May 25, 2021, 05:20 PM IST

ધોરણ 12 બોર્ડની પરીક્ષા અંગેના સૌથી મોટા સમાચાર, પરીક્ષા થશે કે નહી આ રહ્યો જવાબ

ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાયું છે. જો કે ધોરણ 12ના વિદ્યાર્થીઓનો મુદ્દો હજી પણ લટકી રહ્યો છે. વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ પ્રવર્તી રહી છે તેવામાં CBSE બોર્ડ તરફથી મોટા સમાચારો આવી રહ્યા છે. 

May 23, 2021, 04:47 PM IST

28 સપ્ટેમ્બરથી ધોરણ 12ની પૂરક પરીક્ષા શરૂ, 2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ આપી શકશે પરીક્ષા

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28મી સપ્ટેમ્બરથી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થશે. 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. સવારે 10.30થી બપોરે 1.45 અને ત્યાર બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી પૂરક પરીક્ષા લેવાશે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષા કે જેમાં એક બે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ જો નોંધણી કરાવી હોય તો તેઓ પરીક્ષા આપી શકશે. પરીક્ષા ઉતર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે. 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 ઓક્ટોબરે પૂર્ણ થશે. સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા પણ 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે જે 3 ઓક્ટોબરે પૂર્ણ થશે.

Sep 11, 2020, 06:38 PM IST

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે જાહેર થયું. વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું. બોર્ડની સત્તાવાર વેબસાઈટ www. gseb. org પરથી વિદ્યાર્થીઓ પરિણામ મેળવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે. 

Jun 15, 2020, 07:05 AM IST

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, આ રીતે જોઈ શકશો રિઝલ્ટ

ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)નું ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું. બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકશે. 

May 17, 2020, 06:43 AM IST
CBSE Standard 12 Practical Exam Marks Will Be Sent From App PT2M54S

CBSE ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ એપથી મોકલાશે

CBSE ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં ચાલતી પોલંપોલ રોકવા નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. CBSE ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ સ્કૂલોએ એપથી મોકલવાના રહેશે. પ્રેક્ટિલ પરીક્ષા લીધા બાદ તરત જ ગુણ અપલોડ કરવાના રહેશે. એપથી ગુણ અપલોડ કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકાશે નહીં. પ્રાયોગિક પરીક્ષા વખતે નિરીક્ષક બેચનો ફોટો તથા પરીક્ષાનો સમય પાડી એપમાં અપલોડ કરવાનો રહેશે. જો સ્કૂલ ખોટું કરતા ઝડપાશે તો કાર્યવાહી કરાશે. કેટલીક CBSE સ્કૂલ દ્વારા પ્રેક્ટિકલ લીધા વગર જ ગુણ મૂકી દેવાતા હતા. કેટલીક સ્કૂલ પોતાની મરજી મુજબ ગુણ આપી દેતી હતી.

Nov 26, 2019, 12:20 PM IST

મેડિકલ પ્રવેશ પ્રક્રિયા સરકારે સરળ બનાવી, ડોમિસાઇલ સર્ટિફિકેટની હવે જરૂર નથી : નીતિન પટેલ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને જાણકારી આપવામાં આવી કે, રાજ્યમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં મોટી સરળતા કરી છે. ડોમિસાઈલમાં ગુજરાતની મેડિકલ કોલેજોમાં પ્રવેશ પાત્ર કરીએ છીએ. મહત્વનું છે, નીતિન પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટીની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે. 

Jun 14, 2019, 05:58 PM IST

ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ, 84.17 ટકા સાથે રાજકોટ પ્રથમ

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. રાજ્યમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓનું ભાવી આજે નક્કી થશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે.

May 9, 2019, 08:11 AM IST
Class 10 and Class 12 examination from March 7 PT2M15S

7 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં આવનારી ધો.10 અને ધો.12ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક 18.50 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યામાં 1.36 લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધો.10, ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં 50 હજાર કરતા વધુનો વધારો થયો છે.

Mar 5, 2019, 06:25 PM IST

7 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, 18.50 લાખ વિદ્યાર્થીઓની થશે કસોટી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 7 માર્ચથી લેવામાં આવનારી ધો.10 અને ધો.12ની પરીક્ષામાં આ વખતે રેકોર્ડબ્રેક 18.50 લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં 17.14 લાખ વિદ્યાર્થીઓ હતા. આમ, ગતવર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીની સંખ્યામાં 1.36 લાખનો જંગી વધારો થયો છે. આ વખતે ધો.10, ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સ એમ ત્રણેયમાં વિદ્યાર્થીની સંખ્યા વધી છે. ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં તો વિદ્યાર્થીની સંખ્યામાં 50 હજાર કરતા વધુનો વધારો થયો છે.

Mar 5, 2019, 05:09 PM IST

શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર

શૈક્ષણિક વર્ષ 2019-20થી ધોરણ 10 અને 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય પ્રવાહમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ધોરણ 10ની 2020માં લેવાનારી પરીક્ષામાં 20 માર્ક ઓએમઆરના બદલે 20 માર્કની ઓએમઆર પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 
 

Feb 4, 2019, 11:56 PM IST

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા તારીખો થઇ જાહેર, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

Dec 5, 2018, 07:57 PM IST