rajendra trivedi

નોકરીમાં લાલિયાવાડી કરતાં મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ

આજે મહેસૂલ વિભાગના ડાંગ ખાતેના નાયબ કલેક્ટર ટી.કે.વસાવા અને સુરતના માંગરોળ ખાતેના બે નાયબ મામલતદાર એમ.એમ.વસાવા અને ડી.એમ.ચૌધરીને ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

Jan 13, 2022, 06:54 PM IST

પીધેલા પુત્રને છોડાવવા વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટર ભાન ભૂલ્યા, લજવી પદની ગરિમા

નવા વર્ષે વડોદરામાં પુત્ર દારૂ પીને પકડાતા મહિલા કોર્પોરેટરે હંગામો કરવાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર જેલમ ચોક્સીનો પુત્ર કૃણાલ ચોક્સી નશાની હાલતમાં ઝડપાયો હતો અને પછી દીકરાને છોડાવવા માટે કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં મહિલા કોર્પોરેટરે પોતાના પદની ગરિમા ભૂલીને હોબાળો કર્યો હતો. ત્યારે મહિલા કોર્પોરેટર અને પોલીસ વચ્ચે એક અંશે એટલી ઉગ્ર બોલાચાલી થઈ હતી કે, એક પોલીસકર્મીનું  જેકેટ ફાટ્યું હતું. મહત્વનું છે કે, 31મી ડિસેમ્બર પર પોલીસ સતત ચેકિંગ કરી રહી હતી ત્યારે કોર્પોરેટરનો પુત્ર ઝડપાયો અને બાદમાં આટલો હોબાળો થયો..

Jan 1, 2022, 11:42 AM IST

જમીન રીસર્વેઃ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

રાજ્યના એક પણ ખેડૂતને જમીન રીસર્વેમાં અન્યાય થશે નહીં, તમામને સંતોષ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેમ જણાવતા મહેસૂલ મંત્રીએ કહ્યું હતુ કે, નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ-NLRMP હેઠળ સમગ્ર દેશમાં રાજ્યની ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરી DGPS-ETS જેવી આધુનિક પદ્ધતિ-સાધનોનો ઉપયોગ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.

Dec 29, 2021, 06:10 PM IST

ઈઝ ઑફ ડુઈગ બિઝનેસને વેગવાન બનાવવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય, ઈ-સ્ટેમ્પિંગ પધ્ધતિનો શુભારંભ

મહેસૂલ મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજીટલ ઈન્ડીયાના સપનાને સાકાર કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળીસરકારે ડીજીટલ ગુજરાતના નિર્માણ માટે અનેક નવતર આયામો હાથ ધર્યા છે. 

Dec 15, 2021, 08:31 PM IST

વાહ ગુજરાત સરકાર વાહ! ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારીને હાથ પકડીને કાઢી મુક્યો...

રાજ્યમાં ભ્રષ્ટાચારનાં અવાર નવાર આરોપો લાગતા રહે છે. ખાસ કરીને પોલીસ વિભાગ અને મહેસુલ વિભાગ આ મુદ્દે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. આ સંલગ્ન અલગ અલગ વિભાગો પર એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા ટ્રેપ પણ ગોઠવવામાં આવતા હોય છે. આ ટ્રેપમાં અનેક અધિકારીઓ અને અનેક કર્મચારીઓથી માંડીને વચેટિયાઓ પણ વારંવાર ઝડપાતા રહે છે. જો કે આ વખતે સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસામાં હાઇકોર્ટનાં એક વકીલ દ્વારા મહેસુલ વિભાગની પોલ ખોલવામાં આવી છે. 

Dec 3, 2021, 04:04 PM IST

લારીઓ જે જગ્યા પર ઉભી રહે છે તે કોઇની બાપીકી મિલકત નથી, સરકાર ઇચ્છે તો દબાણ હટાવી શકે

શહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓના જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે ગુજરાતના કોર્પોરેશનમાં જાણે ફેશન ચાલી રહી હોય તેમ એક પછી એક પાલિકાઓ અને કોર્પોરેશન દ્વારા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષની સુચના બાદ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે છે. તેના પર કોઇ પણ વ્યક્તિએ હક્ક જમાવવો ન જોઇએ. આ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ જ છે. જે જગ્યા પર વેજ કે નોનવેજ લારીઓ ઉભી રહે છે તે સરકાર કે સ્થાનિક તંત્ર ઇચ્છે તો હટાવી પણ શકે છે. 

Nov 12, 2021, 06:19 PM IST

રસ્તા પર ઉભી રહેતી નોનવેજ-ઈંડાની લારીઓ વિશે મહેસૂલ મંત્રીનું મોટુ નિવેદન

ગુજરાતના શહેરોમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ (non veg ban) નો મુદ્દો સળગ્યો છે. એક બાદ એક શહેરો જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યાં છે. ત્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (rajendra trivedi) એ આ મામલે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર લારી ઊભી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે.

Nov 12, 2021, 11:49 AM IST

મહેસૂલ મંત્રીની ગુજરાતની જનતાને અપીલ, જે સરકારી કર્મચારી લાંચ માંગે તેનો વીડિયો બનાવો

સરકારની કામગીરીમાં લાંચિયાઓને ડામવા માટે મહેસૂલ મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. કેબિનેટ બેઠક બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ કહ્યું કે, સરકારી કર્મચારી લાંચ (corruption) માંગે તો તેમનો વીડિયો રેકોર્ડ કરો. આ સાથે જ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતની જનતાને અપીલ કરી કે, તમારું કામ કરવા માટે કર્મચારી પૈસા માંગે તો તેમનો વીડિયો બનાવો. કામ કરવા માટે પૈસા માંગનાર સામે પગલાં લેવામાં આવશે. 

Oct 20, 2021, 05:12 PM IST

બેખોફ બાબુઓ સાવધાન! મનફાવે તેવું વર્તન કરશો તો ઘરભેગા કરી દઇશું: રાજેન્દ્ર ત્રિવેદી

અધિકારીઓની મનમાની વિજય રૂપાણી સરકારમાં ખુબ જ વધી ગઇ હોવાના આરોપો વારંવાર લાગતા રહ્યા હતા. જો કે હવે સમગ્ર મંત્રિમંડળમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓને બદલી નંખાયા છે ત્યારે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ડભોઇમાં મોટું નિવેદન આપ્યું હતું. ત્રિવેદીએ કહ્યું કે, અધિકારીઓએ હવે ભૂલનો દંડ ભોગવવો પડશે. અધિકારીઓએ પ્રજાલક્ષી કામ કરવા પડશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આકસ્મિક સરકારી કચેરીઓની મુલાકાત લેશે. આ ઉપરાંત ધારાસભ્યો કલેકટર ઓફિસની બહાર હવે નહીં ઉભા રહે. સીધા જ કલેક્ટર ઓફીસની અંદર જઇ શકશે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવા જણાવ્યું હતું. કોર્ટમાં ચાલતા ખોટા સાક્ષીઓને પ્રાધાન્ય નહીં આપવામાં આવે. 

Oct 1, 2021, 10:57 PM IST

મંદિરમાં આ એક હરકતથી ગુજરાતના નવા મહેસૂલ મંત્રીની ચારેતરફ વાહવાહી થઈ

નેતાઓની ખુશામત કરતા અનેક કિસ્સાઓ આપણે જોયા છે. પરંતુ ગુજરાતની નવા સરકારના મંત્રીઓની વાત જ અલગ છે. વડોદરામાં ગુજરાતના મહેસૂલ મંત્રીનો અનોખો અંદાજ જોવા મળ્યો. સાથે જ તેમણે જે કર્યુ, તેની વાહવાહી થવા લાગીય

Oct 1, 2021, 12:19 PM IST

BJP Parliamentary Board ની બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સૂચક હાજરીથી વિવાદ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

આજથી 6 મહાનગરપાલિકાઓ (Corporation) માટે મુખ્યમંત્રી સીએમ રૂપાણીના (CM Rupani) નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક (BJP Parliamentary Board) મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની (Rajendra Trivedi) હાજર રહ્યા હતા

Feb 1, 2021, 04:57 PM IST

રાષ્ટ્રપતિના આગમન પહેલા કેવડિયામાં ફરી 18000 લોકોના થશે કોરોના ટેસ્ટ

કેવડિયામાં ફરી 18000 લોકોના કોરોના ટેસ્ટ થશે. દેશના રાષ્ટ્પતિ આવવાનાને કારણે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આજથી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 48 જેટલી આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગાંધીનગરમાંથી 10 હજાર રેપીડિટેસ્ટ કીટ મંગાવાઇ છે. એક તરફ રાજ્યમાં કોરોના કહેર વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા sou પાસે કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે. 25,26 અને 27 વિધાનસભા, રાજ્યસભા અને લોકસભાના સ્પીકર સહિત અન્ય અધિકારીઓનો સેમીનાર યોજવવાનો છે. 26મીના રોજ PM મોદી અને ગ્રહમંત્રી અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં આવી શકે છે જેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Nov 18, 2020, 09:45 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લઇ શકે છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવી શકે છે

Nov 11, 2020, 04:27 PM IST

આત્મનિર્ભર યોજના પેકેજ છે કે પડીકું, અધ્યક્ષે જુનિયર ધારાસભ્યો બેસે છે તેને હો..હો.. ગેલેરી ગણાવી

ગુજરાત વિધાનભાનાં 5 દિવીય ચોમાસુ ત્રના ચોથા દિવસે ગૃહમાં આક્ષેપબાજી કરતા કટાક્ષ અને હળવી ટકોર જોવા મળી હતી. કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના હેતુથી ચોમાસુ સત્રમાં જુનિયર ધારાસભ્યોને ગૃહના બદલે ગેલેરીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમાં કોંગ્રેસનાં કેટલાક ધારાસભ્યોની બેઠક વ્યવ્થા પ્રેક્ષક ગેલેરી નંબર 4માં કરવામાં આવી છે. જો કે સત્રના પ્રથમ દિવથી જ વિધાનસભાધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ ગેલેરીને હો... હો... ગેલીરી નામ આપતા કોંગ્રેસનાં ધારાસભ્યો અધ્યક્ષના વલણ તરફે રોષ જોવા મળ્યો હતો.

Sep 25, 2020, 02:27 AM IST
2 Congress mlas resign says rajendra trivedi assembly speaker PT24M32S

કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 MLAના રાજીનામા પડ્યાં

2 Congress mlas resign says rajendra trivedi assembly speaker watch video for more details.

Jun 4, 2020, 01:55 PM IST

સરકારનાં એક પગલાને કારણે બચશે કરોડો રૂપિયા, વિશ્વને થશે ખુબ મોટો ફાયદો

સમગ્ર દેશમાં સંસદીય કાર્યવાહી ડીજીટલ સ્વરૂપે થાય તે માટે કેન્દ્ર સરકાર અને લોકસભા સ્પીકરે તમામ રાજ્યોના સંસદીય વિભાગોને સૂચના આપી છે ત્યારે ગુજરાતમાં પણ ડીજીટલ ટેકનોલોજીનો વ્યાપ વધે તે માટે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અનોખી પહેલ કરી છે. જેના કારણે 10 ટન કાગળોનો જથ્થો બચાવ્યો છે. પર્યાવરણ બચાવવા અને ગ્લોબલ વોર્મિગ સામે રક્ષણ માટે સતત આ પહેલ થતી રહી છે કે બિન જરૂરી કાગળોનો ઉપયોગ ઘટાડવા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ વખતે વિધાનસભાના બજેટસત્ર પહેલા મળેલી કામકાજ સલાહકાર સમિતિમાં આ રજૂઆત કરી હતી.

Feb 29, 2020, 05:42 PM IST
 Former MEA Sushma Swaraj Cremated with State Honours At Lodhi Crematorium PT19M46S

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આપવામાં આવી અંતિમ વિદાય, જુઓ વીડિયો

પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકડી અને દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

Aug 7, 2019, 05:05 PM IST
Gujarat Vidhansabha Speaker Rajendra Trivedi Recalls His Encounter With Sushma Swaraj PT32M5S

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ, જુઓ શું કહ્યું

પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજને હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, બુધવારે બપોરે 12.00 કલાકથી 3.00 કલાક સુધી ભાજપના કેન્દ્રીય કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે. બપોરે 3.00 કલાકે ભાજપના કાર્યાલય ખાતેથી તેમની અંતિમ યાત્રા નિકળશે અને દિલ્હીના લોધી રોડ ખાતે આવેલા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Aug 7, 2019, 04:45 PM IST