close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ચિન્મયાનંદે અશ્લીલ વાતોથી માંડીને બોડી મસાજ સુધીના તમામ આરોપ સ્વીકાર્યાઃ SIT ચીફ

એસઆઈટી પ્રમુખ અને પોલીસ મહાનિરીક્ષક નવીન અરોડાએ શાહજહાંપુરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચિન્મયાનંદને મસાજની વીડિયો ક્લિપિંગ દેખાડવામાં આવી હતી. આ વીડિયો જોતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હવે જ્યારે તમને બધી ખબર પડી ગઈ છે તો મારે કશું જ કહેવું નથી. હું મારા અપરાધોનો સ્વીકાર કરું છું અને મારા કૃત્ય માટે શરમ અનુભવું છું."

Yunus Saiyed - | Updated: Sep 20, 2019, 08:01 PM IST
ચિન્મયાનંદે અશ્લીલ વાતોથી માંડીને બોડી મસાજ સુધીના તમામ આરોપ સ્વીકાર્યાઃ SIT ચીફ

નવી દિલ્હી/લખનઉઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદે(Swami Chinmayanand) પોતાના ઉપર લાગેલા તમામ આરોપો(Allegations) સ્વીકારી લીધા છે. કેસની તપાસ કરનારી SIT ટીમના પ્રમુખે આ દાવો કર્યો છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના(Special Investigation Team) પ્રમુખ નવીન અરોડાએ(Navin Aroda) શુક્રવારે જણાવ્યું કે, સ્વામી ચિન્મયાનંદે તેમના પર લગાવવામાં આવેલા તમામ આરોપો સ્વીકારી લીધા છે, જેમાં અશ્લીલ વાતો કરવી, બોડી મસાજ સહિતની તમામ બાબતોનો સમાવેશ થાય છે. ચિન્મયાનંદની ધરપકડ બાદ કોર્ટે બપોરે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. 

વીડિયો બતાવતાં જ સ્વીકાર્યા અપરાધ
એસઆઈટી પ્રમુખ અને પોલીસ મહાનિરીક્ષક નવીન અરોડા(Navin Aroda)એ શાહજહાંપુરમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચિન્મયાનંદને મસાજની વીડિયો ક્લિપિંગ દેખાડવામાં આવી હતી. આ વીડિયો જોતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "હવે જ્યારે તમને બધી ખબર પડી ગઈ છે તો મારે કશું જ કહેવું નથી. હું મારા અપરાધોનો સ્વીકાર કરું છું અને મારા કૃત્ય માટે શરમ અનુભવું છું."

શાહજહાંપુર: શારીરિક શોષણના આરોપી સ્વામી ચિન્મયાનંદની SITએ કરી ધરપકડ

આવી રીતે પુરાવા એક્ઠા કર્યા
એસઆઈટી પ્રમુખે જણાવ્યું કે, તેમની ટીમે મોબાઈલ કોલ ડિટેલના ડિજિટલ રેકોર્ડ, ટોલ ટેક્સ પ્લાઝાના ફૂટેજ મેળવ્યા હતા. આ રીત એક-એક કડી જોડીને એસઆઈટી ટીમ છેક ચિન્મયાનંદ સુધી પહોંચી હતી. આઈજી નવી અરોડાએ જણાવ્યું કે, "અમને જાણવા મળ્યું કે છોકરી શાહજહાંપુરથી બરેલી ગઈ છે, ત્યાંથી શિમલા અને પછી દિલ્હી જતી રહી હતી. ત્યાર પછી છોકરીનું લોકેશન રાજસ્થાનના દૌસામાં મળ્યું હતું."

ચિન્મયાનંદ સહિત ત્રણની ધરપકડ
એસઆઈટી પ્રમુખે જણાવ્યું કે, સ્વામી ચિન્મયાનંદ ઉપરાંત સંજય સિંહ, સચિન સેંગર, વિક્રમ ઉર્ફ દુર્ગેશ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પણ આઈપીસીની વિવિધ ધારા હેઠળ કેસ દાખલ કરાયો છે. જેમાંથી સંજય, સચિન અને વિક્રમની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દેવાયા છે. 

છોકરીએ સંજય સાથે 4200 વખત વાત કરી
અરોડાએ વિગતો આપતા જણાવ્યું કે, જાન્યુઆરી, 2019થી છોકરીએ સંજય સાથે લગભગ 4200 વખત ફોન પર વાત કરી છે, જ્યારે તેણે ચિન્મયાનંદ સાથે લગભગ 200 વખત વાત કરી છે. પીડિતા અને સંજય વચ્ચે મેસેજ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ઘટનાસ્થળના પણ અનેક પુરાવા એક્ઠા કરાયા છે. 

શારીરિક શોષણ મુદ્દે ચિન્મયાનંદની મુશ્કેલી વધી, 8 કલાક પુછપરછ બાદ આશ્રમ સીલ

14 દિવસની ન્યાયિક કસ્ટડી
જાતિય શોષણના આરોપમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે શુક્રવારે સવારે 8.50 કલાકે તેમના ઘરેથી ધપકડ કરી હતી. અહીંથી તેમને કોર્ટમાં રજુ કરાયા. કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. 

શું છે મામલો? 
શાહજહાંપુરમાં સ્વામી શુકદેવાનંદ કાયદા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એલએલએમની એક વિદ્યાર્થીનીએ 24 ઓગસ્ટના રોજ એક વીડિયો વાયરલ કરીને ચિન્મયાનંદ પર જાતિય શોષણ કરવાનો, અનેક છોકરીઓની જિંદગી બરબાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેણે જણાવ્યું કે, તેના અને તેના પરિવારની હત્યા થવાનું પણ જોખમ છે. બે દિવસ પહેલા પીડિતાએ મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યા બાદ ચિન્મયાનંદની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી હતી. સાથે જ તેણે કહ્યું હતું કે, જો સરકાર આમ નહીં કરે તો તે આત્મહત્યા કરી લેશે. 

જુઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....