ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ, PM મોદીએ સૌથી પહેલાં કર્યું મતદાન
NDA એ આ ચૂંટણી (Vice President Election 2022) માટે પશ્વિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) ને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફફ માર્ગરેટ અલ્વા (Margaret Alva) મેદાનમાં છે. મતોના સમીકરણ જોઇએ તો ભાજપ પોતાના દમ પર જગદીપ ધનખડને ચૂંટણી જીતાડવાની સ્થિતિમાં છે.
Trending Photos
Vice President Election 2022: દેશના નવા ઉપ રાષ્ટ્રપતિ કોણ હશે, તેના માટે આજે મતદાન થરૂ થઇ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદ ભવન પહોંચી સૌથી પહેલાં મતદાન કર્યું છે. આ વોટિંગમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો પોતાનું મતદાન કરશે. તેના માટે સંસદ ભવનમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ મતદાન પુર્ણ થયા બાદ તાત્કાલિક મતગણતરી શરૂ કરવામાં આવશે. મતગણતરી બાદ મોડી સાંજ સુધી ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.
જગદીપ ધનખડ અને માર્ગરેટ અલ્વા વચ્ચે મુકાબલો
NDA એ આ ચૂંટણી (Vice President Election 2022) માટે પશ્વિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ (Jagdeep Dhankhar) ને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફફ માર્ગરેટ અલ્વા (Margaret Alva) મેદાનમાં છે. મતોના સમીકરણ જોઇએ તો ભાજપ પોતાના દમ પર જગદીપ ધનખડને ચૂંટણી જીતાડવાની સ્થિતિમાં છે. પાર્ટી પાસે લોકસભામાં 303 તો રાજ્યસભામાં 91 સભ્ય છે. એવામાં કોઇ મોટી અડચણ ન આવી તો જગદીપ ધનખડનું નવા ઉપરાષ્ટ્રપતિ બનવું નક્કી ગણવામાં આવે છે.
10 ઓગસ્ટના રોજ નિવૃત થાય છે વેંકૈયા
તમને જણાવી દઇએ કે હાલના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. તે પહેલાં નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જરૂરી છે. ઉપરાષ્ટ્રપતિ દેશની ત્રણેય સેનાઓના ડેપ્યુટી સુપ્રીમ કમાંડર હોય છે. સાથે જ રાજ્યસભાના સભાપતિનું દાયિત્વ પણ નિભાવે છે. આ દરમિયાન એક નવા ઘટનાક્રમમાં મમતા બેનર્જીએ શુક્રવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મમતા બેનર્જી આ પહેલાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાનથી દૂર રહેવાની જાહેરાત કરી ચૂક્યા છે. એવામાં તેમની પીએમ સાથે મુલાકાત ઘણા અનુમાનોને બળ પુરૂ પાડ્યું છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતથી ભાજપ ઉત્સાહિત
તમને જણાવી દઇએ કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને જીતાડીને ભાજપ પહેલાં જ 2-1 થી આગળ ચાલી રહી છે. હવે તે ઉપરાષ્ટ્રપતિ પદ પણ જીતીને વિપક્ષનો 2-0 થી સફાયો કરી દેવા માંગે છે. જો બંને ચૂંટણીના પરિણામોની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટાયેલા સાંસદો સાથે દેશભરના ધારાસભ્ય પણ પોતાનો મત નાખી શકે છે. ચૂંટાયેલા સાંસદ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરતા નથી.
ચૂંટાયેલા સભ્યો પણ કરી શકશે મતદાન
તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફક્ત લોકસભા અને રાજ્યસભાના સભ્ય કરી મતદાન કરે છે. રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉલટ આ ચૂંટણીમાં સંસદમાં ચૂંટાયેલા સભ્ય અને અને નામાંકિત બંને પ્રકારના સભ્યોને મતદાનનો અધિકાર હોય છે. આ ચૂંટણીમાં ઇલેક્શન ઓફિસરની ભૂમિકા લોકસભા અને રાજ્યસભાના મહાસચિવ વારંવાંર ભજવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે