Surat News: સુરતમાં ઘરકંકાસની એક ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવી ઘટના સામે આવી છે. શહેરના ડભોલી વિસ્તારમાં આ ઘટના બની છે. રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બંને દીકરીને ઝેર પીવડાવ્યું હતું. માતાએ બંને દીકરીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી હતી. ઝેરી દવા ગટગટાવતા મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે બંને દીકરીઓ હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાઈ છે.
ખેલ મહાકુંભના માધ્યમથી ગુજરાતના ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં ચાલી રહેલી ૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખેલ મહાકુંભના આયોજનથી ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં વિવિધ મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં બ્રાહ્મણ પરિવારની બે દીકરીઓ લવ જેહાદનો ભોગ બની છે. ગુજરાતમાં લવ જેહાદનું ષડયંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે અને વિધર્મીઓ કઈ રીતે હિંદુ યુવતીઓને ફસાવીને તેમનું ધર્મ પરિવર્તન કરાવે છે.
વડોદરાની માત્ર 8 વર્ષની બે બાળકીએ હિમાલય પર્વત સર કર્યો છે. બન્ને બાળકીઓનો નામ રયાના પટેલ અને સનાયા ગાંધી છે, જેઓ અનેક સંઘર્ષ બાદ હિમાલય પર્વત સર કર્યો છે.