Temple history News

ગુજરાતના આ સ્થળે સૃષ્ટિની શરૂઆતથી જ બિરાજમાન માતાજી, પાંડવોને આપ્યું હતું
ગાંધીનગરથી 13 કિમીના અંતરે આવેલ રૂપાલમાં વરદાયિની માતાજી સૃષ્ટિના આરંભથી રૂપાલ ગામમાં બિરાજમાન છે. નવદુર્ગા પોતાના નવ સ્વરૂપ પૈકિ દ્વિતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની શ્રી વરદાયિની માતાજીના સ્વરૂપે સ્વયં અહીં બિરાજમાન છે. સૃષ્ટિના પ્રારંભે અહીં દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી બ્રહ્માજીને અતિ ત્રાસ આપવાનું શરૂ કર્યું. આથી બ્રહ્માજી શ્રી વરદાયીની માતાજીના શરણે ગયા. શ્રી માતાજીએ પુત્રરુપે શરણે આવેલા બ્રહમાંજીને સાંત્વના આપી. માતાજીએ દુર્મદ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો. માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને અહીં કાયમી માટે નિવાસ કર્યો.
Feb 2,2019, 5:55 AM IST

Trending news